________________
આપ્તવાણી-૮
૯૮
આપ્તવાણી-૮
....એમાં સહેલી રીત કઈ ? આમાં વસ્તુ બે જ છે, આત્મા અને પુદ્ગલ. જેણે આત્મા જાણ્યો હોય તે પુદ્ગલને સમજી ગયો અને પુદ્ગલને જાણે એટલે આત્માને સમજી ગયો. પણ પુદ્ગલ સમજી જાય એવી વસ્તુ બની શકે એમ નથી, એ બહુ સહેલી વસ્તુ નથી. આત્મા જાણવો એ “જ્ઞાની પુરુષ'ના આધારે જાણી શકાય.
- વેદાંતીઓએ પુદ્ગલ જાણવાનો પ્રયત્ન કર્યો છે, પુદ્ગલ જાણવા માટે ચાર વેદ લખ્યા. કારણ કે પુદ્ગલ જાણીને પછી આત્મા જાણી શકે છે. પણ એમાંથી પછી થાકી ગયા. એટલે ચાર વેદે કહ્યું કે “ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ.’ એટલે વેદાંત પુદ્ગલથી એ તપાસ કરવા ગયા છે; જ્યારે કેવળજ્ઞાનીઓ આમથી તપાસ કરતા કરતા આવ્યા કે ‘ખરેખર આપણે કોણ છીએ' એ તપાસ કરો અને પછી બીજું બાકીનું બધું ય પુદ્ગલ !
એટલે પુદ્ગલ એકલું નથી સમજાય એવું, એ તો બહુ ઊંડી વસ્તુ છે. એ તો ‘જ્ઞાની પુરુષ' વગર બીજું કોઈ સમજી ના શકે. એનો અર્થ એટલો બધો ઊંડો છે અને એ પુદ્ગલની કરામત ઓર જાતની છે, એ વાત જ જુદી છે ! આખું જગત જ મૂંઝાયું છે. જુઓને, “એક પુદ્ગલે” જ આખા જગતને મુંઝવી માર્યું છે ! વઢવાડ નથી ગમતી છતાં કરવી પડે છે !!
સંપૂર્ણ પુલને જાણે તે ચેતનને જાણે અથવા તો સંપૂર્ણ ચેતનને જાણે તો પુદ્ગલને જાણે. જેમ ઘઉંને જાણે તો કાંકરા ઓળખાઈ જાય અને કાંકરાને જાણે તો ઘઉં ઓળખાઇ જાય એવું.
પ્રશ્નકર્તા : એટલે બેમાંથી ગમે તે રસ્તે જવાય ?
દાદાશ્રી : હા. ગમે તે રસ્તેથી ય પહોંચાય. કોઇપણ રસ્તો પ્રિય કરીને કરે તો ય કામ ચાલે ! એટલે હું કહું છું ને આ લોકોને, કારણ કે કેટલાંક લોકો આવે છે તે કહે છે કે, “સાહેબ, હું તો અજ્ઞાનમાં જ છું.’ અલ્યા, અજ્ઞાનમાં ય ક્યાં છે ? સંપૂર્ણ અજ્ઞાન થાય તો ય જ્ઞાન ખબર
પડી જાય. આ તો સંપૂર્ણ અજ્ઞાને ય નથી થયું. આ તો અર્ધદગ્ધ છે. એટલે શું ? કે એક લાકડાનો અરધો ભાગ કોલસો હોય અને અરધો ભાગ લાકડું હોય, એને આપણા લોકો શું કહે ?
પ્રશ્નકર્તા : અર્ધદગ્ધ.
દાદાશ્રી : હા. એટલે પેલાં લાકડાના વેપારીને કહીએ કે, ‘ભઈ, આ લઇ લે ને.' ત્યારે કહે, ‘ના. એ અમારે શું કરવું છે ?” અને કોલસાના વેપારીને કહીએ ત્યારે કહે, ‘અમારે લાકડાને શું કરવું છે ?’ એટલે એને કોઈ લે નહિ ! આનો કોઈ ઘરાક જ નહીં !! લાકડાવાળો ય ના લે અને કોલસાવાળો ય ના લે ! એવું આ જગત અર્ધદગ્ધ રીતે ચાલે છે બધું !
સંપૂર્ણ અજ્ઞાત જાણે, તો ય આત્મા જડે ! અને આખો દહાડો ચિંતામાં જ વખત કાઢે છે. અને ‘જ્ઞાન’ તો ત્યાં અભરાઈ પર ! અરે ! અજ્ઞાન હોય તો ય સારું. આ હિન્દુસ્તાનમાં એક માણસ એવો મને ખોળી લાવો કે જેને અજ્ઞાન થયેલું છે. અજ્ઞાન થયું હોત તો ય હું એને કહેત કે ‘ભઈ, આ કિનારો ઓળખી ગયો માટે પેલા કિનારાને સમજી જશો.’ પણ પેલો કિનારો ય સમજયો નથી. જે કિનારે ઊભો રહ્યો છે ત્યાં ય એને ભાન નથી કે કયે કિનારે છે. એટલે અજ્ઞાની ય નથી થયો. કાં તો ઘઉંને ઓળખે કે કાં તો કાંકરાને ઓળખે, તો બેઉ ઓળખી જશે.
એટલે પેલા ચાર વેદે કહ્યું ને, કે ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ન ઇતિ, ન ઇતિ. પણ તે અજ્ઞાને ય પૂરું કર્યું નહીં. જો પૂરું કર્યું હોત ને, ‘ન ઇતિ’ બોલવાનો વખત ના રાખ્યો હોત, તો પેલું જ્ઞાન આવીને ઊભું રહેત. પણ ત્યાંથી પછી થાકી ગયા, આ ‘ન ઈતિ ન ઈતિ’ કહીને ! વદ તો જ્ઞાન અને અજ્ઞાનનું વિવરણ કરે છે. પણ અજ્ઞાન જો પૂરું થવા દીધું હોત તો આત્મા ત્યાં હાજર થઈ જાત. પણ એ પૂરું થવા દીધું નહીં.
જેમ છે તેમ' જગત.... બધી વાતચીત કરો, ખુલ્લા દિલથી ! આ જગત ‘જેમ છે તેમ'