________________
આપ્તવાણી-૮
૨૯૯
૩00
આપ્તવાણી-૮
દાદાશ્રી : માન્યતામાં ભૂલ થાય એટલે બધું ય ભૂલ. પછી રહ્યું જ
શું ?
રૂપક’તી તિર્જર, પણ “બિલીફથી “બંધ' ! પ્રશ્નકર્તા : એટલે એક પ્રતિષ્ઠિત આત્મા અને બીજો શુદ્ધાત્મા ?
દાદાશ્રી : નિશ્ચય આત્મા એ શુદ્ધાત્મા અને જે વ્યવહારમાં ચાલે છે વ્યવહાર આત્મા, એ પ્રતિષ્ઠિત આત્મા ! કારણ કે “આપણે” એની પ્રતિષ્ઠા કરીએ છીએ. હમણાં કોઈ “જ્ઞાન” પામેલો માણસ ના હોય ને એનું નામ ચંદુલાલ હોય, તો ‘હું ચંદુલાલ છું, હું આનો મામો થઉં, આનો કાકો થઉં' એ જે બોલી રહ્યા છે, એ પહેલાનું કર્મ છે, એ આ કર્મ રૂપકમાં બોલે છે. પહેલાં જે યોજના રૂપે હતું ને તે આ રૂપકમાં આવ્યું. હવે રૂપકમાં આવ્યું તેનો વાંધો નથી, પણ ફરી એવું ને એવું જ એને શ્રદ્ધામાં છે માટે એનું બીજ પડે છે પાછું. એટલે આમ પ્રતિષ્ઠા કરે છે, દેહમાં જ પ્રતિષ્ઠા કરે છે કે “આ હું છું.’ એટલે ફરી પાછો દેહ ઉત્પન્ન થાય છે, મૂર્તિ ઉત્પન્ન થાય છે. એટલે આમ પ્રતિષ્ઠા કરી કરીને નવી મૂર્તિ ઉત્પન્ન કરે છે અને જૂની મૂર્તિ ઊડી જાય છે. અને તે પ્રતિષ્ઠા કરેલી એટલે ફળ આપ્યા જ કરે.
પ્રતિષ્ઠિત આત્માની માન્યતા જ છે, એ “રોંગ બિલીફ’ ઊભી થઈ ગઈ છે એટલે પ્રતિષ્ઠા જ કર્યા કરે છે “આ હું છું, આ હું છું.' તે પેલું પાછલી પ્રતિષ્ઠા ઊડે છે અને નવી પ્રતિષ્ઠા ઊભી થાય છે ! એક તો કહે છે ‘હું ચંદુલાલ છું', પછી ‘આનો મામો થઉં, આ વિચાર મને આવ્યો.’ હવે પાછલી પ્રતિષ્ઠાનું આશ્રવ છે. તે આશ્રવ પછી નિર્જરા થાય છે. તે નિર્જરા થતી વખતે ફરી એવું જ ઘાટ ઘડી અને નિર્જરા થાય છે. હવે આ જ્ઞાન આપેલું હોય, તે શું કહે કે “હું ચંદુભાઈ છું અને આનો મામો થઉં” એ બોલે છે, તે પાછલી પ્રતિષ્ઠાનું જ. પણ આજે જ્ઞાન છે એટલે ‘ખરેખર હું ચંદુભાઈ છું' એ શ્રદ્ધા ઊડી ગયેલી છે, એટલે નવી પ્રતિષ્ઠા નથી કરતો. એટલે એ સંવર કહેવાય છે, બંધ થતો નથી અને અને નિર્જરા થયા કરે ! બંધ કોનું નામ કહેવાય ? જ્ઞાન ના હોય ત્યારે બંધ પડે. એટલે જેવું આપણે પ્રતિષ્ઠા કરીએ, એવી જ પાછી ફરી પ્રતિષ્ઠા ઊભી થઈ ગઈ.
