________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
રહે, એનું નામ અનંત કહેવાય. એટલે ત્યાં કશી ખોટ જાય એવું નથી ! અને ત્યાં સિદ્ધગતિમાં ય અનંત છે, તે ત્યાં ગમે એટલા વધે તો ય અનંતના અનંત જ રહે છે !
બ્રહ્માંડમાં મનુષ્યો એકલો જ સંખ્યાત છે, બીજી બધી જ વસ્તી અસંખ્યાત છે. સંખ્યાત એટલે ઘટવધ થનારી, ઘટે-વધે. અને એ ઘટવધના નિયમો છે પાછાં. એ ઘટવધ થાય ને, તે એની “નોર્માલિટી' છે. અમુક વધે ત્યારે આટલેક સુધી વસ્તી વધે અને પછી પાછી ઘટે ત્યારે આટલેક સુધી વસ્તી ઘટે, એવું “નોર્માલિટી’ છે.
હવે જ્યારે ઘટવાની શરૂઆત થશે ને ત્યારે પહેલું અનંત ભાગ ઘટશે, પછી અસંખ્યાત ભાગ ઘટશે, પછી સંખ્યાત ભાગ ઘટશે, પછી સંખ્યાત ગુણ ઘટશે. પછી અસંખ્યાત ગુણ ઘટશે અને પછી અનંત ગુણ ઘટશે, પછી પાછું વર્ધમાન થશે. એટલે ઘટ્યા પછી વર્ધમાન થાય અને વર્ધમાન પછી હીયમાન થાય.
પ્રશ્નકર્તા : સંખ્યાત અને અસંખ્યાત એટલે શું ?
દાદાશ્રી : સંખ્યાત એટલે જે ગણી શકાય એવું હોય. મનુષ્યની વસ્તી સંખ્યાત છે અને તિર્યંચની વસ્તી અસંખ્યાત છે. અસંખ્યાત એટલે ગણી શકાય નહિ, આંકડાઓ પૂરા થાય નહિ. આ અબજની આગળ બોલે છે ને, તે બધા પણ બોલાઇ રહે તો ય એ પૂરું ન થાય, એને અસંખ્યાત કહ્યું, સંખ્યા પૂરી થઇ જાય તો ય એ પૂરું ન થાય. આ મનુષ્યો એકલાં જ સંખ્યાત છે, ચાર અબજ કે પાંચ અબજ ગણીને કહી દઈએ. બાકી તિર્યચો અસંખ્યાત છે, દેવો અસંખ્યાત છે. નર્કગતિના જીવો અસંખ્યાત છે અને વ્યવહારના બધા મનુષ્ય સિવાયના જીવો અસંખ્યાત છે. અવ્યવહાર રાશિના જીવો અનંત છે. અને ત્યાં સિદ્ધગતિમાં ય અનંત સિદ્ધાં છે. અનંત એટલે અસંખ્યાતથી ય આગળ, પાર જ ના આવે, અંત જ ના આવે, એટલે એને ગણવાનો પ્રયત્ન જ ના કરશો. સંખ્યાતને ગણવાનો પ્રયત્ન કરાય, અને અસંખ્યાતની સંખ્યા જ નથી એટલે શું થાય ? કરોડ, દસ કરોડ અબજ, આમ આગળ કેટલું બધું બોલ બોલ કરીએને તો ય આ હિસાબ પૂરો ના થાય, એટલે એને અસંખ્યાતમાં મૂક્યું કે એ સંખ્યામાં આવતું નથી !
આ ‘વર્લ્ડ’ ‘ઈટસેલ્ફ’ ‘પઝલ’ થયેલું છે. એનું કારણ શું છે? કે આ જીવો નિરંતર પ્રવાહમાં જ વહ્યા કરે છે, અનાદિ પ્રવાહરૂપે આ જીવો વહ્યા જ કરે છે. જેમ નર્મદાજી નદી આમ વહેતી હોય ને, તેની રીતે આ જીવો નિરંતર વહ્યા જ કરે છે. નિરંતર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાયા જ કરે છે ! ક્ષેત્ર હઉ બદલાયા કરે !! એટલે ગયા અવતારમાં દશમાં માઇલમાં હોઈએ તો અત્યારે આ અવતારમાં અગિયારમા માઇલમાં આવીએ. હવે દસમાં માઇલમાં સારા સારા બગીચા, સારા માણસો એ બધું જોયું હોય અને પછી અગિયારમા માઇલમાં રણ આવે, ત્યારે મનમાં એમ થાય કે આવું કંઈ રહેવાતું હશે ? દસમાં માઇલનું જોયેલું બધું દેખાય. એટલે આ બેને મતભેદ પડ્યા કરે. ‘આ ખરાબ છે, આ ખરાબ છે” એમ થયા કરે. આજનું આ જ્ઞાન એને પજવે મહીં. તેનો જ આ કકળાટ ઊભો થયો છે ને, બધો ! જ્યાં સુધી ‘આત્મજ્ઞાન” ના થાય ત્યાં સુધી આ કકળાટ કાયમ ચાલુ રહેવાનો.
એટલે આ જગત તો આવું ને આવું જ રહેવાનું, કાયમને માટે આવું જ રહેવાનું. તેમાંથી નિયમથી મોક્ષે જયા કરશે !
..અંતે તો જ્ઞાતીસંજ્ઞાએ ઉકેલ! પ્રશ્નકર્તા : જીવ વ્યવહારરાશિમાં આવ્યો તે પછી મોક્ષે જ જવાનો ? તો એનો સમય પણ નક્કી જ હશે ને કે અમુક જન્મો લેશે ને પછી મોક્ષ જશે ? મોક્ષે જવાનો સમયમર્યાદા નક્કી હશે ?
દાદાશ્રી : જીવ વ્યવહારરાશિમાં આવે ને ત્યારથી જ મોક્ષે જવાની તૈયારી થઈ ગઈ.
પ્રશ્નકર્તા : પણ એનો સમય નક્કી હશે ને ?
દાદાશ્રી : સમય નક્કી ખરો, પણ મનુષ્યમાં આવ્યા પછી અહંકાર ન કરે તો સમય નક્કી. અહંકાર કરે તો ત્યાંથી પાછો પડે, પછી ઠેકાણું નહિ, અહંકારમાં પાછો ફર્યો પછી ઠેકાણું નહિ, કેટલાંય ભવ સુધી રખડે પછી તો ! એટલે અહંકાર ના કરે તો સમય નક્કી છે. આ જાનવરોની પેઠ રહેને, જાનવરો જેમ રહે છે એવી રીતે બધાની જોડે રહે ને, માન