________________
આપ્તવાણી-૮
૮૮
આપ્તવાણી-૮
દાદાશ્રી : શેનાથી ચેતનવાળા છે એવું માલુમ પડે ? શું લક્ષણથી ?
પ્રશ્નકર્તા : આ બધું હરતા-ફરતાની ‘મુવમેન્ટ્સ’ થાય છે ને ! શરીરમાં જઈને શરીરને ખાલી હલનચલન કરાવડાવે.
દાદાશ્રી : હલનચલન કરાવડાવે ? શરીરને ? એવું આત્મા કશું કરતો નથી. શરીરને હલનચલન કરાવે એ ‘મિકેનિકલ આત્મા’ છે. અત્યારે ‘તમે જેને’ આત્મા જાણી રહ્યા છો એ તો ‘મિકેનિકલ આત્મા” છે. સાચા આત્માને “જ્ઞાની’ સિવાય કોઈ જાણી શકે નહિ. એ ‘મિકેનિકલ’ની પેલી બાજુએ સાચો આત્મા છે અને એ આ શરીરમાં જ રહેલો છે. બાકી, સાચો આત્મા તો હલનચલનવાળી સ્થિતિમાં જ નથી, એ ક્રિયા કરી શકે જ નહિ.
એ તો પેલી ગીલોડીની પૂંછડી કપાઈ જાય છે, પછી એ હરતી ફરતી જ હોય છે. એ પંછડીમાં જીવ હોય છે ? તો કેમ એ કુદાકુદ કરે છે ? તે શાના આધારે કૂદાકૂદ કરે છે ?
પ્રશ્નકર્તા : એ પ્રકૃતિના સ્વતંત્ર ગુણધર્મો છે, એ રીતે !
દાદાશ્રી : એટલે હાલે છે-ચાલે છે એ ચેતન નથી. ત્યારે ચેતનનું લક્ષણ શું ? ત્યારે કહે, ‘ત્યાં આગળ જ્ઞાન-દર્શન હોવું જોઈએ તો ત્યાં ચેતન છે એવું નક્કી થાય.' અત્યારે આ બધે જગતમાં જ્ઞાન-દર્શન દેખાય છે એ ચેતન નથી, એ જ્ઞાન-દર્શન તો બુદ્ધિનાં લક્ષણ છે, એટલે ખરેખર એ ય ચેતન નથી, પણ ત્યાં ચેતન છે એ વાત નક્કી છે.
આ ટેપરેકોર્ડ’ની મહીં જ્ઞાને ય નથી અને લાગણી ય નથી, માટે આમાં ચેતન નથી. આ બોલે છે ખરું, પણ આમાં ચેતન નથી. આ તમારી જોડે અત્યારે કોણ વાત કરે છે ? વાત કોઈક કરે છે એ તો નક્કી જ છે ને ? ‘એ કોણ વાત કરે છે', એને ઓળખવું તો પડશે ને ? કોણ બોલે છે આપની સાથે ?
પ્રશ્નકર્તા : પુદ્ગલ બોલે છે.
દાદાશ્રી : હા, બોલે છે પુદ્ગલ અને કહે છે, “હું બોલું છું. ચેતનમાં બોલવાનો ગુણધર્મ જ નથી !! બોલવાનો ગુણધર્મ આત્માનો હોય તો પછી
બોલી બંધ થઈ જાય છે, એવું બને કે ના બને ? એટલે એ આત્માનો ગુણ નથી.
એના તો પરમાત્મ ગુણો છે બધા. આવું બોલે, હલનચલન કરે, તો એ થાકી જાય. થાકી ના જાય ? ત્યારે આત્મામાં એક પણ ગુણ એવો નથી કે જેમાં ‘એન્ડ’ આવે. અને હલનચલન કરવાનો જો ગુણ આત્માનો હોયને તો તો સાંજે થાકી જાય એટલે સૂઈ જવું પડે, તો હલનચલન કરવાનો ગુણ આત્માનો નથી.
આત્માના ગુણ ‘પરમેનન્ટ’ છે બધા. આ બધા તમે જે કહો છો ને એ બધા ‘ટેમ્પરરી’ ગુણ છે અને એ ‘રિલેટિવ' ગુણ છે, ને તે ‘રિલેટિવઆત્મા’ના છે. આ જે તમે અત્યારે તમારી જાતને આત્મા માનો છો તે ‘રિલેટિવ આત્મા’ છે, એની અંદર ‘રિયલ’ આત્મા છે. એ ‘રિયલ આત્મા'નું ‘રિયલાઈઝેશન' થાય ત્યારે કામ થાય. આપણા લોકો કહે છે ને “સેલ્ફ’નું ‘રિયલાઈઝ' કરવાનું ? એ શબ્દ સાંભળ્યો છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે ‘સેફ'નું ‘રિયલાઈઝ' ક્યારે થાય કે ‘રિયલ આત્મા'નું ‘રિયલાઈઝેશન’ થાય ત્યારે !
જગતે જાણેલો આત્મા તો .. આ જગતમાં તમે ચેતન જોયેલું કોઈ વખત ? પ્રશ્નકર્તા : આ બધું જોઈએ છીએ, એ ચેતન છે.
દાદાશ્રી : ના. ચેતન તો આંખે દેખાય નહિ, કાને સંભળાય નહિ, જીભે ચેતન ચખાય નહિ. ચેતન પાંચ ઈન્દ્રિયોથી કોઈ દહાડો ય અનુભવમાં આવે નહિ. ચેતન તો જગતે જોયું નથી, કોઈ દહાડો એ સુચ્ચું ય નથી, શ્રધ્ધયું ય નથી. આ તો જેને આ લોકો ચેતન કહે છે, એ ‘મિકેનિકલ ચેતનને ચેતન કહે છે ! ‘મિકેનિકલ ચેતન” એટલે જે ખાય, પીએ, શ્વાસ લે છે એ. નાક દબાવી દઈએ, શ્વાસ બંધ કરી દઈએ તો આ ચેતન કેટલા દહાડા ચાલે ?