હવે કોઈ માણસ કહેતો હોય, ‘ચોરી કરવી જ જોઈએ ને એ ચોરી કરતો હોય, લાંચ લેતો હોય. લોકોની જોડે સારી સારી વાતચીત કરે અને કહે કે “તને આમ કરી આપીશ, તેમ કરી આપીશ, તારું બધું કામ પૂરું કરી આપીશ.' એની પાસે હજાર રૂપિયા લાંચના લે છે, આ બધું કાર્ય જે કરે છે, એ પ્રતિષ્ઠિત આત્મા છે. આ યોજના હતી તે રૂપકમાં આવ્યું છે. એ જે વાત કરે છે તે ય રૂપક, પેલો ભેગો થયો તે ય રૂપક અને હજાર રૂપિયા લે છે તે ય રૂપક છે. લાંચ લે છે, લાંચ લેવાનાં ભાવ, એને એ ‘ડિસાઈડડ' છે અને તે પણ રાજીખુશીથી લે છે. પણ પછી મહીં મનમાં ભાવ થાય છે, હવે એણે “જ્ઞાન” લીધેલું નથી, એમ ભાવ થાય છે કે “આ બધી લાંચો લઈ અને ભોગવવાનું તો મારે જ છે ને ?” આ ‘લાંચ લેવી ના જોઈએ.” એ આવતા ભવના પ્રતિષ્ઠિત આત્મામાં લાંચ નહિ લેવી જોઈએ, એવી ત્યાં આગળ યોજના ઘડાઈ ગઈ. તે આવતા ભવમા ફરી લાંચ લેશે નહિ. આપને સમજાય છે આ રૂપરેખા ?!
હવે, કેટલાક માણસો લાંચ લેતા નથી. તે માણસને એને ઘેર એની વાઈફ કહે છે, ‘આ તમારી જોડે બધા ભણતા હતા, તે બધાએ બંગલા બાંધ્યા, તમે એકલા જ ભાડાની રૂમમાં રહો છો.’ એટલે પેલાને થયું કે
આ તો મારી જ ભૂલ છે કે શું છે આ ?” એ પોતાનો સિદ્ધાંત ખરો માને છે, પોતાને શ્રદ્ધા છે કે મારો સિદ્ધાંત ખોટો નથી, આ સિદ્ધાંત સુખદાયી છે, એ બધું જ જાણે છે. જ્યારે એની સ્ત્રી એને આવું કહે છે, ત્યારે મનમાં એને એમ થાય કે ‘લાંચ લેતો નથી એ મારી જ ભૂલ થાય છે. ત્યારે કુબુદ્ધિ ફરી વળે કે ‘ભઈ, આપણે એનું કામ કરી જ દેવાનું છે. તો એમાં લાંચ લેવામાં શું વાંધો છે ?” તે પછી એ ભાવ કરે છે કે લાંચ લેવી જ જોઈએ. એટલે પછી એ પેલા માણસને કહે છે કે, ‘તારું કામ હું કરી આપીશ.' ત્યારે પેલો માણસ કહેશે, “સાહેબ, હું પાંચસો રૂપિયા આપીશ.” પણ પછી જ્યારે પેલો આપવા આવે ત્યારે એનાથી લેવાય નહિ, મહીં ગભરામણ થઈ જાય, ઉપાધિ થઈ જાય છે. કારણ કે પૂર્વભવે પ્રતિષ્ઠા કરેલી કે ‘લાંચ લેવી એ ખોટી છે, લાંચ ન જ લેવી જોઈએ. તે લાંચ ન લેવા દે. પેલાને કહ્યું હોય તું લાવજે. પણ એ હાથમાં લે તે ઘડીએ આમ ધ્રુજી જાય, સ્પર્શ ના થવા દે. એટલે એનાથી એક પૈસો લેવાય નહિ, પણ આવતે ભવે ‘લાંચ લેવી છે' એવું એને પાછું નવું બીજ પડે છે. આ