________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
અને જે નથી આત્મા ત્યાં જ આરોપ કરેલો છે કે આ વિચારે છે તે આત્મા છે, આ હાલે છે, ચાલે છે, બોલે છે, કરે છે, કૂદે છે, હસે છે, ગાય છે, ખાય છે, પીવે છે, વેપાર કરે છે, લઢે છે, ઊંઘે છે-એ આત્મા છે ! સામાયિક કરે છે, જપ કરે છે, તપ કરે છે, ધર્મધ્યાન કરે છે, દેવદર્શન કરે છે, એ આત્મા છે – એવું આ લોકો કહે છે, તો મારું શું કહેવાનું કે ત્યાં આગળ આત્મા બિલકુલે ય છે જ નહિ. હવે જ્યાં મળમાં જ આટલી બધી મોટી ભૂલો થાય છે, એ રોજમેળનું સરવૈયું આવે ખરું ?
એટલે આ વેપાર કરે છે, છોડીઓ પૈણાવે છે, છોકરાં પૈણાવે છે, બધું જ ‘મિકેનિકલ આત્મા’ કરે છે અને “અચળ આત્મા’ એ બધું જોયા કરે છે. બેઉનો ધર્મ જુદો છે. આ ‘મિકેનિકલ આત્મા’ જીવતો દેખાય છે ખરો, મનમાં એમ લાગે કે આ જ ચેતન છે, પણ ખરેખર એ ચેતન હોય !
તે વીતરાગોતી દ્રષ્ટિએ આત્મા તો..... આ દેખાય છે ને એ બધી ‘મશીનરી' છે, એ આત્મા હોય. જેને આ બધા લોકો આત્મા કહે છે તેને અમે આત્મા નથી કહેતા, ને વીતરાગો પણ તેને આત્મા કહેતા નથી. વીતરાગો આત્મા “આત્મા’ને કહેતા હતા, અને આ લોક બધા અનાત્માને આત્મા કહે છે. એટલે એ બધા લોકોને આપણે પૂછવા જઈએ કે “સાહેબ, તમારે આત્મજ્ઞાન કરવાનું બાકી છે ?” ત્યારે કહે, ‘આત્મજ્ઞાન તો જાણવું જ પડશે ને !' ત્યારે કહીએ, ‘તમે આત્મા કહો છો ને, એ આત્મા જોય ?” ત્યારે કહે, ‘આ ય આત્મા ખરો, પણ આત્મજ્ઞાન તો જાણવું જ પડશે ને !” એટલે એનો અર્થ શો છે તે ? એટલે ‘વીતરાગો'એ જે “આત્મા’ જોયો છે, એ આત્મા આ લોકોના લક્ષમાં ય નથી આવ્યો કોઈ દહાડો ય ! અરે, વિચારમાં ય નથી આવ્યોને !! એ આત્મા અચળ આત્મા છે અને આ લોકો જેને આત્મા કહે છે તે ‘મિકેનિકલ આત્માને આત્મા કહે છે. અને ‘મિકેનિકલ આત્મા” એ સાચો આત્મા નથી, એ ‘ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એને ‘ડિસ્ચાર્જ ચેતન” કહેવાય. એક “ચાર્જ ચેતન” અને બીજું ‘ડિસ્ચાર્જ ચેતન'. એટલે આત્મા ખરો, પણ ‘ચાર્જ’ અને ‘ડિસ્ચાર્જ થયા કરે ! આમાં આ વાત આપને કંઈ સમજાય છે થોડી ઘણી ?
એટલે આત્મા જગત માને છે એવી વસ્તુ નથી. આત્મા જાણે એટલે પછી એને આ જગતમાં કશું જાણવાનું બાકી ના રહ્યું. એટલે જેને આ જગતમાં કશું જાણવાનું બાકી ના રહ્યું એ એકલા જ આત્માને જાણે !!
એટલે આપણે આને ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહ્યો. લોકો આને આત્મા માની બેઠાં છે, આને જ લોકો સ્થિર કરે છે. સ્થિર કરવાના પ્રયત્ન કરે છે ને ? પણ આ મૂળ ચંચળ સ્વભાવનો છે; સ્વભાવથી જ ચંચળ છે, ‘મિકેનિકલ’ છે. એને સ્થિર કરવાનો પ્રયત્ન કરો છો, એ ‘વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જીછે. જગત આખું ય આને આત્મા ગણે છે અને આને સ્થિર કરીશું તો જ કામ પૂરું થશે એવું માને છે. પણ આ સચર છે, અને ખરો આત્મા તો અચળ સ્વભાવનો છે.
પ્રશ્નકર્તા : આ ‘મિકેનિકલ’ ને “સ્વીચ” દબાઈ જ ગઈ છે ને !
દાદાશ્રી : એનું ‘મિકેનિકલ’ થઈ જ ગયેલું છે, એમાં તમારે કશું બહુ માથાકૂટ કરવાની જરૂર જ નથી. એને જોઈતું પેટ્રોલ બધું પૂરાઈ ગયેલું જ છે, તે ચાલ્યા કરશે, તમારે પેટ્રોલ નહીં પૂરવું પડે, કશું કરવું નહીં પડે. તમારે આ ‘મિકેનિકલ’ને જોયા કરવાનું છે. જોવું ને જાણવું એ આત્માનો સ્વભાવ !
પ્રશ્નકર્તા : કરવાનું કશું ય નહિ ?
દાદાશ્રી : કરવાનું કશું નહિ. જયાં કરવાનું આવ્યું એ જ ‘મિકેનિકલ-આત્મા’ !
એટલે લોકો ‘મિકેનિકલ’ આત્માની પાછળ જ પડ્યા છે. એને જ કહેશે, “આ જ આત્મા ! આત્મા સિવાય આ બધું કરી કોણ શકે ?” એવું જાણે છે. આ તો આત્માની હાજરીથી થઈ રહ્યું છે અને એના પોતાના અસલ ગુણો પોતાના સ્વભાવમાં જ છે ! પણ ‘રોંગ બિલિફથી વ્યતિરેક ગુણોવાળી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે કે પ્રકૃતિથી બધું પછી ચાલે છે ! પણ “રોંગ બિલિફ’ એવી ને એવી જ રહે છે કે હું આ છું ને તે હું છું.” સાચી વસ્તુની ‘એને ખબર પડતી નથી. કારણ કે જન્મથી જ એવા સંસ્કાર આપવામાં આવે છે. પહેલો બાબો કહેવામાં આવે છે, પછી એનું નામ