________________
આપ્તવાણી-૮
૭૧
૭૨.
આપ્તવાણી-૮
રહે છે ! કારણ કે અહીં મનુષ્યમાં એને કર્તાપણું ઉત્પન્ન થાય છે અને કર્તાપણામાં તો બધી છૂટ હોય છે, ગમે તે ગતિમાં જવાની. નર્કગતિમાં જવાનું કાર્ય કરી શકે, જાનવરગતિમાં જવાનું કાર્ય કરી શકે, મનુષ્યમાં સજજનતા અને ‘સુપરહ્યુમન'નાં કાર્ય પણ કરી શકે, મનુષ્યમાં પાછો આવે એવું ય કાર્ય કરી શકે અને દેવગતિમાં જવાનું ય કાર્ય કરી શકે ! ને જો કદી ‘જ્ઞાની પુરુષ' મળી જાય કે વીતરાગ મળી જાય તો સંસારકાર્ય નહીં કરતાં વીતરાગ માર્ગ ઉપર ચાલે, આત્મકાર્ય ઉપર જાય, તો મુક્તિમાં જાય. એટલે મુક્તિ પણ આ મનુષ્યપણામાં જ થાય. બીજે ક્યાંયથી, દેવગતિથી ય મુક્તિ માં ના જઈ શકે. બીજી ગતિઓમાં કર્તા નથી, જ્યારે મનુષ્યમાં કર્તા છે.
અહંકારતે વાળવો', વીતરાગોતી રીત પ્રશ્નકર્તા એટલે મનુષ્યગતિમાં જ્યારે પહેલી વખતે આત્મા આવે, તે વખતે બરોબર “એલર્ટ’ રહેવું જોઈએ.
દાદાશ્રી : પણ “એલર્ટ રહેવું એના હાથમાં નથી ને એ સત્તા ! એને સંયોગો બધા ભેગા થાય છે, એ સંયોગોમાં એ પ્રમાણે પાછો પોતે ગૂંચવાય છે ! ને એ ગૂંચવણી તો બધાને હોય જ !! પણ પોતાનો ‘અહંકાર’ ‘પોતે' જ જો કદી જાણે છતાં પણ ઘટાડે નહિ, ત્યારે જાણવું કે પોતે જાણી જોઈને ગૂંચાઈ રહ્યો છે.
પ્રશ્નકર્તા: મને મનમાં વિચાર આવતા હતા કે દરેક આત્માને એક જ સરખો ‘સ્કોપ' ના હોય, તો પછી એક આત્મા જલદી મોક્ષે જાય અને એક આત્મા મોડો મોક્ષે જાય. તો પછી એ ‘લક” ઉપર થઇ ગયું કે શું હશે ?
દાદાશ્રી : ના. એ ‘લક” નથી. એ મનુષ્યમાં જન્મ લે છે, ત્યારે જન્મ તો એને સંજોગાનુસાર મળી આવે. અહીં પહેલી વખત મનુષ્ય જન્મ આવે છે, ત્યારે એ જન્મ એવો મળી જાય છે કે તે કંઈ એને મોક્ષે જતાં નુકસાન કરે એવો નથી હોતો. પણ ‘પોતે' અહંકારને કઈ બાજુ વાળે છે, તે ઉપર બધો આધાર રાખે છે.
ચોરને ત્યાં જન્મેલો હોય, પણ પોતે જો અહંકાર ના વાળે તો કશું
નથી. કારણ કે મનુષ્યપણું એટલે અધિકારી થયો ને ! એટલે અહંકારનો કર્તા થયો છે. એમાં ‘પોતે “અહંકારને ના વાળે તો કશું નથી. જન્મ તો ગમે ત્યાં થાય, ગમે તે સંયોગ ભેગો થાય, પણ અહંકારને કઇ બાજુએ વાળવો છે; તે આ સ્ટીમરને જેમ હોકાયંત્ર હોય છે ને એવું આમાં હોકાયંત્ર રાખવું જોઇએ. એટલે કે અહંકારને એવો રાખવો જોઈએ કે આ મારે હવે ચલાવવાનું થયું છે માટે મારે ધ્યાન રાખવાનું છે, જરા ધીરેથી, ‘આ’ દિશામાં જ ચલાવવાનું છે ! એમ મનુષ્યનો જન્મ થયો ત્યારથી ‘પોતે' અહંકાર'ને વાળવાનો છે.
પ્રશ્નકર્તા : અને એ સહેલું તો નથી.
દાદાશ્રી : એ સહેલું હોત તો તો બધા લોકો કરત. એ જ અઘરું છે, નથી સહેલું ! બહું જ અઘરું છે !! અઘરું છે એથી તો, આટલું જાણવા માટે તો આ આટલા બધાં શાસ્ત્રો લખ્યાં છે ! પણ એ જ બહુ અઘરું છે ને !
કોઈ વાત પોતાને ગમતી આવે છે અને પાછું ના ગમતું આવે છે, એને’ સંજોગ ગમતો આવે છે ને ના ગમતો આવે છે. હવે ગમતું આવે છે ત્યારે એમાં વીતરાગો શું કહે છે કે આ કોઇ ચીજ ગમાડ્યા જેવી નથી અને ના ગમાડવા જેવી પણ નથી, આમાંથી “તું” છેટો રહે. કારણ કે ના ગમાડવા જેવી ચીજ જ નથી. છતાં ‘તું' તારી મેળે બંધાય છે કે આ વસ્તુ સરસ છે. અને આને ‘સરસ છે” કહ્યું એટલે બીજાને ‘ખરાબ છે” બોલીશ. એકને સારું કહ્યું માટે બીજાને ખરાબ કહેવાનો જ ! એટલે વીતરાગો શું કહે છે ? બધા સંયોગો જ છે. અને આ તો ‘આપણે ભાગ પાડ્યા કે આ સંયોગ બહુ સારો છે ને આ સંયોગ ખરાબ છે. વીતરાગોએ એ બધા સંયોગોને એમ જ કહ્યું કે, “આ બધા સંયોગો જ છે. અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે, એટલે કોઇપણ સંયોગને ગમતો કરીશ નહિ અને ના ગમતા સંયોગોને તારે ધક્કો નહિ મારવો પડે. જો તું ધક્કો મારવા જઇશ તો તારો મોક્ષ જતો રહેશે. કોઇપણ ના ગમતો સંયોગ ભેગો થયો તો તે ઘડીએ તું એ સંયોગને ધક્કો મારીશ તો તું ફરી ગુંચવાડામાં પડીશ. માટે એ સંયોગને ધક્કો મારવા કરતાં એને સમતાભાવે તું પૂરો કર. અને એ વિયોગી સ્વભાવનો જ છે. માટે એની મેળે જ વિયોગ થઇ જ જવાનો છે, તારે કશી ભાંજગડ જ નહિ. અને નહિ તો ય એ ના ગમતા સંયોગ