________________
૨૯૮
આપ્તવાણી-૮
સૂક્ષ્મતર અવસ્થાને પર્યાય કહેવાય. આ તો બધી મોટી મોટી અવસ્થાઓ છે, અશુદ્ધ અવસ્થાઓ છે, જાડી અવસ્થાઓ છે. ‘હું ચંદુભાઈ છું’ એ અવસ્થા કંઈ જેવી તેવી છે ?!
આપ્તવાણી-૮
૨૯૭ પડે ને ! ‘આત્મા’માંથી ઊઠતાં જ નથી. આત્મામાં અશુદ્ધ પર્યાય હોતાં જ નથી. એટલે વસ્તુસ્થિતિમાં જો વાત સમજવી હોય તો આ અશુદ્ધ પર્યાયને શુદ્ધ પર્યાયને બધું ‘તમારા’માં ઊભા થાય છે.
તમને મૂળ હકીકત કહી દઉં. બે પ્રકારના આત્મા છે, એક મૂળ આત્મા છે ને એ મૂળ આત્માને લઈને બીજો ઊભો થયેલો આ વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા નિશ્ચયઆત્મા છે, તેમાં કશો ફેરફાર થયો જ નથી. એ જેવો છે તેવો જ છે અને તેનાં અંગે વ્યવહારઆત્મા ઊભો થયેલો છે. જેવી રીતે આપણે અરીસા સામા જઈએ ત્યારે બે ‘ચંદુભાઈ” દેખાય કે ના દેખાય ?
પ્રશ્નકર્તા : હા, બે દેખાય.
દાદાશ્રી : એવું આ વ્યવહાર આત્મા ઊભો થયેલો છે. એને અમે ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહ્યો. એમાં પોતાની પ્રતિષ્ઠા કરેલી છે. માટે જો હજુ ‘તમે' પ્રતિષ્ઠા કરશો, ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું’ કરશો તો ફરી આવતા ભવ માટેનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થશે. આ વ્યવહારને સત્ય માનશો તો ફરી વ્યવહાર આત્મા ઊભો થશે. નિશ્ચય આત્મા તો તેવો ને તેવો જ છે. જો એનો સ્પર્શ થઈ જાય ને, તો કલ્યાણ થઈ ગયું ! અત્યારે તો વ્યવહાર આત્માનો જ સ્પર્શ છે.
આ તો અહંકાર ઊભો થયેલો છે. લોક કહે છે, “આત્માને દુ:ખ પડે છે. મારો આત્મા બગડી ગયો છે.’ તો અલ્યા, આત્મા બગડેલો હોય, તો કોઈ દહાડો ય સુધરે જ નહિ. જેનામાં બગડવાની શક્તિ છે તો એ વસ્તુ સુધરે જ નહિ અને અહીં બગડે છે તો પછી ત્યાં સિદ્ધક્ષેત્રમાં ય બગડે. આત્મા તેવો નથી. આત્મા સિદ્ધક્ષેત્રમાં છે તેવો જ અહીં છે. પણ એ નિશ્ચય આત્મા છે અને વ્યવહાર આત્મા બગડેલો છે. હવે બગડેલો વ્યવહાર છે, વ્યવહારને શુદ્ધ કરવાનો છે. જો ‘જ્ઞાની” ના મળે તો વ્યવહાર શુભ કરવાનો છે અને ‘જ્ઞાની’ મળે તો શુદ્ધ વ્યવહાર કરવાનો છે. બસ, એટલું જ કરવાનું છે. આપને સમજાયું ને ?
એટલે આત્મામાંથી અશુદ્ધ પર્યાય હોતાં જ નથી. બધા અશુદ્ધ પર્યાયો વ્યવહાર આત્મામાંથી છે. હવે એ પર્યાય તો બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ,
વ્યવહાર આત્મા', મલાયો “નિશ્ચય આત્મા’ ! પ્રશ્નકર્તા: વ્યવહારિક આત્મા ને નિશ્ચય આત્મા, એ બન્નેના જુદા જુદા ગુણ થયા ?
દાદાશ્રી : એ જુદા જ હોય ને ! નિશ્ચય આત્મા એટલે મૂળ આત્મા. પ્રશ્નકર્તા : એમાં આત્મા એક જ અને ગુણ જુદા, એવું છે ?
દાદાશ્રી : એવું નથી. એક માણસ ખારેકનો મોટો એજન્ટ છે, સહુ લોક એને કહે કે “આ ખારેકવાળા શેઠ છે.’ પણ કોર્ટમાં એ વકીલ ગણાતા હોય. એ વકીલાત કરતા હોય તો વકીલ ગણાય ને ? એવી રીતે ‘તમે’ વ્યવહારિક કાર્યમાં જો મસ્ત છો તો ‘તમે’ વ્યવહારિક આત્મા છો અને નિશ્ચયમાં મસ્ત છો તો ‘તમે’ ‘નિશ્ચય આત્મા’ છો. મૂળ તમે ને તમે જ છો પણ કયા કાર્યમાં છો, એના ઉપર આધાર છે.
એટલે વ્યવહારિક આત્માને આ લોકોએ નિશ્ચય આત્મા માન્યો. બોલે ખરાં કે વ્યવહારિક આત્મા, પણ એમના જ્ઞાનમાં તો એને નિશ્ચય આત્મા જ જાણે. એ જાણે કે ‘આત્મા તે આ જ આત્મા અને આત્મા ના હોય તો આવું બોલાય શી રીતે ? ચલાય શી રીતે ?” આ હાલવું-ચાલવું, વાતચીત કરવી, સ્વાધ્યાય કરવો, વાંચું છું ને મને યાદ રહે છે, એ બધાને કહેશે કે “આ જ આત્મા છે. બીજો તો આત્મા હોય જ નહિ.” એવું એ જાણે. અને આ બધો તો આત્માનો પડછાયો જ છે. આ પડછાયો પકડે તો કરોડો અવતારે ય તને મૂળ આત્મા ના જડે. અક્રમ વિજ્ઞાને તો ખુલ્લું પાડ્યું કે પડછાયો શું કરવા પકડો છો ? છતાં એ ક્રમિક માર્ગ, એ લાઈન ખોટી નથી, પણ પડછાયાને જ આત્મા માને છે. આત્માને આત્મા માનો અને પડછાયાને પડછાયો માનો, એવું હું કહેવા માગું છું.
પ્રશ્નકર્તા : માન્યતામાં જ મોટી ભૂલ થઈ.