________________
આપ્તવાણી-૮
૧૩
આપ્તવાણી-૮
ગુણો પ્રગટ થઈ જાય. અનંતભેદે આત્મા છે, અનંત ગુણધામ છે ! એના એક પણે ગુણ જાણ્યા નથી તમે અત્યારે ! - આત્મા ત્રિકાળી વસ્તુ છે અને અનંતસુખનું ધામ છે; જ્યારે આ લોક અહીં કેરીઓમાં સુખ ખોળવા નીકળ્યા છે, બજારુ કેરીઓમાં, ‘માર્કેટ’ મટિરિયલ્સ'માં ! આ આંખે જે દેખાય છે, કાને જે સંભળાય છે, નાકે સુગંધ આવે છે, જીભે ચખાય છે, અહીં સ્પર્શ થાય છે, એ બધું ‘માર્કેટ મટિરિયલ્સ’ છે !!!
પ્રશ્નકર્તા : તો પછી આત્માની શક્તિ મેળવવા માટે માણસે શું પ્રયત્ન કરવો જોઈએ ?
દાદાશ્રી : આત્માની શક્તિ મહીં છે જ ! આત્માની શક્તિ એ તો પરમાત્માપણાની શક્તિ છે. બાકી એ પરમાત્મામાં એક શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી અને આમ અનંત શક્તિના એ માલિક છે !
પ્રશ્નકર્તા : અમને એ બધો મેળ બેસતો નથી.
દાદાશ્રી : એ મેળ બેસવો જ જોઈએ. મેળ બેસતો નથી ને, ત્યાં સુધી સમજવામાં ફેર છે જરા ! મેળ ના બેસે, એ જ્ઞાન જ નથી, અજ્ઞાન હોય તો જ મેળ બેસે નહીં. બાકી મેળ બેસવો જ જોઈએ, પણ એને માટે થોડો ‘ટાઇમ’ લઈને આપણે પરિચય કરવો પડે.
પ્રશ્નકર્તા: કઈ રીતે ?
દાદાશ્રી : અહીં જોડે બેસીને, જરા ‘ટાઇમ' કાઢીને, વિશેષ બેસીને ‘જ્ઞાની પુરુષ' પાસે પરિચય કરવો પડે !
જ્ઞાતી' પરિચયે, અનંત શક્તિ વ્યક્ત થાય !
પ્રશ્નકર્તા : આત્મામાં અનંત શક્તિ ખરી ?
દાદાશ્રી : હા. પણ એ શક્તિ ‘જ્ઞાની પુરુષ' થકી પ્રગટ થવી જોઈએ. જેમ તમે સ્કૂલમાં ગયા ત્યારે શીખવાડ્યું હતું ને ?! તમારું જ્ઞાન તો હતું જ તમારી મહીં, પણ એ પ્રગટ કરી આપે છે. એમ ‘જ્ઞાની પુરુષ' પાસે પોતાની શક્તિઓ બધી પ્રગટ થાય. અનંત શક્તિ છે, પણ એ શક્તિ બધી એમ ને એમ “અંડરમાઇન’ પડેલી છે. એ શક્તિ અમે ખુલ્લી કરી આપીએ. ભયંકર શક્તિ છે ! તે તમારા એકલામાં નહીં, દરેક જીવમાત્રમાં એવી શક્તિ છે પણ શું કરે ? આ તો ઉપર લેયર્સ’ ને લેયર્સ’ નાખેલાં છે બધાં !
પ્રશ્નકર્તા : આત્માની શક્તિ અને શારીરિક શક્તિ, એ બેને કંઈ સંબંધ ખરો ?
દાદાશ્રી : એ બેની શક્તિ જુદી જ છે. પ્રશ્નકર્તા : એ બંને એકબીજાને અસર કરે ?
દાદાશ્રી : કરે જ છે ને ! આ શારીરિક શક્તિને લીધે તો પેલી આત્માની શક્તિ બંધ થઈ જાય છે. શારીરિક શક્તિ વધારે હોય તો પાશવતા વધે.
પ્રશ્નકર્તા : અને આત્માની શક્તિ વધારે હોય તો ? દાદાશ્રી : પાશવતા ઘટે મનુષ્યપણું ઉત્પન્ન થાય.
આત્માની અનંતજ્ઞાન શક્તિ છે, એકાદ-બે જ્ઞાનશક્તિ છે એવું નથી. આ અનંતજ્ઞાન શક્તિ છે તેના આધારે તો જ્યોતિષવાળાનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, ડૉકટરનું જ્ઞાન, એ બધું જ્ઞાન બહાર પડ્યું છે. દરેકના જુદા જુદા ‘સજેસ’ હોય એ બધાં જ્ઞાન ખુલ્લાં થાય એટલી બધી જ્ઞાન શક્તિ છે ! એટલે આત્મા અનંતશક્તિનો ધણી છે ! અનંત જ્ઞાન શક્તિ છે ને અનંત વીર્ય શક્તિઓ છે !! બહુ ગજબની શક્તિ ધરાવે છે એવા એ પરમાત્મા છે !!!
પટેલ” પાડોશી તે “પોતે' “પરમાત્મા'માં ! પ્રશ્નકર્તા : એ આત્માનું સ્વરૂપ કેવું દેખાય ? તેજસ્વી દેખાય છે કે કંઈક આકૃતિ દેખાય છે ?
દાદાશ્રી : એ આકૃતિ નથી તેમ નિરાકૃતિ પણ નથી. આકૃતિ એ બધી માણસની કલ્પનાઓ છે, બુદ્ધિજન્ય વિષય છે. આત્મા એ તો આત્મા