________________
આપ્તવાણી-૮
દાદાશ્રી : તેવું અહીં ‘જ્ઞાની પુરુષ’ આગળ સીધું થઈ જવાનું હોય. અહીં આગળ વાંકું ના ચાલે. અહીં તો આજ્ઞામાં રહેવાનું હોય. કારણ કે આ ‘જ્ઞાની પુરુષ’ તો દર્શન જ કરવા ના મળે.
૨૮૩
ઈન્દ્રિયો અંતર્મુખ કે આત્મારૂપ થવું ?!
પ્રશ્નકર્તા : પણ આ પાંચ ઇન્દ્રિયોનું જે કહ્યું છે, કે આ બધા બાહ્ય વેપાર છે, તો એ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી જોઈએ ?
દાદાશ્રી : ના, એ અંતર્મુખ તો પહેલાં બહુ દહાડા કરી છે. કારણ કે અંતર્મુખ કરે ને, ત્યાર હોરી એ બહાર જતી રહે પાછી. બાહ્યમુખી માલ ભેગો થયો કે એ બહાર જતી રહે, વાર જ ના લાગે ને ! અને આ ઇન્દ્રિયો કોઈ દહાડો કોઈની જંપીને બેઠેલી નહીં. અને આ ઇન્દ્રિયોનું તળાવ કોઈનું બંધાયેલું નહીં. પણ તો ય છતાં પેલાં જમણ જમી ગયાં ને પછી કહેશે કે સદા ઉપવાસી હોય. પેલા કોણ ?
પ્રશ્નકર્તા : દુર્વાસા.
દાદાશ્રી : હા, અને કૃષ્ણ ભગવાનને માટે શું કહ્યું કે સદા બ્રહ્મચારી. કારણ કે મૂળ સ્થિતિમાં આવ્યા પછી કોઈ ચીજ એને અડતી નથી ! એટલે ઇન્દ્રિયોને તો અભિમુખ કરો કે ફલાણું કરો કે સન્મુખ કરો, તે બધું ય, એ તો એક જાતની કસરત છે. એનાથી શરીર સારું રહે, મન જરા સારું રહે. પણ ‘આપણું’ કામ થાય નહીં.
એવું છે, અહીંથી આગળ સ્ટેશનનો રસ્તો જાણતા ના હોય ત્યાં સુધી આપણે ફર ફર કરીએ, એમાં કોઈ સ્ટેશન પ્રાપ્ત થાય ખરું ? એટલે કોઈને પૂછવું તો પડે જ ને ? એટલે આ અજ્ઞાનને લઈને કશું કામ થતું નથી. એટલે પોતે કોણ છે અને શાથી બંધાયેલો છે' એવું તેવું જ્ઞાનીપુરુષ પાસેથી બધું જાણી લેવું જોઈએ.
....એ બધાં ય ‘મિકેતિકલ એડજસ્ટમેન્ટ' !
પ્રશ્નકર્તા : હવે, અંતરમુખ દશામાં આપણને અંદરથી જવાબ આપે છે, ‘આ તું ખોટું કરે છે ને એવું બધું', તો એ કોણ આત્મા કહે છે ?
આપ્તવાણી-૮
દાદાશ્રી : ન હોય એ આત્મા, એ તો ‘ટેપરેકર્ડ' છે. આ બહાર જેવી ‘ટેપરેકર્ડ’ છે, એવી અંદર ઓરિજિનલ ટેપરેકર્ડ’ છે. તમે એને આત્મા કહો છો ? મોટા મોટા ‘ઓફિસરો’ ય કહે છે, ‘મારો આત્મા બોલે છે.’ અરે, એ ક્યાં આત્મા છે ?! એ તો ટેપરેકર્ડ’ છે.
૨૮૪
પ્રશ્નકર્તા : આત્મા નથી બોલતો, તો ‘આ તું ખોટું કરે છે’ એવું કોણ કહે છે ?
દાદાશ્રી : એ ‘ટેપરેકર્ડ' છે. જે વ્યવહારિક જ્ઞાન તમે જાણ્યું, એ વ્યવહારિક જ્ઞાન એ આત્મા નથી. નિશ્ચય જ્ઞાન એ આત્મા છે. તમે વ્યવહારિક જ્ઞાન જે જાણ્યું એ તો ‘ટેપરેકર્ડ’ થયેલું છે, તેનો તમને અવાજ સંભળાય છે. એટલે તમને ખૂંચ્યા કરે છે, કે વ્યવહારમાં આવું હોવું જોઈએ ને આપણે તો આવું ઊંધું કરીએ છીએ.' એટલે એ આત્મા ન હોય !
બાકી, આત્મા તો બોલી શકે નહીં, ખાઈ શકે નહીં. પી શકે નહીં, આત્મા શ્વાસ લઈ શકે નહીં. બધું આત્માનું કામ નથી, આત્માનો એવો ધંધો જ નથી. આત્માના ગુણધર્મ જુદા છે !
જેમ આ વીંટીની મહીં સોનું અને તાંબું બે ભેગું થયેલું હોય, ને એને છૂટું પાડવું હોય તો કોને આપવું પડે ?
પ્રશ્નકર્તા : સોનીને.
દાદાશ્રી : હા. કારણ કે સોની એનો જાણકાર છે. તેવું આ દેહની મહીં આત્મા અને અનાત્મા, એ બે વિભાગ છે. જે આત્માના ને અનાત્માના ગુણધર્મ જાણતા હોય તે એને છૂટું પાડી આપે, આખી ‘લેબોરેટરી’ મૂકીને છૂટું પાડી આપે.
આ તો બધું ‘મિકેનિકલ એડજસ્ટમેન્ટ' છે. આ બોલે છે એ બધું ‘રેકર્ડ’ છે. સાંભળનારને શું કહે છે ? ‘રિસીવર’ કહે છે ને ! એટલે આ બધાં ‘મિકેનિકલ એડજસ્ટમેન્ટ્સ' જ છે. આ આંખો ય બધું ‘મિકેનિકલ એડજસ્ટમેન્ટ' છે. મગજ આખું ય ‘મિકેનિકલ’ છે, તે માથા ઉપર ઠંડું પાણી રેડીએ ત્યારે પાંસરું પડે. નહીં તો મગજ ઉકળી ય જાય અને બહુ તપી જાય છે ત્યારે પોતાં મૂકવાં પડે છેને કે નથી મૂકવાં પડતાં ? આ