________________
આપ્તવાણી-૮
નથી. માટે ‘ગો ટુ જ્ઞાની.' પુસ્તકમાં આત્મા ઉતારી શકાય એવો નથી. આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે, એટલે પછી પુસ્તકમાં ઉતરી શકે એવું છે નહિ. એટલે એ ‘જ્ઞાની પુરુષ’નું કામ છે. જેને આત્મા પ્રગટ થયેલો હોય તે એકલાં જ આત્મા બતાવી શકે. વર્લ્ડમાં બીજા કોઇનું ય
કામ નથી.
૧૦૯
પ્રશ્નકર્તા ઃ બતાવી ન શકે, પણ અભ્યાસ કરાવી શકે ને ?
દાદાશ્રી : ફક્ત ‘ડિરેક્શન' આપે, અંગુલિનિર્દેશ કરી શકે. એટલે આભાસ જેવું થઈ શકે. પણ મૂળ વસ્તુનો સાક્ષાત્કાર ના કરાવે.
પ્રશ્નકર્તા : પણ પોતાનો આત્મા પોતે સાક્ષાત્ કરી શકે ને ?
દાદાશ્રી : ના, એવું નહિ. ‘જ્ઞાની પુરુષ’ સિવાય સાક્ષાત્ થાય નહિ, કોઈને ય થયેલું નહિ. જે છૂટેલો હોય તે જ છોડાવી શકે. આ જંજાળમાં એ જ બંધાયેલો હોય, તો આપણને છોડાવે શી રીતે ? એટલે તરણતારણ પુરુષ જોઈએ. પોતે તર્યા હોય અને અનેકોને તારવાને સમર્થ હોય, ત્યાં આપણો ઊકેલ આવે.
પ્રશ્નકર્તા : તો શ્રુતવાણી અભ્યાસથી આત્મજ્ઞાન થાય ?
દાદાશ્રી : શ્રુતવાણી એ બધું ‘હેલ્સિંગ’ કરનારી વસ્તુ છે. શ્રુતવાણીથી ચિત્તની મજબૂતી થાય છે, દહાડે દહાડે ચિત્ત નિર્મળ થતું જાય છે. અને ચિત્ત નિર્મળ હોય અને ‘જ્ઞાની પુરુષ’ મળી જાય, તો એ જ્ઞાન
જલદી વધારે સારી રીતે પકડી શકે !
પ્રશ્નકર્તા : જ્ઞાન ગુરુથી મળે, પણ જે ગુરુએ પોતે આત્મસાક્ષાત્કાર કર્યો હોય તેના હસ્તક જ જ્ઞાન મળે ને ?
દાદાશ્રી : એ ‘જ્ઞાની પુરુષ’ હોવાં જોઈએ અને પાછું એકલો આત્મ સાક્ષાત્કાર કરાવ્ય કશું વળે એવું નથી. ‘જ્ઞાની પુરુષ’ તો ‘આ જગત કેવી
રીતે ચાલે છે ? પોતે કોણ છે ? આ કોણ છે ?’ એવાં બધા ફોડ આપે ત્યારે કામ પૂરું થાય એવું છે.
બાકી, પુસ્તકોની પાછળ પડ પડ કરીએ, પણ પુસ્તકો તો ‘હેલ્પર’
આપ્તવાણી-૮
છે. એ મુખ્ય વસ્તુ નથી. એ સાધારણ કારણો છે, એ અસાધારણ કારણો નથી. અસાધારણ કારણ કયું છે ? ‘જ્ઞાની પુરુષ !'
દાદરો એક તે પગથિયાં અનેક !!!
૧૧૦
પ્રશ્નકર્તા : જૈનદર્શન, વેદાંત, અદ્વૈતવાદ, સોહમ્, અહમ્ બ્રહ્માસ્મિ, એકોહમ્ બહુસ્યામ, સર્વ ઈદમ્ બ્રહ્મ, એ બધું એક જ છે ?
દાદાશ્રી : જેમ દાદરો, સોપાન એક જ છે તેમ આ બધાં એક જ છે. પણ સ્ટેપિંગ તરીકે જુદું જુદું ગણાય.
ન દ્વૈત ! ત અદ્વૈત !! આત્મા દ્વૈતાદ્વૈત !!! પ્રશ્નકર્તા : અદ્વૈત અને દ્વૈત સમજવું છે, આપ સમજાવો. દાદાશ્રી : અદ્વૈત એટલે તમે શું માની બેઠા છો, એ મને કહો. પ્રશ્નકર્તા : આ ‘હું જ એક સત્ય છું, મારા સિવાય બીજું કોઈ સત્ય નથી. હું જે છું તે જ સત્ય છે, બીજું જે પણ કંઈ એમાં પ્રતિભાસ થાય છે તે સત્ય નથી', એને અદ્વૈત કહું છું.
દાદાશ્રી : તો પછી હવે સત્ય ખોળવાનું જ રહ્યું ક્યાં ? જો ‘હું જ સત્ય છું' તો પછી સત્ય ખોળવાનું રહ્યું જ નહિ. તો પછી પુસ્તક શા હારું વાંચો છો ? તમારો સિદ્ધાંત આ જ કહે છે ને, હું જ સત્ય છું ?
પ્રશ્નકર્તા : સિદ્ધાંતની નિષ્ઠા માટે, સિદ્ધાંત દ્રઢ થાય એ માટે પુસ્તક વાંચવાનું છે ને ?
દાદાશ્રી : પણ આ સિદ્ધાંત તો બરોબર ના કહેવાય. શું નામ
તમારું ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ.
દાદાશ્રી : તો ચંદુભાઈ એ સત્ય છે ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ એ નામ છે, ને નામ એ સત્ય નથી.