________________
આપ્તવાણી-૮
૧૧૧
૧૧૨
આપ્તવાણી-૮
દાદાશ્રી : ત્યારે શું સત્ય છે ? તમે સત્ય થઈને પછી બોલો. પ્રશ્નકર્તા : સત્ય તો શબ્દમાં આવે નહિ ને !
દાદાશ્રી : તો પણ તમે કોણ છો ત્યારે ? ‘ચંદુભાઈ અક્કલ વગરનાં છે” કહીએ તો તમને ખોટું લાગે છે. જો તમને અસર થાય છે, માટે તમે ચંદુભાઈ જ છો.
પ્રશ્નકર્તા : અસર થાય ત્યાં સુધી ‘હું ચંદુભાઈ છું’ એમ ?
દાદાશ્રી : હા. અને ગાળો ભાંડે તો ય અસર ના થાય, મારે તો ય અસર ના થાય, ગજવું કપાય તો ય અસર ના થાય, ત્યારે હું જાણું કે અદ્વૈતવાદના ખૂણામાં પેઠા છે. આ હજુ તો અદ્વૈતને સમજતો જ નથી.
હવે તમને દ્વૈત ને અંત સમજાવું. સમજવાની ઇચ્છા ખરીને ? પ્રશ્નકર્તા: હા, પૂરેપૂરી. દાદાશ્રી : અદ્વૈત એ આધારી છે કે નિરાધારી ? પ્રશ્નકર્તા : નિરાધારી. દાદાશ્રી : અને દૈત ? પ્રશ્નકર્તા : અદ્વૈતમાં બેઠાં પછી દ્વત છે જ ક્યાં ?!
દાદાશ્રી : હવે આવું ઊંધું શીખવાડે છે કે “વૈત છે જ ક્યાં !” અને સંસારી વાત આવે, કોઈક જરા ગજવું કાપી જાય તે ઘડીએ બૂમાબૂમ કરી મૂકે ! અલ્યા, હવે આ દ્વૈત બધું આવ્યું ક્યાંથી ? પાછો કહેશે કે, ‘પોલીસવાળાને બોલાવો, આ ચોર છે, આણે જ મારું ગજવું કાપ્યું.” અલ્યા, હમણે કહું છું કે ‘વૈત છે જ ક્યાં ?” તો આ દ્વૈત ક્યાંથી આવ્યું ? તમને ય નર્યું àત છે. આમાં હું તમને વગોવતો નથી, પણ જો સાચું સમજવું હોય તો અદ્વૈત આવું નથી. અને ત્યાં સુધી સાચું સુખ, જે પોતાના આત્માનું સુખ છે એ કેમ કરીને ઘડીવારે ય પામે ?! આપની સમજમાં આવે છે ને ?
અદ્વૈત એ નિરાધારી વસ્તુ નથી. દ્વતનાં આધારે અદ્વૈત છે. શેના
આધારે છે, એટલું તમને સમજાય ?
પ્રશ્નકર્તા દ્વૈતની અપેક્ષાએ અદ્વૈત છે.
દાદાશ્રી : હા. દ્વતના આધારે એ અદ્વૈત છે. અને અપેક્ષાએ જે વસ્તુ છે એ બધી સાપેક્ષ કહેવાય. અને સાપેક્ષ કોઈ દહાડો ય નિરપેક્ષ ન બની શકે. એટલે આ અદ્વૈતનો અર્થ લોકોએ નિરપેક્ષ કર્યો છે ! વાતને જો સમજેને તો ઊકેલ આવે !!
પ્રશ્નકર્તા : પણ અમે તો નિરપેક્ષમાં જ માનીએ છીએ.
દાદાશ્રી : નિરપેક્ષ જ માનવું જોઇએ. પણ નિરપેક્ષને સમજવું તો જોઈએ ને ?
પ્રશ્નકર્તા અમે અદ્વૈતનો અર્થ નિરપેક્ષ જેવો કરીએ છીએ.
દાદાશ્રી : હા. એ તો બધું તમારી મેળે કર્યું ! એ તો એનો અર્થ તમારી મનસૂફી ઉપર આધાર રાખે છે. પણ કાયદેસર ‘એક્સેટ' થાય નહિ ને ! મનસૂફી પર આપણે અર્થ કરવો હોય, નિરપેક્ષ, તો થઈ શકે. પણ કાયદેસર ગણાય નહિ ને ! કાયદેસર તો હું કહ્યું કે, “અદ્વૈત એ આધારી છે કે નિરાધારી ? ત્યારે કહે, ‘આધારી છે.’ તો શેના આધારે છે ? ત્યારે કહે, ‘તના આધારે.’ દ્વતની અપેક્ષાએ અદ્વૈત છે અને અદ્વૈત એ સાપેક્ષ છે. એને આ લોકો નિરપેક્ષ કહે છે ! તમને, તમારો આત્મા કબૂલ કરે છે ને આ વાત ? હું જે કહું છું એ વાત તમારો આત્મા કબૂલ કરવો જ જોઈએ. કારણ કે હું આ ‘કરેક્ટ’ વાત કહું છું. હું પક્ષાપક્ષીથી બહાર નીકળેલો માણસ છું. પક્ષમાં પડેલા માણસનું કોઈ દહાડો ય સત્ય હોય નહિ. પક્ષાપક્ષીથી બહાર નીકળેલા હોવા જોઈએ, ત્યાં વાત સાંભળવી.
તમને અદ્વૈત એ સાપેક્ષ છે એવું સમજાયું ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તમે જે અદ્વૈતને નિરપેક્ષ માનતા હતા, એ તો સાપેક્ષ નીકળ્યું. એટલે આમાં અત્યાર સુધી તમારી કઈ ભૂલ થઈ છે, એ સમજાયું ?