________________
૧૦૪
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૧૦૩ નિરંતર આત્મામય, ચોવીસે ય કલાક, સંપૂર્ણ જાગૃતિ ! આ તો જગત આખું ઊઘાડી આંખે ઊંધે છે. ફક્ત તત્ત્વ વિચારકો જ આમાં બાદ કરીએ છીએ, બીજું આખું જગત ઊઘાડી આંખે ઊંધી રહ્યું છે.
તત્ત્વ છે. એટલે નિર્વિકલ્પી સત્ય તો આ છ વસ્તુઓ છે આ જગતમાં. છ જ વસ્તુ નિર્વિકલ્પી સત્ય છે, જેમાં કોઈ “ચેન્જ થતો નથી, જે સ્વાભાવિક છે.
શબ્દ પણ અતિત્ય !
સાધન પણ સમાયા વિકલ્પમાં !
પ્રશ્નકર્તા: હવે શબ્દ એ નિત્ય છે અને કેટલાંક કહે છે કે શબ્દ અનિત્ય છે, તો આમાં હવે સાચું કર્યું?
દાદાશ્રી : શબ્દ અનિત્ય છે. પ્રશ્નકર્તા : કેટલાંક એવું કહે છે કે શબ્દ નિત્ય છે.
દાદાશ્રી : ગમે એટલાં કહેતાં હોય, પણ હું આ તમને કાયમને માટે સત્ય એટલું કહી દઉં. પછી અમારે એ કહેતા હોય તો વાંધો નથી, દુરાગ્રહ નથી કોઈ જાતનો.
આ દુનિયામાં જે સત્ય છે ને, તે ય સત્ય નથી, તે ય અસત્ય છે. સત્ હંમેશાં અવિનાશી હોય અને સ્વાભાવિક હોય. અને આ શબ્દ સ્વાભાવિક નથી. શબ્દ તો વસ્તુમાં અથડામણ થાય તો જ થાય. એટલે શબ્દ એ તો સંયોગ છે, બે-ત્રણ વસ્તુના સંયોગથી થાય છે માટે એ સ્વભાવિક વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : શબ્દ અનિત્ય છે એ વાત તો બરોબર છે. હવે વેદ એ શબ્દોથી બનેલો છે છતાં વેદ છે એ નિત્ય મનાય છે.
દાદાશ્રી : એ માનેલી વાતમાં કશું નહીં. નિત્ય કોનું નામ કહેવાય ? કે જે અવિનાશી હોય કાયમને માટે અને તે પોતે વસ્તુ સ્વરૂપ હોય. જેમાં કંઈ “ચેન્જ' ના થતો હોય, એક જ સ્વભાવનું હોય, સ્વભાવ બદલાય નહીં. આત્મા એ અવિનાશી છે. આ આકાશ તત્ત્વ અવિનાશી છે. પુદ્ગલ, આ પરમાણુઓ જે તત્ત્વ છે, જે અણુનો નાનામાં નાનો ભાગ, અવિભાજ્ય ભાગ પરમાણુ, તે અવિનાશી તત્ત્વ છે. ગતિ સહાયક તત્ત્વ, ગતિ કરાવડાવે છે આ બધાને તે અવિનાશી છે. અને સ્થિતિ કરાવડાવે છે, તે સ્થિતિ સહાયક તત્ત્વ તે અવિનાશી છે. અને કાળ પણ અવિનાશી
પ્રશ્નકર્તા : આ વેદ ‘ટેકનોલોજી' જે છે એ “એપ્રોચ' બતાડે છે, એ તો સત્ય છે ?
દાદાશ્રી : એ આપણને ‘હેલ્ડિંગ’ થાય, ઊંધા ગયા છે માટે એ જગ્યાએ આવવા માટે “હેલ્ડિંગ’ છે. ઊંધા ના ગયા હોત તો ‘ધિંગ’ નહોતું.
આ જે વેદ છે ને, એ ભલે ગમે એમ લોકો નામ દેતાં હોય, પણ મૂળ ઋષભદેવ ભગવાનનાં જ મુખનું છે આ !
પ્રશ્નકર્તા: એ વાત બરોબર છે. હવે આ ૐ કાર જે છે, એની અંદર સત્ય શું રહેલું છે ?
દાદાશ્રી : ૐ કારમાં બહુ સત્ય રહેલું છે. પણ તે ય કયું સત્ય છે ? વિકલ્પી સત્ય છે. છતાં એ વિકલ્પી સત્ય નિર્વિકલ્પ ભણી લઈ જાય એવું છે. એ રસ્તો છે, એ રોડ-વે છે !
પ્રશ્નકર્તા ઃ હવે સાધ્ય પૂર્ણ છે, બ્રહ્મ પૂર્ણ છે. સાધન વિકલ્પી છે, એ પણ દેશકાળને અનુસરીને પૂર્ણભાવ ધારણ કરે કે નહીં ?
દાદાશ્રી : બીજા સંજોગો ભેગા થાય તો થાય. પણ છેવટે એક સંજોગ નિર્વિકલ્પી ગુરુનો હોવો જોઈએ, પણ તે “જ્ઞાની પુરુષ' હોવાં જોઈએ, જેને વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની બાકી ના હોય. આ વર્લ્ડમાં એમને કોઈ એવી ચીજ નથી કે જે જાણવાની બાકી હોય !
પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ પુરુષ કેવો હોય ?
દાદાશ્રી : નિર્વિકલ્પ પુરુષમાં બુદ્ધિનો છાંટો ય ના હોય. બુદ્ધિનો એક છાંટો ના હોય, તેથી એનું નામ નિર્વિકલ્પ પુરુષ !