________________
આપ્તવાણી-૮
૯૦
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા : પા કલાક.
દાદાશ્રી : એટલે એ ચેતન જોય. આ તો ચેતનની માયાવી શક્તિ ઊભી થઈ છે. મહીં ‘આત્માને લઈને “ચેતન’નો સ્પર્શ થયો છે તેથી આ ચેતનરૂપે આપણને દેખાય છે, પણ ખરેખર એ ચેતન નથી. એ ભ્રાંતિનું ચેતન છે !
જગત જેને ચેતન કહે છે એ એમની દ્રષ્ટિનું ચેતન છે, એક્કેક્ટ ચેતન નથી. એ ચેતનને “નિચેતન ચેતન' કહેવામાં આવે છે. એટલે એ ‘ડિસ્ચાર્જ થતી ચીજ છે. ‘ડિસ્ચાર્જ થાય ત્યારે એ ‘નિચેતન ચેતન હોય.
આ મનુષ્ય માત્ર હરે, ફરે, જે બધું કરે છે, એ બધું ય નિચેતન ચેતન છે. ફક્ત આત્માની હાજરીને લઈને જ આ બધું મશીન ચાલી રહ્યું છે. જો આત્મા હાજર ના હોય તો આ મશીન ચાલે જ નહિ, બંધ થઈ જાય.
મોટું બંધ કરી દઈએ ને નાક દબાવી રાખીએ તો શું થાય ? ‘મહીંવાળા’ આખી રૂમ ખાલી કરીને જતા રહે પછી. એને ચેતન કેમ કહેવાય ? એ ‘મિકેનિકલ ચેતન' છે. દરઅસલ ચેતન જો જગતે જાણ્યું હોત તો આજ કલ્યાણ થઈ જાત ! એ જાણી શકાય એવી સ્થિતિમાં ય નથી !! આ ‘મિકેનિકલ ચેતન'ને સચર કહેવામાં આવે છે અને દરઅસલ ચેતનને અચળ કહેવામાં આવે છે એટલે જગત સચરાચર છે !
આ દેહની મહીં ચેતન છે ખરું, પણ “ઈફેક્ટિવ ચેતન” છે. કેવું ચેતન છે ? ‘ચાર્જ થયેલું ચેતન છે. હવે ‘ચાર્જ થયેલું ચેતન એટલે મૂળ ચેતન તો ના જ કહેવાય ને ! કંઈક ભૂલ છે કે નહિ ? અત્યાર સુધી ભૂલમાં ચાલ્યું છે, એવી ખબર પડી તમને ? બધી માન્યતા ભૂલ ભરેલી જ હતી. કંઈક ‘એક્કેક્ટનેસ’ તો આવવું જોઈએ ને ?
પ્રશ્નકર્તા : તો આખા શરીરમાં જે છે એ ‘મિકેનિકલ’ ચેતનને ? દાદાશ્રી : હા, ‘મિકેનિકલ’ ચેતન. પ્રશ્નકર્તા : તો પછી ખરું ચેતન ક્યાં ? દાદાશ્રી : ખરું ચેતન જ આખા શરીરમાં છે ને ! અને ‘મિકેનિકલ
ચેતન', એ તો ઉપરનું પડ છે ખાલી !
વસ્તુસ્થિતિમાં લોકોએ જે આત્મા માન્યો છે એ ‘મિકેનિકલ’ આત્મા છે. અમે ‘મિકેનિકલ’ આત્મા આપતા નથી. હું તો તમને અચળ આત્મા આપું છું.
ક્રમિકમાર્ગમાં ‘મિકેનિકલ આત્માને જ આત્મા માનેલો છે, ‘મિકેનિકલ ચેતનને જ આત્મા માનવામાં આવે છે. જ્યારે શુદ્ધ અહંકાર થાય છે, એટલે ક્રોધ-માન-માયા-લોભ જે અહંકારમાં સમાય નહિ, એવો એ શુદ્ધ અહંકાર થાય, સંપૂર્ણ શુદ્ધ થાય, ત્યારે ‘શુદ્ધાત્મા’ ને શુદ્ધ અહંકાર એકાકાર થઈ જાય છે. એટલે એ ક્રમિકમાર્ગમાં છે એવું ! પણ આ તો અક્રમ વિજ્ઞાન” છે ! એટલે અહીં તો ‘જ્ઞાની પુરુષ' શુદ્ધાત્મા જ પોતાના હાથમાં આપી દે, અચળ આત્મા જ, નામે ય ‘મિકેનિકલ’ નહિ એવો નિર્લેપ આત્મા આપી દે !!
પ્રશ્નકર્તા: આપણી અંદર જે સભાન અવસ્થા રહેલી છે, જે સારુંનરસું દેખાડે છે તે ચેતન કહેવાય ?
દાદાશ્રી : ના. એ તો બધું નિશ્ચેતન ચેતન છે, એ ચેતન છે જ નહિ. તેથી જ હું કહું છું ને કે ચેતન જાણવું એ તો મહા મહા મુશ્કેલીના ખેલ છે. આ જે જાણ્યું છે ને એ તો ‘નિશ્ચેતન ચેતન” છે. નિચેતન ચેતન’ને અંગ્રેજીમાં કહેવું હોય તો ‘મિકેનિકલ ચેતન' કહેવાય. જેમાં ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર હોય, એ બધું જ ‘મિકેનિકલ ચેતન” છે.
આ ક્રોધ-માન-માયા-લોભ, બોલવા-કરવાનું બધું આત્મા કરતો હોય તો એ બધું કરવાની એની ટેવ જાય નહિ. લોકો માને છે એ ‘મિકેનિકલ આત્મા’ છે. ‘મિકેનિકલ આત્મા’ તો બોલે-ચાલે બધું કરે, એ ભ્રાંત આત્મા છે. ખરો આત્મા એ જ પરમાત્મા છે ! એનું ઓળખાણ થયું એટલે આપણું કામ થાય, નહિ તો ત્યાં સુધી કામ થાય નહિ.
હવે મિકેનિકલ આત્મા’ને પોતાનો આત્મા માની લે તો ક્યારે પત્તો પડે ? તેથી જ હું કહું છું ને કે આત્મા શું છે એ જગતે જાણ્યું જ નથી.