________________
આપ્તવાણી-૮
૩
‘જ્ઞાનીપુરુષ’ની પાસે એવો આત્મા જાણવા બેસે ત્યારે ‘જ્ઞાનીપુરુષ’નાં સામાયિકથી પાપો ભસ્મીભૂત થાય. ને પાપો ભસ્મીભૂત થાય તો જ આત્મા લક્ષમાં બેસે, નહિ તો લક્ષમાં ના બેસે ! અને પછી તે લક્ષ નિરંતર રહે, નહિ તો દુનિયાની કોઈ ચીજ નિરંતર યાદ જ ના રહે, થોડીવાર યાદ આવે ને પછી પાછું ભૂલી જવાય. અને આ તો ‘જ્ઞાનીપુરુષ' પાસે પાપ ધોવાઇ જાય એટલે આત્માનું લક્ષ બેસે !
આત્માતા અસ્તિત્વતી આશંકા કોતે ?
પ્રશ્નકર્તા : આત્મા હશે કે નહિ ? એ શંકા ઉત્પન્ન થાય એવું છે. દાદાશ્રી : આત્મા છે જ ને !
પ્રશ્નકર્તા : આ બધા ફોરેનનાં સાયન્ટિસ્ટોએ બધી શોધખોળ કરી છે કે કાચની પેટીમાં મરતાં માણસને રાખીને જીવ કેવી રીતના જાય, ક્યાંથી જાય છે, એ બધી તપાસ કરવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ ‘આત્મા છે કે નહિ ?” એવું કશું લાગ્યું નહિ. ‘જીવ છે જ નહિ’ એવું પુરવાર કર્યું.
દાદાશ્રી : ના. પણ ‘આ અજીવ છે' એવું કહે છે ? આ પેટી અજીવ છે કે નહિ ? અજીવ જ છે ને ? તો આ માણસ અને આ પેટી બધું ય સરખું ?
પ્રશ્નકર્તા : ના, એવું નથી. પણ જીવ જેવી કોઈ વસ્તુ જતી નથી, એવું કહેવા માંગે છે.
દાદાશ્રી : એ સાયન્ટિસ્ટો ‘માણસ’ બનાવે છે, નવાં હૃદય બનાવે છે, બધું બનાવે છે ને ? એટલે નવો માણસ બનાવે તો આપણા જેવો વ્યવહાર કરી શકે એ ?
પ્રશ્નકર્તા : નહીં કરી શકે.
દાદાશ્રી : તો પછી શા આધારે એ સમજે છે કે જીવ જેવું કશું છે નહિ !
પ્રશ્નકર્તા : એ લોકોએ તો કાચની પેટીમાં મરતા માણસને મૂકેલો
આપ્તવાણી-૮
પણ જીવ નીકળતી વખતે કશું દેખાયું નહિ એટલે માની લીધું કે જીવ નથી.
૪
દાદાશ્રી : એવું છે ને, કાં તો અણસમજવાળો ના કહે કાં તો સમજણવાળો ના કહે. પણ એથી કરીને બધા લોકોને શંકા ઉત્પન્ન થાય નહિ ને ! અને જે શંકા કરે છે ને, કે જીવ જેવી વસ્તુ નથી, એમ જે કહે છે ને, એ જ પોતે જીવ છે. જેને શંકા પડે છે ને તે જ જીવ છે, નહિ તો શંકા પડે નહિ ! અને આ બીજી જડ વસ્તુઓ છે ને, એ કોઈને શંકા ના પડે. શંકા જો કોઈને પડતી હોય તો એ જીવને જ પડે, બીજી કોઈ ચીજ એવી નથી કે જેને શંકા પડે. તમને સમજાય છે એવું ?
મરી ગયા પછી એને પોતાને શંકા પડે ? ના, તો શું ચાલ્યું જતું હશે ? હૃદય બંધ પડી જતું હશે ? શું થતું હશે ?
પ્રશ્નકર્તા : હૃદય બંધ પડે એટલે જ માણસ મરી જાય છે.
દાદાશ્રી : હા, એ તો માણસ મરી જ જાય, શ્વાસના આધારે જ આ જીવે છે. આ જીવ જે અંદર છે ને, એ શ્વાસના આધારે જ રહ્યો છે. જ્યાં સુધી શ્વાસ ચાલ્યા કરે ત્યાં સુધી એ રહે.
પ્રશ્નકર્તા : પણ શરીરના મહત્ત્વના અવયવો કામ કરતા બંધ થઈ જાય ત્યારે માણસ અવસાન પામે છે. જો આમ જ હોય તો જીવ જેવી વસ્તુ જ ના રહી.
દાદાશ્રી : જીવ જેવી વસ્તુ છે જ ! એ પોતે જ જીવ છે, છતાં પોતે પોતાની પર શંકા કરે છે. આ જેને શંકા પડે છેને, તે જ જીવ છે. આ દેહમાં જીવ નથી એવી જે શંકા કરે છે, તે જ જીવ છે. પોતાના મોઢામાં જીભ ના હોય અને પોતે બોલે કે, મારા મોઢામાં જીભ નથી.' એ જ પુરવાર કરે છે કે જીભ છે જ મહીં. સમજ પડી ને ? એટલે આ શંકા છે. એ વાક્ય જ વિરોધાભાસ છે. લોકો કહે છે, ‘માણસ અવસાન પામે છે ત્યારે એમાં જીવ જેવી કોઈ વસ્તુ નથી !’ એ શબ્દ પોતે જ શંકા ઊભી કરે છે, એને શંકા થઈ છે. એ શંકા જ પુરવાર કરે છે કે જીવ છે ત્યાં.
હું સાયન્ટિસ્ટો પાસે બેસુંને, તો એમને બધાને તરત સમજાવી દઉં