________________
આપ્તવાણી-૮
૧૦૫
૧૦૬
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા ઃ તો ગીતામાં ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ બે વર્ણવ્યા છે, તે અક્ષર પુરુષ એટલે નિર્વિકલ્પ પુરુષ ?
દાદાશ્રી : ક્ષર તો આ દેહ જ છે અને અક્ષર વિકલ્પી છે. અને ક્ષરઅક્ષરથી પર એ નિર્વિકલ્પ.
વિકલ્પો ચૂકાવે છેલ્લી તક ! બાકી હું તો આત્મા જાણું. તમે કહો કે મને આત્મા આપી દો, તો હું આત્મા આપી દઉં.
પ્રશ્નકર્તા : પણ મારે તો વ્યવહારમાં રહેવું છે.
દાદાશ્રી : તો વ્યવહારમાં રહીને, પણ વ્યવહાર તો આદર્શ વ્યવહાર હોવો જોઈએ. આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય ? પોતાના ઘરનો વ્યવહાર પુરો આદર્શ હોય તો જ આત્મા પ્રાપ્ત થાય. નહીં તો આત્મા પ્રાપ્તિની આ જે વાતો કરે છે ને, એવી ગુફાની વસ્તુ નથી આ ! આત્મા એ ગુફાની વસ્તુ નથી. ગુફા એ “ઓન ટ્રાયલ’ વસ્તુ છે. બાકી તો પોતાનો વ્યવહાર સુંદર હોય, આદર્શ હોય, ત્યાં ક્રોધ-માન-માયા-લોભ હોય નહીં, પાડોશી જોડે સંબંધ સારા હોય, ઘરમાં ‘વાઈફ” જોડે સંબંધ સારા હોય.
પ્રશ્નકર્તા : પણ આત્માને શોધવાનો ના હોય, એ તો સ્વયં દર્શન થઈ જાય ને ?
દાદાશ્રી : એવું છે ને, કે આ લોકોએ જ્યાં રસ્તો તૂટી ગયો ત્યાં બધું ‘ઓર્નામેન્ટલ’ રસ્તા કર્યા. મૂળ રસ્તો, જ્યારે બાર બાર દુકાળ પડ્યા હતા, ત્યારે આ રસ્તો તૂટી ગયો હતો આખો ય, ત્યારે ‘ઓર્નામેન્ટલ’ રસ્તા કર્યા. ત્યાં એવું કહેવામાં આવ્યું કે ‘સત્ય પોતાની મેળે જ શોધન થઈ શકે છે !” લ્યો ! બીજું બધું કોલેજમાં જાય તો થાય છે અને આ સત્ય તો ઘરે જ શોધન થઈ શકે છે !!
બાકી વિકલ્પી કોઈ દહાડો ય નિર્વિકલ્પી થઈ શકે જ નહીં. વિકલ્પી બીજ ક્યારે ય પણ નિર્વિકલ્પી થઇ શકતો નથી અને ખોટાં ફાંફા મારે. છે. નિમિત્તની જરૂર છે. વિકલ્પી અને નિર્વિકલ્પી, બંને દ્રષ્ટિફેર છે. જ્યારે
નિર્વિકલ્પીની દ્રષ્ટિ જો થાય એને, કરી આપે કોઈ, તો પછી એ નિર્વિકલ્પ થાય. ‘દ્રષ્ટિ' જ ચેન્જ કરવાની જરૂર છે. આમાં અભ્યાસથી નથી થાય એવું. અભ્યાસથી થતું હોત તો તો અભ્યાસ કરી નાખે. પણ દ્રષ્ટિ જ ચેન્જ છે આખી ય.
એટલે જ્યારે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે નિર્વિકલ્પ થાય. નિર્વિકલ્પ થાય ત્યારે અહંકાર ને મમતા જતાં રહે, બસ ! અહંકાર ને મમતા જતાં રહ્યા એ છે તે વ્યતિરેક ગુણો ગયા બધા. મમતા એ લોભ ને કપટ છે, અહંકાર ક્રોધ ને માન છે. આ ચાર ગુણો આ રીતે ઉત્પન્ન થયા હતા, તે ‘જ્ઞાની પુરુષ' બે વસ્તુને જુદી પાડી આપે; ‘ડીવીઝન’ કરી આપે, ‘લાઈન
ઓફ ડીમાર્કેશન’ નાખી આપે આત્મા અને અનાત્મામાં, એટલે છૂટા પડી જાય. બાકી છે જ છૂટું ! છૂટું જ છે !!
અબુધ થયે, અભેદ થવાય ! પ્રશ્નકર્તા : પણ વેદ તો અભેદનું નિરૂપણ કરે છે ને ?
દાદાશ્રી : હા. પણ અભેદનું નિરૂપણ તો દરેકે કર્યું જ છે ને ! પણ અભેદ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. જ્યાં સુધી વેદ ઓગાળીને પી ના જાય ત્યાં સુધી અભેદ થાય નહિ. કારણ કે બુદ્ધિ જાય નહીં ત્યાં સુધી અભેદ થાય નહીં. બુદ્ધિ ભેદ કરે છે. ભેદ કોણ કરે છે ? જે બુદ્ધિવાળા છે ને, એ જ ભેદ પાડે છે.
હવે આ તમારા આખા ગામને અબુધ બનાવવું હોય તો કેટલો વખત લાગે ? બુદ્ધિ જ ના હોય એવો માણસ બનાવવો હોય તો કેટલો વખત લાગે ? તરત થઈ જાય ?
પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : તો ત્યાં સુધી અભેદ થાય નહિ. જ્યારે બુદ્ધિ જાય ત્યારે અભેદ થાય. બુદ્ધિ ભેદ પાડે છે, “આ મારું ને આ તમારું' બુદ્ધિ જ માણસને ‘ઈમોશનલ કરે છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ ‘ઇમોશનલ’ કરે છે કે હૃદય ‘ઈમોશનલ’ કરે છે?