________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
દાદાશ્રી : એનું શું કારણ છે ? કે યોજનારૂપે થઈ ગયેલું છે. આ, તે આજે રૂપકમાં આવેલું છે, એટલે જો આજે જ કરતા હોય તો ફેરફાર થઈ શકે છે. પણ આ તો ફેરફાર થતું નથી એવું બને છે ને ? એવું જોવામાં આવે છે ને ?!
આયોજન પૂર્વભવે, રૂપક આ ભવે ! પ્રશ્નકર્તા : તો પછી કિસ્મત જેવી કોઈ વસ્તુ છે ખરી ?
દાદાશ્રી : કિસ્મત એ જ છે, તે પ્રારબ્ધ પૂર્વભવનો લાવેલો માલ તે અત્યારે વપરાય.
પ્રશ્નકર્તા : તો પછી ગયા જન્મમાં કોઈ પાપ કરેલાં એનું ફળ આ ભવમાં મળે કે ગયા જન્મમાં જ મળી ગયું હશે ?
દાદાશ્રી : ના. ગયા જન્મના પાપોનું ફળ આ ભવમાં જ મળે. એવું છે, ગયા જન્મમાં જે પાપ થયેલાં ને, તે આયોજન તરીકે થયેલાં. જેમ આપણે ત્યાં નર્મદા નદીનો બંધ બાંધવાનો હોય ને તો પહેલાં શું થાય ? નકશા તૈયાર કરે છે ને ? તે એવું પહેલાં આયોજનરૂપે થયેલાં, તે પછી અત્યારે રૂપકરૂપે આવે. આ નર્મદાના બંધનું આયોજન ત્યાં થાય, પછી નકશા થાય, તે ઘડીએ એ નકશામાં બંધ ફાટી ગયો, તો પાણી ઢળી જાય બધું ? ના ઢળે. એટલે નકશામાં ફેરફાર થઈ શકશે, પછી ફેરફાર નહીં થાય. એટલે ગયા અવતારે જે આયોજન કર્યું હતું, એમાં ફેરફાર થઈ શક્ત, પણ અત્યારે એમાં ફેરફાર શી રીતે થાય ? એટલે અત્યારે આપણે ફેરફાર કરીએ તો આવતા ભવમાં ફેરફાર થાય. નહીં તો પછી આવતા ભવમાં સિક્કો વાગી ગયો, એને વિધાતાના લેખ કહે છે, પછી એ ફરે નહીં.
પ્રશ્નકર્તા : ગયા ભવમાં જ આયોજન થયું હોય તો આ ભવનું આયોજન હું ક્યારે કરીશ ?
દાદાશ્રી : દરેક જન્મમાં આયોજન મહીં થયા જ કરે છે, આયોજન વગર આગળ ચાલે જ નહીં.
પ્રશ્નકર્તા : આ ભવની જે જે વસ્તુ પૂર્વભવના આયોજન પ્રમાણે
બનતી હોય, તો આવતા ભવ માટે હું આયોજન કરીશ કેવી રીતે ?
દાદાશ્રી : આયોજન શી રીતે થાય છે એ જો હું તમને કહી દઉં. અને આ ભવમાં આયોજન જ ના થાય એટલે પછી મોક્ષ થઈ જાય પછી.
હવે આયોજન એટલે ‘ચાર્જ થાય. અને આ ‘જૂનું’ ડિસ્ચાર્જ” થતી વખતે પાછું મહીં ‘ચાર્જ' થાય. હવે ‘ચાર્જ શી રીતે થાય ? આયોજન શી રીતે થાય ? ત્યારે કહે, ‘હમણે કોઈ કહેશે કે, મેં વીસ હજાર રૂપિયા ફલાણી જગ્યાએ દાન આપ્યા છે.’ હવે એને પુછીએ કે, “શેઠ, તમે વીસ હજાર કોઈ દહાડો કોઈને આપો નહીં, ને અહીં શી રીતે આપ્યા તમે ?” ત્યારે કહે, ‘ભઈ, ફલાણાભાઈના દબાણને લઈને આપ્યા.’ હવે વીસ હજાર આપે છે, પણ આયોજન અવળું પડ્યું. અને ઊંચા ભાવથી આપ્યા હોત તો આયોજન, ફરી એવું ને એવું જ બીજ પડત અને ઊંચું ફળ મળત.
હવે કોઈ માણસ હિંસા કરે ને પછી મનમાં થાય કે આ ખોટું થઈ રહ્યું છે, પસ્તાવો કરે એટલે એવું આયોજન થાય છે. પછી તું જૂઠું બોલે અને મનમાં ભાવ થાય કે આ ખોટું થાય છે, તો એ આયોજન થાય.
હવે જન્મ-મરણનું કારણ એક જ છે કે ‘પોતે કોણ છે ?’ એનું ભાન નહીં તે, એ એકલું જ કારણ છે. જૈનોએ કહ્યું કે રાગ-દ્વેષ ને અજ્ઞાનથી બંધાયો છે અને વેદાંતે ય કર્યું કે મળ, વિક્ષેપ ને અજ્ઞાનથી બંધાયો છે. બેઉ અજ્ઞાનને સ્વીકાર કરે છે. તો અજ્ઞાનથી બંધાયો છે, ને જ્ઞાનથી છૂટે. પોતે પોતાનું જ જ્ઞાન થાય, ભાન થાય કે છૂટે.
...તે ઠરાવો રહી ગયા ! અહીં આગળ જેટલા આરોપિત ભાવ કર્યા, એ ભાવ સંસારીભાવ છે. અને એ સંસારીભાવને લઇને બીજા ‘પાર્લામેન્ટરી’ બધા ‘મેમ્બરો” ભેગા થાય છે. અને બધા “મેમ્બરો’ ભેગા થઈને પછી ‘ડિસિઝન' લાવીને આ કાર્ય‘બોડી’ થાય છે. પછી ‘ઇફેક્ટ’ એન્ડ કોઝિઝ’, કોઝિઝ એન્ડ ઇફેક્ટ', ‘ઇફેક્ટ એન્ડ કોઝિઝ’, કોઝિઝ એન્ડ ઇફેક્ટ’ એમ ચાલ્યા કરે છે !
આ ચંદુલાલ નામ છે ને, એ નામ તો ‘ઇફેક્ટિવ’ છે કે નહીં ?