________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
કે આ જીવ બોલી રહ્યો છે. તું વળી, તારી નવી શંકા ઊભી કરે છે ? એટલે જીવ તો દેહધારીમાં છે જ ! અને આ ‘જીવ નીકળી જાય છે” એવો દાખલો નથી આપતા આપણે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને અહીં ઇજેક્શન આપવું પડે છે ને, ત્યારે કેમ બહેરું કરવું પડે છે ? શાથી બહેરું કરવું પડે છે ?
પ્રશ્નકર્તા : દુખાવો ને લાગણી ના થાય એટલા માટે.
દાદાશ્રી : એ જીવને એટલા ભાગમાંથી ખસેડવા માટે “ઇજેક્શન’ આપવું પડે છે, જીવને ખસેડવા માટે આ બહેરું કરે છે. જીવ હોય ત્યાં સુધી ‘ઓપરેશન’ની વેદના સહન થાય નહિ, સમજાયું આપને ?
આત્માની અતિ ! ક્યા લક્ષણે ? દાદાશ્રી : ચેતનમાં ને જડમાં કંઈ ફેર હશે ખરો ? ચેતનના ગુણધર્મ હશે ?
પ્રશ્નકર્તા : ચોક્કસ. દાદાશ્રી : શું શું ગુણધર્મો છે ? પ્રશ્નકર્તા : ચેતન હલનચલન કરી શકે, એને લાગણી થાય.
દાદાશ્રી : હલનચલન એ તો મશીનરીઓ ય કરી શકે છે. સ્કૂટર, એન્જિનો, ગાડીઓ બધું હલનચલન કરે જ છે ને ! અને આ પૂતળાં બનાવેલાં, તે હલનચલન નથી કરતાં બધું ? હલનચલન કરે, એ જીવ ના કહેવાય. હલનચલનથી આત્મા ખબર પડતો હોય તો મશીનરી હલનચલન કરે જ છે. બીજા કશાં લક્ષણથી તમને ખબર પડે ? બીજા શેનાથી તમને ખબર પડે કે આમાં આત્મા છે ?
પ્રશ્નકર્તા : દરેક જાતની ક્રિયાઓ કરીએ છીએ આપણે. દાદાશ્રી : ‘બધી જ જાતની ક્રિયાઓ’ એ ય કામ ના લાગે.
‘મશીનરીઓ’ બધી જાતની ક્રિયાઓ કરી શકે છે.
પ્રશ્નકર્તા : ‘મશીનરી'ઓ બધી ક્રિયાઓ કરે છે, પણ દયા ને પ્રેમ તો નથી બતાવી શકતી ને ?
દાદાશ્રી : હા, એ ‘ડિફરન્સ’ છે. એટલે જ્યાં જ્ઞાન છે કે અજ્ઞાન છે, અજ્ઞાન હોય તો અજ્ઞાન ને જ્ઞાન હોય તો જ્ઞાન, પણ જ્યાં કંઈ પણ જ્ઞાન છે કે અજ્ઞાન છે, દયા છે, ત્યાં આગળ આત્મા છે. એવું નક્કી થયું કહેવાય. બાકી હાલે છે, ચાલે છે, એ તો ‘મશીનરી’ ય ચાલે જ છે ને ! ' હવે દયા ના હોય ને કોઈ ગાળો ભાંડતો હોય ત્યાં આત્મા છે કે નથી ?
પ્રશ્નકર્તા : આત્મા તો હોય જ. દાદાશ્રી : તો દયા નથી ત્યાં પણ આત્મા ખરી ? પ્રશ્નકર્તા : હા, દયા-ક્રોધ તો મશીનરી ના બતાવે ને !
દાદાશ્રી : હા, એટલે આવું બધું છે ત્યાં આત્મા છે એની ખાતરી થાય. આ ‘ટેપરેકર્ડ’ બોલે છે ખરું, પણ ક્રોધ ને લોભ એનામાં ના હોય ને ?! લાગણીઓ છે એ પણ ‘ટેપરેકર્ડ’ને ના હોય ! અને જ્યાં લાગણીઓ છે ત્યાં આત્મા છે.
...પણ એ લક્ષણો કોતાં ? એ લાગણીઓ આત્માની હશે કે દેહની હશે ? એ દેહનો ગુણ હશે કે આત્માનો ગુણ હશે ?
પ્રશ્નકર્તા : આત્માનો.
દાદાશ્રી : એમ ?! આ ક્રોધ-માન-માયા-લોભ બધું ય આત્માના ગુણ હશે ?
પ્રશ્નકર્તા : હા. કર્તા બધો આત્મા જ હોવો જોઈએ. દાદાશ્રી : પણ લોકો તો ક્રોધ-માન-માયા-લોભ કાઢવા ફરે છે. જો