________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
આત્માના એ ગુણ હોય તો પછી એ ગુણ તો કોઈ દહાડો ય જાય જ નહિ ! અને લોકો ક્રોધ-માન-માયા-લોભને કાઢવા નથી ફરતા ?
પ્રશ્નકર્તા : બધા કાઢવા માટે ‘ટાય’ તો કરે છે.
દાદાશ્રી : પણ જો એ આત્માના ગુણધર્મ હોય તો કોઈ કાઢી શકે જ નહીં ને ! જો એ કાઢે તો આત્મા ય જતો રહે એટલે એ આત્માના ગુણ નથી.
પ્રશ્નકર્તા : એ દેહના ગુણ છે ?
દાદાશ્રી : દેહના ય ગુણ નથી અને આત્માના ય ગુણ નથી. આત્માના જો ગુણ કહીએ, તો ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા કહેવાય છે અને આત્મા તો પરમાત્મા છે ! એનામાં નિર્બળતાનો એક પણ ગુણ નથી !!!!
તે આત્મસ્વરૂપતા ક્યા ગુણધર્મો ?! કેટલાંક લોકો કહે છે ને, બોલે છે તે મહીં આત્મા બોલે છે.' પણ બોલે છે એ જીવે ય હોય ને ભગવાને ય હોય, એ તો ‘રેકર્ડ' બોલે છે. આ માટે બોલી રહી છે ને તે ય ‘રેકર્ડ' જ બોલી રહી છે, “હું” નથી બોલતો. આ બધી ‘રેકર્ડ’ બોલે છે, ‘ટેપરેકર્ડ' ! આ ‘ઓરિજીનલ ટેપરેકર્ડ’ વાગે એના પરથી આ ‘ટેપ' ઊતરે, પછી એના પરથી બીજી ઊતરે. એટલે પહેલી આ “રેકર્ડ” અને આના પરથી બધી જેટલી જોઈએ એટલી “રેકર્ડ' ઊતરે. એટલે આ વાણી બોલે છે, આ બધું ‘મશીન’ ચાલે છે, ખાય છે, પીવે છે, લોહી ફરે છે; પણ એ જીવ ના કહેવાય. એ તો ‘મિકેનીક્લ’ છે. જીવ તો જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન એટલે પ્રકાશસ્વરૂપ છે. આમાં જે પ્રકાશસ્વરૂપ છે એવું બીજા સ્વરૂપમાં હોય નહિ.
રાત્રે અંધારામાં શ્રીખંડ હાથમાં આપીએ તો પછી શ્રીખંડ ક્યાં મૂકે? મોઢામાં મૂકતી વખતે આંખમાં ના પેસી જાય ? કે મોઢામાં જ જાય ? શું કહો છો ? કેમ બોલ્યા નહિ ? ઘોર અંધારામાં શ્રીખંડ તમને આપે તો તમે મોઢામાં જ મૂકો ને ? પછી તમને કોઈ પૂછે કે તમે શું ખાધું,
તો તમે શું કહો ?
પ્રશ્નકર્તા : શ્રીખંડ.
દાદાશ્રી : પછી તમને પૂછે કે આ શ્રીખંડમાં મહીં શું શું છે ? ત્યારે તમે શું કહો ?
પ્રશ્નકર્તા : દહીં, ખાંડ.
દાદાશ્રી : હા. અને દહીં જરા બગડી ગયેલું છે, એવું તેવું હોય તો ખબર પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા: ચોક્કસ. દાદાશ્રી : અને સારું હોય તો ય ખબર પડે ને ? પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : અને ખાંડ ઓછી હોય તો ય ખબર પડે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ખાંડ વધારે હોય તો ય ખબર પડે ? પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : અને ખાંડ એકદમ વધારે હોય તો ? પ્રશ્નકર્તા : એ ય ખબર પડે.
દાદાશ્રી : રાતે અંધારામાં શી રીતે ખબર પડે છે ? અંધારામાં ખબર પડે ? અને પછી મહીં દરાખ, ચારોળી આવે તો ય ખબર પડે ? ઇલાયચીનો નાનો દાણો હોય તો ય ખબર પડે ?
પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : તો આ બધું જે જાણે છે ને, એ જીવ છે. પ્રશ્નકર્તા : આ લોકો કહે છે કે જ્ઞાનતંતુને લીધે ખબર પડે છે,