________________
આપ્તવાણી-૮
તાન, અહંકારની ભાંજગડ નહિ, લોભની ભાંજગડ નહિ, તો સીધો મોક્ષે ચાલ્યો જાય. પણ આ લોકો જાનવર જેવું નથી રહેતા ને !
૬૯
પ્રશ્નકર્તા : મનુષ્યમાં આવ્યા પછી જાનવર જેવું શી રીતે રહેવાય ? દાદાશ્રી : મારું કહેવાનું કે આ જાનવરો જેવી રીતે રહે છે ને, એવું જીવ જીવે તો મોક્ષે જતો રહે. પણ આ બીજા લોકોનું દેખીને એ પણ એવો થઈ જાય છે. ‘આમણે આવું કર્યું ને હું આવો છું' તે પછી એમ કરતું કરતું બધું બગડે છે ! પછી એને સત્સંગ સારો મળી જાય અને ‘જ્ઞાનીપુરુષ’ મળે તો છૂટકારો થાય, નહિ તો છૂટકારો થાય નહિ.
પ્રશ્નકર્તા : ‘જ્ઞાનીપુરુષ’ અમુક સમયે જ મળશે, એવું નક્કી ? દાદાશ્રી : ના. એ નક્કી નથી. એ તો જેને જે સંજોગ બાઝ્યો ! એ તો કોઈને આવો ધક્કો વાગ્યો ને એ અહંકારી થયો ! અહંકારી થાય છે એટલે નિરાશ્રિત થયો. આ મનુષ્ય સિવાય બીજા બધા જીવો ભગવાનનાં આશ્રિત છે. પણ આ મનુષ્યો એકલાં જ નિરાશ્રિત છે !
એટલે એનો આ અહંકાર બધો છે, કે ‘હું આ કરી લઉં ને હું તે કરી લઉં' ! પાછી જાતજાતની ઇચ્છાઓના ઢગલા છે કે ‘આ કરી લેવું છે ને' ! હવે આ મનુષ્યો નિરાશ્રિત રહ્યાં, ને એમાં ‘હું કરી લઉં’ કહે છે. ત્યારે ભગવાન કહે છે, ‘સારું, તું કરી લે !' એટલે ભગવાન છુટ્ટા થયા !!
શું કહો છો ડૉકટરસાહેબ ? તમે કહો કે “આ દવા હું કરું છું, મેં આને આમ સાજો કર્યો ને તેમ કર્યું' તો ભગવાન જુદાં થઈ જાય ને ?
એટલે આખી લોકસંજ્ઞાની જ ભાંજગડ છે. લોકોએ જેવું દેખ્યું તેવું શીખ્યા, અને લોકો શીખ્યા તે આપણે શીખ્યા. એ લોકસંજ્ઞાથી કોઈ દહાડો ય મોક્ષે જવાય નહિ. લોકસંજ્ઞા તમને સમજાય છે ? લોકોએ જેમાં સુખ માન્યું છે, એ લોકોની સંજ્ઞાથી જે ચાલશે એ કોઈ દહાડો ય મોક્ષે જાય નહિ. ‘જ્ઞાની’ની સંજ્ઞાએ ચાલે તો ઉકેલ આવે !
પ્રશ્નકર્તા : પણ જન્મ્યો ત્યારથી લોકસંજ્ઞા સિવાય બીજું કશું જડતું
જ નથી.
આપ્તવાણી-૮
દાદાશ્રી : હા, પણ શું થાય એ તો ? લોકમાં રહ્યો એટલે એવું જ હોય ને !
৩০
બાકી, સાહિજક હોય ને તો સીધેસીધો મોક્ષે જ જાય. જો, જાનવરો બધા સાજિક છે. નથી ક્રોધ-માન-માયા-લોભ કશું ય ! એ તમને ગોથું મારે તો ય એને ક્રોધ નથી, એ સાહિજક છે. અને એ ખાવા માટે ઉતાવળ કરે તો ય એને લોભ નથી, સાહજિક્તા છે.
મોક્ષપ્રાપ્તિ તિશ્ચિત, કાળ અતિશ્ચિત !
પ્રશ્નકર્તા : તો અમારે સમજવું શું કે દરેક આત્માને મોક્ષે જવાનો કાળ નક્કી હોય કે કોઈ આત્માનો નક્કી ના હોય ?
દાદાશ્રી : દરેક આત્મા મોક્ષે જવાનો છે એ વાત ચોક્કસ છે, પણ એનો મોક્ષે જવાનો કાળ નક્કી નથી હોતો. એ આ મનુષ્ય અવતારમાં શું કરે છે, એનાં ઉપર આધાર રાખે છે. મનુષ્ય અવતારમાં એ ગૂંચવાડો ઊભો કરે છે કે ગૂંચવાડો ઓછો કરે છે કે ગૂંચવાડો બંધ કરે છે, એના
ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા : દરેક આત્માને મનુષ્ય અવતાર એક જ સરખા ટાઇમે મળે ? નક્કી ટાઇમે જ મળે છે ?
દાદાશ્રી : મનુષ્ય અવતાર તો દરેકને મળવો જ જોઈએ.
પ્રશ્નકર્તા : પણ તે નક્કી ટાઇમે મળે છે ?
દાદાશ્રી : હા, નક્કી ટાઇમે મળે, મનુષ્યનો અવતાર, જે એની શરૂઆત છે એ નક્કી ટાઇમે મળે છે. અને પછી મનુષ્યનો અવતાર મળ્યો, એટલે ભટકવા માટે એ સ્વતંત્ર થયો ! કારણ કે પછી ગૂંચવાડો ઊભો કરવો એ એના હાથમાં આવી ગયું. એટલે પછીનું ઠેકાણું નથી. પણ ત્યાં સુધીનો રસ્તો તો છે જ અને એ ‘ક્લીયર ક્ટ’ છે. એટલે દરેક જીવને શરૂઆતનો મનુષ્યનો અવતાર થયો એ બિલકુલ ‘રેગ્યુલર’, એના ટાઇમસર જ થઇ જાય છે. પણ પછી ગૂંચવાડામાં આવે છે ! ને ગૂંચાય તે એટલો બધો ગૂંચાય છે કે ન પૂછો વાત, એના તો કાળના કાળ જતાં