________________
આપ્તવાણી-૮
૧૪૯
૧પ૦
આપ્તવાણી-૮
અત્યારે તો કેટલી બધી ‘રોંગ બીલિફો’ બેઠેલી છે ! આ ‘રોંગ બીલિફો’ અમારે ‘ફ્રેક્ટર’ કરવાની અને ‘રાઈટ બીલિફ બેસાડી દેવાની, એટલે પછી તમે અંતરાત્મા થઈ જાવ. પછી પૂર્ણાહુતી એમ ને એમ થયા કરે !!
અને આ કંઈ પોપાબાઈનું રાજ નથી. હું એક કલાકમાં મોક્ષ આપું છું, તે આ પોપાબાઈનાં રાજથી થતું નથી. આવું બની શક્યું નથી, હું તો નિમિત્ત છું. આ તો અપવાદ માર્ગ છે. જ્યાં નિયમ હોયને, ત્યાં અપવાદ હોયા વગર રહે જ નહીં. એવો આ અપવાદ માર્ગ છે ને એનો નિમિત્ત હું બની ગયો છું.
પ્રતીતિ પરમાત્માની, પમાડે પૂર્ણત્વ ! જ્યારે મૂઢ દશામાં આવે ત્યારે મૂઢાત્મા કહેવાય. ‘હું ચંદુલાલ છું, હું કલેક્ટર છું' એ શું કહેવાય ? એ મૂઢાત્માની મૂઢ દશા છે. અને નાશવંત ચીજોમાં સુખ માને છે. પોતે અવિનાશી અને નાશવંત વિનાશી, એ બેનો ગુણાકાર કોઈ દહાડો ય થાય નહીં. છતાં ભ્રાંતિથી ભૌતિકમાં સુખ માને છે એટલે મૂઢાત્મા કહ્યો.
હવે ‘જ્ઞાની પુરુષ' જ્યારે એને પરમાત્માની પ્રતીતિ કરાવડાવે કે આ જગત બધું મારું ન હોય, પોતે પરમાત્મા જ છે. ત્યારે ‘હુંપણું' પરમાત્મામાં અભેદ થઈ જાય. પહેલાં સંપૂર્ણ અભેદ ના થાય, પ્રતીતિભાવે અભેદ થાય. પહેલું પ્રતીતિભાવે છે, પછી જ્ઞાનભાવે અભેદ થાય. એટલે પહેલાં પ્રતીતિ બેસવી જોઈએ કે ‘હું પરમાત્મા છું.’ અત્યારે ‘હું ચંદુલાલ છું” એ “રોંગ બીલિફ’ બેઠી છે. ‘હું કલેક્ટર છું' એ રોંગ બીલિફ છે. એ બધી ‘રોંગ બીલિફો’ ‘જ્ઞાની પુરુષ’ ‘ફ્રેકચર’ કરી આપે અને ‘રાઇટ બીલિફ’ બેસાડી આપે, ‘પોતે' એને “એક્સેપ્ટ' કરે, પોતાનું મન-બુદ્ધિચિત્ત-અહંકાર બધું એને “એક્સેપ્ટ કરે, ‘પોતે’ સંશયરહિત થાય, નિઃશંક થાય, ત્યારે કામ થાય. આ તો અનંત અવતારનાં સંશયો ભરેલા છે. એ બધાં ‘જ્ઞાની પુરુષ' ફ્રેક્ટર કરી આપે ત્યારે ‘પોતે' સંશયરહિત થાય, અને ત્યારે પરમાત્માની પ્રતીતિ બેસે. એ જે શ્રદ્ધા થાય છે એ “રાઇટ બીલિફ’
પ્રત્યેક આત્મા સ્વતંત્ર, સિદ્ધક્ષેત્રમાં ય ?! પ્રશ્નકર્તા : બધા આત્માઓ જુદા છે કે બધા એક પરમાત્માનાં સ્વરૂપો છે ?
દાદાશ્રી : વ્યવહારથી બધા જુદાં છે. નામ રૂપ જોવા જઈએ તો વ્યવહારથી બધા જુદાં છે, ‘રિયલી’ એક જ છે. ‘રિલેટિવલી’ જુદાં જુદાં છે ને ‘રિયલી’ એક છે ! તો આપને શું જાણવું છે ?
પ્રશ્નકર્તા : આ બ્રહ્મ છે, એને એકમાંથી અનેક થવાની ઇચ્છા કેમ થઈ હશે ? “એકોહમ્ બહુસ્યામ્' એવી ઇચ્છા કેમ થઈ એમને ?
દાદાશ્રી : આ તો એવું છે ને, એ પોતે એક જ છે. બહુ થયેલો ય નથી, એક જ છે. પણ ભ્રાંતિથી બહુ થયેલું દેખાય છે. આ એક જ સ્વભાવનું છે. આ સોનાની ગમે તેટલી લગડી હોય ને બધું ભેગું કરીએ તો એકનું એક જ છે ને ? બીજું પીત્તળ ભેગું થાય તો નુકસાન ! બધાં ભગવાન જ છે, ભગવાન સ્વરૂપ જ છે. પણ આ જુદું દેખાય છે, એનું કારણ ભ્રાંતિ છે.
પ્રશ્નકર્તા એટલે બધામાં જે ચેતન તત્ત્વ રહેલું છે, તે એક જ છે ?
દાદાશ્રી : હા, એક જ. પણ એક જ એટલે સ્વભાવે કરીને એક છે !
પ્રશ્નકર્તા : પછી જ્યારે દેહોત્સર્ગ થાય ત્યારે એ ચેતન જે જતું રહે છે, એનું પછી એકીકરણ ના થઈ જાય ? એનું અલગ અસ્તિત્વ કેવી રીતે રહી શકે ?
દાદાશ્રી : આ જગતમાં બધું અલગ છે. અહીં અલગતા લાગે છે ને, તેવી ત્યાં ય અલગતા છે ! ત્યાં અલગ એટલે સ્વભાવે કરીને બધું એક જ લાગે, પણ અસ્તિત્વથી તો અલગ છે, પોતાનું સુખ અનુભવવા માટે પોતે અલગ છે.
સ્વભાવથી એક છીએ, પણ આ તો ભેદબુદ્ધિથી જુદાઈ લાગે છે.
છે.