________________
આપ્તવાણી-૮
૧૪૭
૧૪૮
આપ્તવાણી-૮
જીવ છે અને કર્મ બાંધતો અટકી જાય એ શિવ થઈ ગયો !
“મુક્ત પુરુષ'તે ભજે, તો મુક્ત થાય ! પ્રશ્નકર્તા : હવે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને જીવ પંચક્લેશવાળો છે, તો આ જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ કેવી રીતે થાય ?
દાદાશ્રી : જેને ભજે તેવો થઈ જાય. સચ્ચિદાનંદને ભજે તો સચ્ચિદાનંદ થઈ જાય અને બહારવટીયાને ભજે તો બહારવટીયો થઈ જાય. જીવનો સ્વભાવ એવો છે કે જેને ભજે એવો થઈ જાય. મુક્ત પુરુષને ભજે તો મુક્ત થાય અને બંધાયેલાને ભજે તો બંધાયેલો થઇ જાય. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ થયેલા હોય એમને આપણે ભજીએ તો એ રૂપ આપણે થઈએ !
દશા ફેર' થયાતાં લક્ષણો ! પ્રશ્નકર્તા: જીવાત્મામાંથી અંતરાત્મદશા તરફ જાય ત્યારે એનામાં કયા નોંધપાત્ર ફેરફારો થાય ?
દાદાશ્રી : જીવાત્મામાંથી અંતરાત્મા થાય ત્યારે નોંધપાત્ર શું ફેરફારો થાય, એમ ?
તો એ વૃત્તિ પાછી ત્યાં ભટકે. એટલે વૃત્તિ બધી ભટક ભટક કરે છે અને અંતરાત્મા થયો કે વૃત્તિઓ પાછી ફરે.
પ્રશ્નકર્તા : અંતરાત્મામાંથી પરમાત્મા તરફ જ્યારે પ્રગતિ થાય તો તે વખતે કયા ખાસ નોંધપાત્ર ફેરફારો થાય ?
દાદાશ્રી : એવું છે, અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ, આ ત્રણ ગ્રેડેશન” છે. તે અસ્તિત્વ તો દરેક જીવમાત્રને પોતાનું ખબર હોય કે, “હું છું.’ એ ‘હું છું' એવી ખબર ખરી કે નહીં ? મનુષ્યો એકલાને જ નહીં, જાનવરોને ય ‘હું છું’ એવું ભાન છે. આ ઝાડને પણ ‘હું છું” એવું ભાન છે. એટલે અસ્તિત્વનું જીવમાત્રને ભાન છે. જ્યારે એ અંતરાત્મા થાય છે. ત્યારે વસ્તુત્વનું ભાન થાય છે કે “હું કોણ છું” તો પછી પૂર્ણત્વ તો એની મેળે સહજ થયા કરે છે. અસ્તિત્વથી માંડીને વસ્તુત્વ સુધીનો જ પુરુષાર્થ છે. પછી પેલું સહજ રીતે ચઢ્યા જ કરે છે. આમ આ દ્રષ્ટિફેર છે.
આ બાજુ જવાનું છે તેને બદલે આ બીજી બાજુ જાય છે, ને એમ માનીને જાય છે કે આ રસ્તે મારી પરિપૂર્ણતા છે. જ્યારે એને કોઈ “જ્ઞાની પુરુષ’ મળી આવે તો એને પાછો વાળે અને આ બાજુ એની દ્રષ્ટિફેર કરી આપે ત્યાર પછી જીવાત્માની દશા તૂટે અને જયારે મૂળ સ્થાન પર આવે ત્યારે એની અંતરાત્મદશા થાય. પછી વૃત્તિઓ બધી પાછી આવવા માંડે. જેમ “એ” પાછો ફર્યો એટલે વૃત્તિઓ ય પાછી ફરે અને પછી એની મેળે સહજ થયા કરે. અંતરાત્મા થવા સુધી, ‘ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ’ સુધી ‘જ્ઞાની પુરુષ'નો આશરો લેવો પડે. અને “ઈન્ટ્રીમ ગવર્નમેન્ટ’નું સ્થાપન થઈ ગયું એટલે “ફુલ ગવર્નમેન્ટ’ થયા કરે.
“પોતે પોતાની પૂર્ણાહુતિ, જ્ઞાતી નિમિતે ! પ્રશ્નકર્તા : આપ તો પરમ આત્મા અને અમે જીવ એટલો ‘ડિફરન્સ’ છે, અમારામાં અને આપનામાં !
દાદાશ્રી : એ ‘ડિફરન્સ” છે. પણ અહીં દર્શન કરવાથી, જ્ઞાન લેવાથી પછી ‘તમે “અંતરાત્મા” થઇ જાવ. અંતરાત્મા, એ ‘પરમાત્મા'ને જોઈ શકે. અને જોવાથી ‘તે' રૂપ ‘પોતાનું થાય છે !! પછી શું વધુ જોઈએ આપણને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એની વૃત્તિઓ બહાર જતી અટકી જાય, વૃત્તિઓ જે બહાર જતી હોય ને કે ‘આમ કરું, તેમ કરું, આમ કરીએ, તેમ કરીએ” એ બધી પાછી ફરે. જેમ આ ગાયો સવારમાં ચરવા જાય છે, ને પછી સાંજે પાછી ફરે છે ને ? એવી રીતે વૃત્તિઓ પાછી ફરવા માંડે. એટલે આપણે જાણવું કે આ ભાઈ ‘શુદ્ધાત્મા’ થવા માંડ્યો છે. વૃત્તિઓ જે બહાર ભટકતી હતી, તે ભટકતી બંધ થઈ અને પોતાને ઘેર પાછી ફરવા માંડે. તમે તમારી વૃત્તિઓને જોશો, તપાસ કરશો તો તમને ભટકતી લાગશે કે આ તો એક આ બાજુ ભટકે છે, એક આ બાજુ ભટકે છે, મોટાં મોટાં નાસ્તાહાઉસ હોયને ત્યાં હઉ ભટકી આવે, એવી ભટકે કે ના ભટકે ? મોટાં મોટાં નાસ્તાહાઉસ સરસ હોય અને એક દહાડો ચાખી આવ્યો હોય