________________
૧૨૬
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૧૨૫ દાદાશ્રી : આત્મદર્શન અને બ્રહ્મદર્શનમાં બહુ ફેર. બ્રહ્મદર્શનથી તો આગળ જવું પડશે. ત્રિકાળી જ્યાં આગળ ભાવ થયો ને તેને બ્રહ્મદર્શન કહ્યું છે, ત્રિકાળીભાવ. અને આત્મા તો પરમાત્મા જ છે, જો કદી મુળ સ્વરૂપમાં આવ્યો તો પરમાત્મા જ છે. અને બ્રહ્મ ય પરબ્રહ્મ થાય છે, કારણ કે ત્રિકાળીભાવમાં આવેલો છે ને ! ત્રણેય કાળ હોવાપણું છે !
પહેલું બ્રહ્મનિષ્ઠ ! પછી આત્મનિષ્ઠ આ બ્રહ્મજ્ઞાન અને આત્મજ્ઞાનમાં ય ફેર છે પાછો. બ્રહ્મજ્ઞાન તો આત્મજ્ઞાનનો દરવાજો છે. એ બ્રહ્મજ્ઞાનમાં પેસે ત્યાર પછી આત્મજ્ઞાન થાય.
પ્રશ્નકર્તા: એ બે વચ્ચે શું ફરક છે ?
દાદાશ્રી : એ બ્રહ્મજ્ઞાન થાય છે, એ બધું સાધનના પરિણામરૂપે પોતાના સ્વરૂપ પર એકાગ્રતા થાય છે. પણ સ્વરૂપનું શું છે ? એ ભાન થયું નથી. સ્વરૂપનું ભાન તો આત્મજ્ઞાન થાય તો જ થાય. જે અબ્રહ્મને જાણે ત્યારથી બ્રહ્મજ્ઞાન કહેવાય. અબ્રહ્મને જાણે ત્યાર પછી રહ્યું કયું જ્ઞાન ? બ્રહ્મજ્ઞાન. એ બ્રહ્મજ્ઞાન તો, સંસારની નિષ્ઠા ઊઠે ત્યાર પછી બ્રહ્મની નિષ્ઠા બેસે, લોકોને અત્યારે કઈ નિષ્ઠા છે ? સંસારિક સુખોની નિષ્ઠા છે, પાંચ ઈન્દ્રિયનાં સુખોની નિષ્ઠા છે. એ નિષ્ઠા જેની ફરી જાય કે આ સુખો ખોટાં છે, ભૌતિક છે ને નકામાં છે, આત્મામાં જ સુખ છે, ભગવાનમાં જ સુખ છે, એવું નક્કી થાય ત્યારે એ બ્રહ્મનિષ્ઠા થાય. એ બ્રહ્મનિષ્ઠા થઈ ત્યાંથી જ એ બ્રહ્મજ્ઞાન કહેવાય, એને બ્રહ્મસ્વરૂપ કહેવાય. અને પછી આત્મજ્ઞાન થાય ત્યારે આત્મનિષ્ઠ પુરુષ કહેવાય, ભગવાન કહેવાય. એને સકલ પરમાત્મા કહેવાય.
આત્મનિષ્ઠમાં બુદ્ધિ જ ના હોય. બુદ્ધિ જતી રહે ત્યાર પછી જ આ અજવાળું થાય. બ્રહ્મનિષ્ઠામાં બુદ્ધિ હોય, એટલે એને આ અજવાળું ના હોય.
બ્રહ્મ તો શબ્દથી ય પર રહ્યો ! પ્રશ્નકર્તા : ‘શબ્દબ્રહ્મ’ પણ છે ને ! દાદાશ્રી : પણ શબ્દબ્રહ્મ એટલે શું કે કાનને રણકાર થાય. એમાં
આપણને શો સ્વાદ આવે ? એટલે યથાર્થ બ્રહ્મ જોઇશે. એવાં તો બધા બહુ બ્રહ્મ છે. શબ્દબ્રહ્મ, નાદબ્રહ્મ ! પણ યથાર્થ આત્મા જોઇશે, જે અગમ્ય છે, શાસ્ત્રમાં ઊતરી શકે એવો છે નહિ, અવર્ણનીય છે, અવક્તવ્ય છે !
જ્યાં શબ્દ પણ પહોંચી શકે નહિ, જ્યાં દ્રષ્ટિ પણ પહોંચી શકે નહિ, ત્યાં આત્મા છે અને નિર્લેપ ભાવે રહેલો છે, અસંગ ભાવે જ રહેલો છે. અને શબ્દ-નાદ એ બધાં સ્ટેશન છે. એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. એ કંઈ આત્મા પ્રાપ્ત થયો ના કહેવાય. આત્મા તો પ્રાપ્ત થયા પછી જાય નહિ, એનું નામ આત્મા. એક ક્ષણ આઘોપાછો ના થાય, એનું નામ આત્મા.
પ્રશ્નકર્તા : નાદબ્રહ્મ ક્યારે સંભળાય ?
દાદાશ્રી : નાદબ્રહ્મ તો બીજું બધું સાંભળવાનું બંધ કરી દો તો સંભળાય. આ કાનમાં બીજું બધું ના સાંભળે તો નાદબ્રહ્મ સંભળાય. પણ બીજું જાતજાતનું સાંભળવાની ઇચ્છાઓ તો બધી બહુ છે. આ જાણવું છે, તે જાણવું છે, આ સાંભળવું છે ને તે સાંભળવું છે ! કોઈ નકામી વાત કરવા બેઠો કે તરત પૂછશે ‘શું થયું ? કેમ થયું ?” હવે નાદબ્રહ્મ તો જ્યારે આવી બધી ઇચ્છાઓ પૂરી થાય ત્યારે નાદબ્રહ્મ સહેજે સંભળાય. એ તો સહજસ્વભાવ છે. છતાં નાદબ્રહ્મ એ ય આત્મા નથી. એ તો એક જાતનાં વાજાં વાગે છે, એકાગ્રતા કરવાનું સાધન છે. એથી આગળ આત્મા તો બહુ છેટો છે.
પ્રશ્નકર્તા : એ નાદબ્રહ્મની કક્ષા સાથે આધ્યાત્મિક વિકાસને કોઈ સંબંધ ખરો ?
દાદાશ્રી : હા, ખરોને ! આધ્યાત્મિક વિકાસને માટે એકાગ્રતા જોઈએ, ને એકાગ્રતા આમાંથી ઉત્પન્ન થાય. નાદબ્રહ્મમાં બહુ સરસ એકાગ્રતા ઉત્પન્ન થાય. એકાગ્રતા ઉત્પન્ન થાય તો આધ્યાત્મ શરૂ થાય, નહિ તો આધ્યાત્મ કંઈ શરૂ થાય નહિ ને ! બાકી, આત્મા તો આથી ય બહુ છેટો છે !!
પ્રશ્નકર્તા : શબ્દબ્રહ્મ છે, આ શબ્દની અંદર જ બધાં જદી જુદી રીતે વાત કરતાં હોય છે, પણ શબ્દનો સ્ફોટ થવો જોઈએ.