________________
૧૫
૧૪૬
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮ લાગે. અને પછી એમાં બૈરીનો ગુનો નીકળે કે આ ચા મોળી કેમ કરી છે ?! હવે મોળી લાગે છે એ જલેબીને લીધે. એવું જ્યારે આત્માનું સુખ ચાખે ત્યારે આ ભૌતિક સુખો મોળાં પડી જાય, એટલે પછી એને આમાં રૂચે નહીં, આમાં ગમે નહીં, છતાં એ ભોગવે ખરો, પણ આ ગમતું ના હોય ત્યારે અંતરાત્મદશા થાય.
એટલે જ્યાં સુધી એને ભૌતિક સુખો જોઈએ છે ત્યાં સુધી બહિર્મુખી આત્મા છે. અને જ્યારે પોતાનું સ્વરૂપ જાણે કે, ‘ભઈ, આ હું હોય, હું તો શુદ્ધાત્મા છું, હું તો કાયમનો છું અને મારે આ સંસારની કોઈ ચીજ જોઇતી નથી.” ત્યારે એ અંતરાત્મદશા થાય. અંતરાત્મદશા બે કામ કરે. એક તો ભૌતિક સંબંધીનું, વ્યવહાર માટેનું કામ કરવું પડે. ત્યારે ‘પોતાનો’ એ બાજુ ઉપયોગ છે અને ‘પોતાનું કામ કરવું પડે ત્યારે ‘આ’ બાજુ ઉપયોગ દે. એમ બે ઉપયોગ રાખે. ઉપયોગ તો એક જ હોય, પણ જે વખતે અમુક ટાઇમ મળ્યો, એવા સંજોગ ભેગા થયા તો આ બાજુ ઉપયોગ દે અને આ સંજોગ ભેગાં થયાં તો આ બાજુ ઉપયોગ દે. અંતરાત્મા એટલે ઈન્ટીમ ગવર્નમેન્ટ’નું સ્ટેજ છે. પછી ધીમે ધીમે બહારનો, સંસારનો નિકાલ કરે, તેમ અંતરાત્મામાંથી ધીમે ધીમે ‘ફુલ ગવર્નમેન્ટ' થયા કરે છે.
હવે આપને શું પૂછવું છે બીજું ?
પ્રશ્નકર્તા : તો હું એ જ કન્ફર્મ કરવા માગું છું કે જીવાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ એક જ વસ્તુનાં ત્રણ જુદાં જુદાં નામ છે ?
દાદાશ્રી : એક જ વસ્તુનાં ત્રણ વિશેષણ છે. અહીં ઘેર આ છોકરાંના બાપા કહેવાય અને ત્યાં એની દુકાને ગયા તો શેઠ કહેવાય અને કોર્ટમાં વકીલ કહેવાય. ‘અલ્યા, કેમ આના આ જ બાપા, આના આ જ શેઠ ને આના આ જ વકીલ, એવું કેમ બોલો છો ?” ત્યારે કહે, “જેવાં જેવાં કામ છે, એ પ્રમાણે એનું વિશેષણ છે.” જેવાં સંજોગ એને ભેગા થયા હોય, દુકાન ભેગી થઈ તો શેઠ કહેવાય, કોર્ટમાં વકીલાત કરવા ગયો તો વકીલ કહેવાયો, એવી રીતે આ બધું છે.
એટલે લોકો જીવાત્મા કહે છે ને આત્મા કહે છે, એ બધી એક જ વસ્તુ છે. જેમ તમને બધા માણસો પ્રોફેસર કહે છે, પણ ઘરમાં
છોકરાંઓ ?
પ્રશ્નકર્તા: પપ્પા કહે છે.
દાદાશ્રી : હા. અને કોલેજમાં પ્રોફેસર. એવી રીતે આ કયા કયા કાર્યના આધીન છો તમે, એનાં આધીન આ બધાં વિશેષણો પડેલાં છે. જેમ ‘તમે’ એનાં એ જ છે; પણ એક જગ્યાએ પપ્પા છો ને એક જગ્યાએ પ્રોફેસર છો. તેવું આમાં પણ કામ પ્રમાણે વિશેષણ છે. - પુદ્ગલમાં જ, વિનાશી ચીજોમાં જ સુખ છે એવું માન્યું છે, ત્યાં સુધી એ જીવાત્મા. અને એ માન્યતા પૂરી થઇ અને સનાતનમાં સુખ છે એ માન્યતા શરૂ થઈ એટલે અંતરાત્મા થયો. અને પરમાત્મા એટલે શું? જે વીતરાગ થઇ ગયા, કોઈની જોડે રાગ-દ્વેષ નહીં તો એ પરમાત્મા કહેવાય. ત્યારે અંતરાત્મા કોણ ? ત્યારે કહે, વીતરાગ થવાની જેને દ્રષ્ટિ છે, તે અંતરાત્મા. અને આ ભૌતિક સુખોની જેને લહેર પડે છે અને રાગદ્વેષ જ કર્યા કરે છે એ જીવાત્મા છે ! આમાં આપને સમજાયું ને ?
પ્રશ્નકર્તા : માયાનાં એટલાં બધાં આવરણો હોય છે.... દાદાશ્રી : આ બધા માયાનાં જ આવરણ છે ને !
પ્રશ્નકર્તા : એ માયાનાં આવરણને લીધે પછી એને અંતરાત્મદશામાં જવાતું નથી અથવા અંતરાત્મદશામાંથી એનો ‘પ્રોગ્રેસ” થતો નથી.
દાદાશ્રી : ના, એ તો અંતરાત્મા થયો એટલે ‘પ્રોગ્રેસ’ તો હંમેશાં થયા જ કરે. પણ આ તો જો પ્રોગ્રેસ’ ના થતો હોય તો અંતરાત્મા થયો જ નથી, અંતરાત્મા એ ‘પરતંત્ર-સ્વતંત્ર’ થાય છે. અમુક અંશે સ્વતંત્ર થાય. છે, તો પછી એ ‘પ્રોગ્રેસ’ કેમ ના કરી શકે ? બધું જ કરી શકે. એટલે હજી અંતરાત્મા થયો જ નથી ને ! હજુ તો જીવાત્મા જ છે. હજુ ‘જીવ ને શિવનો શું ભેદ છે' એ જાણ્યો જ નથી.
આ એક જ વસ્તુ છે, ભૌતિક સુખોની ઈચ્છા છે ત્યાં સુધી જીવ છે, અને પોતાના સુખનું ભાન થાય ને એ તરફ વળે ત્યારે શિવ છે. એનો એ જ જીવ ને એનો એ જ શિવ છે ! જ્યાં સુધી કર્મ બાંધે છે ત્યાં સુધી