________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
પાડવામાં આવે છે. નામ પાડે, તે નામને પછી ભત્રીજો, કાકો, મામો કહેવામાં આવે છે અને આમ બધા ભયંકર અજ્ઞાનતાના સંસ્કાર આપવામાં આવે છે.
સંસાર એટલે અજ્ઞાનતામાં જ ઘાલ ઘાલ કરવો. એટલે ગયા અવતારનો જ્ઞાની હોય ને, તેને ય આ અવતારમાં અજ્ઞાનતાના પાછા એને પડઘા પડે. પણ ઉદય આવેને, તે ફરી પાછો જાગૃતિમાં આવી જાય. પણ આ સંસારનો ક્રમ જ એવો છે કે “રોંગ બિલિફ’ લોકો એને ‘ફીટ' કરી આપે.
અને શાદી ના કરી હોય ત્યાં સુધી આપણે કહીએ કે, ‘તમે કોઈના ધણી થાવ છો ?” ત્યારે કહે, “ના. હું પૈણ્યો જ નથી.” અને પછી પણ ત્યારે પાછો ધણી થઈ બેસે. જ્યારે બઈ મરી જાય ત્યારે રડે ય ખરો પાછો ! એટલે આવું આ જગત છે. આ સંસારની અવસ્થાઓ બધી ‘ટેમ્પરરી” છે, અને પોતે પરમેનન્ટ છે ! પણ એનું ભાન નથી.
આ તો માને છે કે ‘હું પાપી છું’ એ પણ ‘મિકેનિકલ આત્મા’ છે, ચંચળ વિભાગનો. જે આ સંસાર ચલાવે છે. સંસારમાં જ રચ્યો પચ્યો રહે છે. એવો આત્મા એ બધું ‘મિકેનિકલ આત્મા’ છે. એને પોતાને ના ચલાવવું હોય તો ય મશીનરી’ ચાલુ રહે. અને મૂળ અસલ આત્મા એ અચળ છે; સહેજે ય ચંચળ નહિ. એ આત્મા નહિ જાણવાથી તો કહ્યું કે ભઈ, આત્મજ્ઞાન જાણો. મોટા મોટા સંત પુરુષો ય એવું બોલે કે, “આત્મજ્ઞાન જાણો.’ ‘તમે સંતપુરુષ થયા તો ય તમે નથી જાણતા ?” ત્યારે કહે, “ના. એ આત્મજ્ઞાન જ જાણવા જેવું છે !' એટલે આત્મજ્ઞાન જાણવું એ તો ‘જ્ઞાની પુરુષ'નું કામ, બીજા કોઈનું ય કામ જ નહિ. કોઈ ફેરો કોઈએ આત્મજ્ઞાન જાણેલું જ નહિ. બધા જે કહે છે ને એ ‘મિકેનિકલ આત્મા’ની જ વાતમાં સમજ્યા છે. આત્મા જાણ્યા પછી તો એની દશા ઓર હોય !
આખું ‘વર્લ્ડ’ આત્માનો એક અંશ પણ ચાખી શકે નહિ એવો આત્મા છે, અચળ આત્મા છે અને તે જ ખુદ પરમાત્મા છે !
આ તો “આત્મા’ શબ્દ બોલીને લોક ઝાલી પડ્યા છે કે, “આત્મા છું, હું શુદ્ધાત્મા છું.” અલ્યા, ન હોય તું શુદ્ધાત્મા. બીજાનામાં તમને
શુદ્ધાત્મા દેખાય છે? ત્યારે કોઈ કશું નુકસાન કરે તો કેમ ચીઢાવ છો ? એટલે આ બધું ‘મિકેનિકલ આત્મા” જ છે. આ જે જગત આખાએ અત્યારે શોધખોળ કરી છે ને તે જ ‘મિકેનિકલ આત્મા” છે. અથવા તો જેની શોધખોળ કરી રહ્યા છે તે આત્મા જ્યારે જડશે, ત્યારે એ ‘મિકેનિકલ આત્મા જડ્યો હશે !
એટલે મૂળ શુદ્ધાત્મા સિવાય બીજો બધો સચર ભાગ છે, ‘મિકેનિકલ’ છે. અને શુદ્ધાત્મા એ અચળ ભાગ છે. શુદ્ધાત્મા જ્ઞાયક સ્વભાવનો છે અને આ સચર એટલે ‘મિકેનિકલ’ થવાનું, ક્રિયાકારી થવાનું. એટલે આ બંનેવ જુદી વસ્તુઓ છે. જુદી રીતે ચાલે છે, જુદાપણાનો અનુભવ વર્તે એવું છે, પણ માત્ર એનું ભાન નથી, એ ભાન લાવવા માટે તો અમે “જ્ઞાન” આપીએ છીએ.
મિશ્ર ચેતત', પછી “મિકેનિકલ’ થયું ! પ્રશ્નકર્તા: એક જગ્યાએ આપે ‘મિશ્ર ચેતન’ શબ્દ કહ્યો છે, તો એ ‘મિશ્ર ચેતન’ અને આ ‘મિકેનિકલ ચેતન’, એ બેમાં શું ફરક છે ?
દાદાશ્રી : બધું એક જ છે. પણ મિશ્ર ચેતન તો શરૂઆતમાં કહેવાય, ત્યારે ‘મિકેનિકલ’ ના હોય. પણ જ્યારે ‘ડિસ્ચાર્જ થાય ત્યારે ‘મિકેનિકલ’ થાય. જ્યારે ખરેખરું જામી જાય પછી એ ‘ડિસ્ચાર્જ સ્વરૂપ થાય, ત્યારે એ ‘મિકેનિકલ’ થઈ જાય. પહેલાં ‘મિકેનિકલ’ ના હોય.
અહીં આગળ ઊંધા વિચાર કરે ત્યારથી એ મિશ્ર ચેતન થવા માંડે. એ પછી જામી જાય, એ પછી આવતા ભવમાં ફળ આવે એ વખતે ‘મિકેનિકલ’ કહેવાય. અત્યારે ‘મિકેનિકલ’ ના કહેવાય. મિશ્ર ચેતન અમુક ‘ટાઈમ” પછી એ ‘મિકેનિકલ’ કહેવાય છે. પહેલાં ‘મિકેનિકલ’ નથી કહેવાતું. જ્યારે ‘ડિસ્ચાર્જ થવા માંડે ત્યારે ‘મિકેનિકલ’ કહેવાય છે, એ ‘ડિસ્ચાર્જ થતું ચેતન છે.
ઇગોઈઝમ', છતાં સાધત સ્વરૂપે ! પ્રશ્નકર્તા : “નિશ્ચેતન-ચેતન' ભાગ જેને તમે કહો છો કે જેની