________________
આપ્તવાણી-૮
૧૨૩
૧૨૪
આપ્તવાણી-૮
હવે, ખરેખર તમે ચંદુભાઈ નથી. ચંદુભાઈ તો તમારું નામ છે ને ? જો તમારું નામ ચંદુભાઈ અને તમે પોતે ચંદુભાઈ-આ બે વાતમાં તમને વિરોધાભાસ નથી લાગતો ? કે વિરોધાભાસ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે આ જગતનું જે સત્ય છે ને, એ ભગવાનને ત્યાં વિનાશી સત્ય છે. આ નામ, રૂપ, બધું ય જે સત્ય ગણાય છેને, એ બધું ય ભગવાનને ત્યાં વિનાશી છે. અને ભગવાનનું જે સત્ છે ને, સચ્ચિદાનંદએમાં જે સત્ છે ને એ સત્ અવિનાશી છે. તે અમે તમને અવિનાશી સત્ની જ પ્રાપ્તિ કરાવીએ છીએ, એટલે પછી આ સત્ય તો ઊડી જવાનું !
સત્ એટલે શું ? કે ‘પરમેનન્ટ'. પછી ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. અને ‘પરમેનન્ટ’ જ્ઞાન-દર્શન રહે તો કાયમ આનંદ જ રહે. આપને સમજ પડી ને ?! - હવે સત્ય ને મિથ્થા બેઉ સમજાયું ને તમને ? કે ના સમજાયું ? એટલે આમાં સત્યે ય છે ને મિથ્યા ય છે, બેઉ છે. આ તમે જે સત્ય માનો છો, એ મિથ્યા થઈ પડ્યું. પણ એ મિથ્યા અને ખરું સત્ એ બે જુદાં છે ને પાછાં ! આ ભરત એ જે સત્ય હતું, તે અત્યારે મિથ્યા થઈ પડ્યું.
હવે ખરું સત્ શું હોવું જોઈએ ? આ ચંદુભાઈ એ ‘રિલેટિવ કરેક્ટ' છે. અને ‘રિયલ કરેક્ટ' કોણ છે ? એ તપાસ કરવાની રહી. એ હું તમને બતાવી દઉં છું, એ જ ખરું સત્ છે; જે કાયમી સત્ છે ! તમારે સત્ સંજોગ કરવો છે ને કે નથી કરવો ? કે પછી ફરીવાર કે ક્યારેક થાય તો વાંધો નથી. હજુ કાળા વાળ છે, ઉતાવળ ના કરવી હોય તો ના કરશો ! ધોળા વાળવાળાને ચિંતા હોય ! તમારે હઉ કામ કાઢી લેવું છે ? એમ ?!
અજ્ઞાતે આવયં બ્રહ્મ ! આ બધાં શાસ્ત્રો બ્રહ્મને જાણવા માટે લખ્યાં છે. બ્રહ્મ પ્રાપ્તિ થવાને માટે જ આ બધાં શાસ્ત્રો લખેલાં છે. અને બ્રહ્મ પ્રાપ્તિ ના થઇ, તેથી તો અનંત અવતારથી ભટક ભટક કર્યા કરે છે ! જ્યાં સુધી પોતાના સ્વરૂપનું અજ્ઞાન જાય નહિ ત્યાં સુધી ઉકેલ આવે નહિ. બીજી બધી તો કલ્પનાઓ
છે. લોકોએ જે કલ્પનાઓ ચિતરી છે ને, એ કલ્પનાનો તો પાર નથી આવે એવો !!
પ્રશ્નકર્તા: તો બ્રહ્મપ્રાપ્તિનો બાધક કોણ ?
દાદાશ્રી : બાધક અજ્ઞાન છે ! મળ, વિક્ષેપ અને અજ્ઞાન, આ ત્રણ વસ્તુ બાધક છે. એટલે આપણા લોકો શું કરે છે ? કે મળ, વિલેપ કાઢ કાઢ
ર્યા કરે છે. પણ અજ્ઞાન કાઢવાનાં કોઈ જગ્યાએ પ્રયત્ન નથી થતાં. હવે અજ્ઞાન કાઢવાના પ્રયત્ન નથી થતાં, એનું શું કારણ ? કારણ કે એવાં ‘જ્ઞાની પુરુષ' હોતા નથી. કોઈક જ ફેરો હજારો વર્ષે ‘જ્ઞાની પુરુષ'નો અવતાર હોય છે ! બાકી ‘જ્ઞાની’ ના હોય. એ ‘જ્ઞાની' હોય તો અજ્ઞાન જાય અને અજ્ઞાન ગયું એટલે બધું ગયું. એટલે મોટામાં મોટું બાધક કારણ હોય તો અજ્ઞાન છે. એ અજ્ઞાન ગયું કે “કોણ છું', તેનું પોતાને ભાન થાય. એ ભાન થયા પછી એ લક્ષ જાય નહિ.
પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મપ્રાપ્તિમાં અહંકાર જ આવરણ છે, એમ કહી શકાય ને ?
દાદાશ્રી : હા, અહંકાર આવરણ છે એ ખરું પણ આવરણને અહંકાર તરીકે નથી કહેલો. બીજી બધી બહુ ચીજો ય આવરણ છે. એક અહંકાર એકલો જ નથી. પોતાનાં સ્વરૂપનું અજ્ઞાન એ જ મુખ્ય આવરણ છે. એક જ ફેરો ‘પોતે કોણ છે” એવું અમારી પાસે જાણી જાવ, પછી અજ્ઞાન ઊડી ગયું. પછી કોઈ જાતનો વાંધો નહિ.
પ્રશ્નકર્તા : બ્રહ્મપ્રાપ્તિનું ફળ શું હશે ?
દાદાશ્રી : બ્રહ્મપ્રાપ્તિનું ફળ નિરંતર પરમાનંદ સ્થિતિ ! દેહ હોય છતાં ય જનક વિદેહી જેવી સ્થિતિ હોય, બ્રહ્મમય સ્થિતિ ! સંસાર એને પછી અડે નહિ, સ્પર્શ કરે નહિ. ફૂલો ચઢાવે તો ય સ્પર્શ ના કરે અને ઢેખાળો મારે તો ય સ્પર્શ ના કરે.
ભેદ, બ્રહ્મદર્શત-આત્મદર્શકતો ! પ્રશ્નકર્તા બ્રહ્મદર્શન અને આત્મદર્શન એમાં ફેર શો ?