________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
અભિવ્યક્તિ જગતમાં બધે દેખાય છે, તે ‘નિશ્ચેતન ચેતન’ એમ માને છે કે “ચેતન’ને અમે સમજી શકીશું. પકડી શકીશું, બુદ્ધિના ક્ષેત્રમાં લાવી શકીશું. આ એમનો દાવો કેટલે અંશે સાચો પડે ?
દાદાશ્રી : એમની પાસે આના સિવાય બીજું સાધન શું છે ? આની મહીં ‘નિચેતન ચેતન” ભલે હોય પણ મહીં ‘ઇગોઇઝમ’ છે. એ ઇગોઇઝમ” કામ કરી રહ્યો છે. અને ‘ઇગોઇઝમ' છે તો એ જરૂર પામશે, નહિ તો એકલાં ‘નિચેતન ચેતન'થી ‘ચેતન' ના પમાય.
વસ્તુત્વે ‘હું છે ? જગતમાં અસ્તિવનું ભાન જીવમાત્રને છે કે ‘હું છું.’ પણ વસ્તુત્વનું ભાન નથી કે ‘હું શું છું?” તેથી આ જગતમાં ભ્રાંતિ ચાલી રહી છે. જ્યારે ‘હું શું છું ?” એવું ભાન થાય ત્યારે વસ્તુત્વનું ભાન થયું કહેવાય. અને વસ્તુત્વનું ભાન થાય ત્યારે પૂર્ણત્વ પછી એને મેળ જ થયા કરે. વસ્તુત્વનું ભાન ભેદવિજ્ઞાનથી થાય. જડ અને ચેતનનો ભેદ પાડવામાં આવે ત્યારે પોતાને વસ્તુત્વનું ભાન થાય.
અને આ જગતમાં કોઈને ય નાસ્તિક ના કહેવાય. નાસ્તિક તે કહેવાતું હશે ? નાસ્તિક કોને કહેવાય ? આ જગતમાં કોઈ નાસ્તિક જન્મ્યો નથી ને ‘હું નાસ્તિક છું” બોલે છે એ એનો વિકલ્પ છે. બાકી, નાસ્તિક કોઈ જભ્યો જ નથી. નાસ્તિકનો અર્થ શું ? કે જેનું અસ્તિત્વ નથી. તેનું નામ નાસ્તિક. તો તું અસ્તિત્વનો પુરાવો તો છે જ ! ‘હું નાસ્તિક છું” એવું બોલે છે, એ ‘ઇટસેલ્ફ' જ અસ્તિત્વનો પુરાવો તો છે જ ! આ બોલે છે તે જ અસ્તિત્વ કહેવાય. અને નાસ્તિક શબ્દ તો વિકલ્પ છે. વિકલ્પ એટલે એક જાતનો અહંકાર છે કે ‘હું નાસ્તિક છું અને આ આસ્તિક છે !'
પ્રશ્નકર્તા : અત્યારે એવું છે ને, પોતે અસ્તિત્વની સ્થાપના નથી કરી શકતો, પોતે છે એવું ‘એક્ઝીસ્ટન્સ’ ‘ફીલ’ પણ નથી કરી શકતો, ત્યાં સુધી પોતાનું અસ્તિત્વ છે પણ એની પોતે પ્રતીતિ કરી શકતો નથી ને ?
દાદાશ્રી : ના. ‘હું છું” એ થતું ના હોય એવો માણસ જ ના હોય ને ! ‘હું છું’ એ બધાને હોય જ. ‘હું છું’ એ શબ્દ જ પોતે અસ્તિત્વ જાહેર કરે છે.
એવું છે ને, જીવમાત્રને પોતાનું અસ્તિત્વ છે અને એ અસ્તિત્વનું એને ભાન છે. એટલે ‘હું છું” એવું કંઈક ભાન એને છે અને એ ભાન એનું ક્યારે ય જતું નથી. રાતે ઊંઘમાં ય ‘હું જ છું’ એ ભાન હોય છે. એટલે અસ્તિત્વનું ભાન હોય છે જ. હવે એને વસ્તુત્વનું ભાન થતું નથી કે “હું કોણ છું ?” એ જ્ઞાન જો ‘જ્ઞાની પુરુષ' કરાવે અને એ પ્રગટ થઈ ગયું પછી એડવાન્સ’ થઈ જાય !
આપણે શું કહીએ છીએ કે જીવમાત્રને અસ્તિત્વનું ભાન તો છે જ, પણ વસ્તુત્વનું ભાન નથી. વસ્તુત્વનું ભાન થાય કે ‘પોતે કોણ છે? તો પછી પૂર્ણત્વ થયા કરે. અને પૂર્ણત્વ એ દશા નિરાલંબ છે, એ એની મેળે સહજ સ્વભાવે થયા કરે. બીજ થયા, પછી ત્રીજ થાય, ચોથ થાય, એની મેળે થયા કરે ને ?! આપણે આડા ના થઈએ તો પછી વાંધો ના આવે. એ છોડવો આમ ઊખેડી નાખીએ તો પાછો વાંધો આવે. વખતે ઊખડી જાય તો ચોંટાડતાં આવડવું જોઈએ !
બધી જાતના ખુલાસા થઈ જાય ને તો આત્મા તેવો જ રહે. જેટલાં પ્રકારનાં મનુષ્યો છે અગર તો જેટલાં પ્રકારના જીવો છે, એ બધા પ્રકારના આત્મા છે. પણ દરઅસલ આત્મા આમાં એકેય હોય. આ બધા ‘મિકેનિકલ આત્મા’ છે. એ વાત આપને સમજાય છે ને ?!
આત્મજ્ઞાત જાણવાનું ? કે પછી.... પ્રશ્નકર્તા: આત્મજ્ઞાન જાણે છે, એ પૌગલિક જ્ઞાન પણ જાણે એવું કહી શકાય ને ?
દાદાશ્રી : ખરી રીતે આત્મજ્ઞાન એ જાણવાનું નથી, પોતે પોતાનાં સ્વરૂપનું ભાન થવાનું છે. પોતાને જે બેભાનપણું છે, પોતાના સ્વરૂપનું ભાન નથી. તે ભાન કરવાનું છે. એ તો શબ્દથી બોલાય કે જાણવાનું છે, બાકી પોતે પોતાનું ભાન થવાનું છે. એટલે ‘આત્મજ્ઞાન’ તો આપણા શાસ્ત્રજ્ઞાનીઓ બધાં ય જાણે છે, પણ ભાન થતું નથી. એ બધું જાણે છે, તમારા શાસ્ત્રો મોઢે છે, કે “આત્મા આવો હોય, આવો જ હોય' એવું બધું ય જાણે છે, પણ પોતાને ‘પોતાનું ભાન થતું નથી.