________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
પુનર્જન્મ છે, એ તમારો હિસાબ તમને ચૂકવે છે. આ બધા હિસાબો ચૂકવાય છે. જેમ ચોપડાના હિસાબો ચૂકવાય છે ને, એવી રીતે બધા હિસાબો ચૂકવાય છે. અને ‘ડેવલપમેન્ટને લીધે તે આ હિસાબ બધા આપણે સમજાય છે ય ખરાં. તેથી કેટલાંક લોકોની આપણે ત્યાં ‘પુનર્જન્મ છે” એવી માન્યતા ય થઈ ગયેલી છે ને ! પણ તે પુનર્જન્મ છે જ એવું ના બોલી શકે. ‘છે જ' એવો કોઈ પુરાવો આપી શકે નહીં. પણ એની પોતાની શ્રદ્ધામાં બેસી ગયેલું છે, આવા બધા દાખલાઓ જોઈને કે પુનર્જન્મ છે ખરો !
આ ફોરેનવાળાં ઓછાં ‘ડેવલપ’ છે તો એમને પુનર્જન્મ હજી સમજાતું નથી. અને આપણે અહીં ‘ડેવલપ’ પ્રજા છે, એટલે એમને પુનર્જન્મ સમજાય કે ના સમજાય, પણ માન્યતા તો છે જ. નાનું છોકરું ય કહે કે આવતા જન્મમાં આમ થશે. એટલે સમજાયું કે ના સમજાયું ‘ઈટ ઇઝ ડિફરન્ટ મેટર', પણ પુનર્જન્મને માને છે જ !
એની એ જ ઘટમાળ ! પ્રશ્નકર્તા : મનુષ્યના દરેક જન્મને પૂર્વજન્મ સાથે સંબંધ ખરો ?
દાદાશ્રી : એ તો દરેક જન્મ પૂર્વજન્મ જ હોય છે. એટલે દરેક જન્મનો સંબંધ પૂર્વજન્મથી જ થાય છે.
પ્રશ્નકર્તા પણ પૂર્વજન્મ અને આ જન્મ સાથે શું લેવાદેવા છે ?
દાદાશ્રી : અરે, આવતા અવતાર માટે આ પૂર્વજન્મ થયો. ગયો અવતાર એ પૂર્વજન્મ, તો આ જન્મ છે. અને આ જન્મ છે, એ બીજા આવતા અવતારની પૂર્વજન્મ કહેવાય.
પ્રશ્નકર્તા : હા, એ વાત સાચી છે. પણ પૂર્વજન્મની અંદર એવું કંઈક થતું હોય, જેને આ જન્મ સાથે કંઈ સંબંધ ખરો ? - દાદાશ્રી : બહુ જ સંબંધ નર્યો ! પૂર્વજન્મમાં બીજ પડે છે, ને બીજા જન્મમાં ડું આવે છે. એટલે એમાં બીજમાં ને ડૂડામાં ફેર નહીં ? સંબંધ ખરો કે નહીં ?! આપણે બાજરીનો દાણો નાખીએ એ પૂર્વજન્મ અને ડુંડું આવે એ આ જન્મ, પાછું આ કૂંડામાંથી બીજરૂપે દાણો પડ્યો તે પૂર્વજન્મ અને એમાંથી ડું આવે એ નવો જન્મ. સમજાયું કે ના સમજાયું ?
પ્રશ્નકર્તા : એક માણસ રસ્તા ઉપર આમ ચાલ્યો જાય છે અને બીજા ઘણાં ય રસ્તા ઉપર જાય છે, પણ કોઈ સાપ અમુક માણસને જ નડે છે. એનું કારણ પુનર્જન્મ જ ?
- દાદાશ્રી : હા, અમે એ જ કહેવા માગીએ છીએ ને કે પુનર્જન્મ છે, તેથી એ સાપ તમને કરડે છે. પુનર્જન્મ ના હોય તો તમને સાપ ના કરડત.
આ બેન કહેશે, આમને સાસુ કેમ સારા મળ્યાં અને મને આવા સાસ કેમ મળ્યો ! એટલે સંજોગો બધા જાતજાતના મળવાના.
‘યોજના' ઘડાઈ, એ જ મૂળ કર્મ ! પ્રશ્નકર્તા: કર્મોનું સારું કે ખરાબ ફળ આ જન્મમાં મળે કે પછીના આવતા જન્મમાં મળે ?
દાદાશ્રી : કર્મો જે કરવામાં આવે છે, તે યોજનારૂપે હોય છે. જેમ આ ગવર્મેન્ટ અહીં યોજના કરે છે, નર્મદા નદીના બંધની યોજના ત્યાં કરતા હોય. હવે તે વખતે અહીં પાણી એ યોજનાથી અટકે ખરું ? એ તો જ્યારે અહીં રૂપકમાં આવે, જ્યારે ચણાઈને તૈયાર થાય ત્યારે પાણી અટકે. બાકી યોજનામાં, નકશા પર પૂરેપૂરું જ હોય, બંધ બધું હોય, પણ નકશા ઉપર ! એવું આ દરેક કર્મ બધાં યોજનારૂપે થાય છે, એને “કોઝિઝ' કહેવામાં આવે છે. અને પછી એ જ “કોઝિઝ' જ્યારે રૂપકમાં આવે ત્યારે ‘ઇફેક્ટ' કહેવાય છે. પણ તે બીજા અવતારમાં રૂપકમાં આવે છે, એટલે ગયા અવતારનાં કર્મો આ અવતારે ભોગવો છો, અને આ અવતારનાં કર્મો પાછાં આવતા અવતારે ભોગવશો. પણ તે યોજનારૂપે કરેલાં કર્મો આવતા અવતારે ભોગવાય છે.
અત્યારે તમારી ઇચ્છા ન હોય, તો ય કર્મ થઈ જાય છે, એવું બને છે કે નથી બનતું ?
પ્રશ્નકર્તા : થઈ જાય.