________________
૨૮૨
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૨૮૧ એટલે પછી ‘એને’ જેવું દેખાય છે, એમાં ‘એ’ તન્મયાકાર રહે છે. વૃત્તિઓ તો બધી તૂટી જાય ને પાછી નવી પેસે. પણ જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલાય ને, ત્યાં સુધી વૃત્તિઓ બદલાયા કરે. તેથી કંઈ ફાયદો થયો નથી. અરે ! બાવા થયા, ખાવાનું ખાટું-મીઠું કશું યાદ જ ના આવે, એ વૃત્તિઓ બધી તૂટી જાય, તો ય દ્રષ્ટિ બદલાયા સિવાય કશું વળે નહીં.
એટલે આપણે ત્યાં એવા કેટલાંય સંત છે, કે જેની પાસે આપણે બેસીએ ને, તો હે ય... આપણાં મનમાં એકદમ આનંદ થઈ જાય ! તે આપણને એમ લાગે કે ઓહોહો ! આ સંત કેવા હશે ?! કારણ કે બરફનો સ્વભાવ છે કે દરેકને ઠંડક આપે જ. હવે એ સંત ઠંડક આપે એટલે તમે ના સમજો કે અહીં કંઈક છે ? ત્યારે હું કહું કે ત્યાં કશું ય નથી. કારણ કે એણે વૃત્તિઓ માર માર કરી છે. એ વૃત્તિઓ મારી એટલે સ્થિર થઈ ગયું, અને સ્થિર થઈ ગયું એટલે લોકોને હેલ્પફુલ થાય, પણ પેલાએ તો ફરી અસ્થિર કરવું પડશે, તો જ કામ થશે. હવે આ બધી જગતને શી રીતે ખબર પડે ?
પ્રશ્નકર્તા : પણ એનાથી દ્રષ્ટિ બદલાય ખરી ?
દાદાશ્રી : દ્રષ્ટિ ના બદલાય, વૃત્તિઓ બધું બદલાય. અમુક અહંકાર ને એવી વૃત્તિ સિવાય બીજી બધી વૃત્તિઓ ખલાસ કરી નાખે, એટલા બધા આપણે ત્યાં પ્રયોગવાળા છે. અને તે આમ બેઠાં હોયને, તો આજુબાજુ વાતાવરણ કેવું સુંદર લાગે !! આ ય મેં જોયેલું છે પાછું. છતાં મેં શોધખોળ કરેલી કે અહીં કશો માલ નથી. જ્ઞાનની વાત પૂછીએ તો ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : ના જ હોય ને !
દાદાશ્રી : તો જ્યાં જ્ઞાન નથી ત્યાં અધ્યાત્મ ય નથી, આ તો બધા આધિભૌતિક માર્ગો છે. પહેલાંના કાળમાં અધ્યાત્મિક માર્ગો હતા. અત્યારે તો લોકો ‘નથી અધ્યાત્મ', તેને અધ્યાત્મ કહે છે.
પ્રશ્નકર્તા : દાદા, એ જો એમ સ્વીકારી લે કે હું તો કોરો ધાકડ છું. ક્લિન સ્લેટ છું.
દાદાશ્રી : સ્વીકારે તો એ બહુ સારું, ડહાપણની વાત કહેવાય.
પ્રશ્નકર્તા : પછી તો એની દ્રષ્ટિ પણ બદલાય ?
દાદાશ્રી : ચોક્કસ બદલાય, પણ દ્રષ્ટિ બદલાવનાર હોવો જોઈએ. પોતાની મેળે દ્રષ્ટિ બદલી શકશે નહીં. અનાદિથી આ વ્યવહાર ચાલુ આવેલો છે કે દ્રષ્ટિ બદલાવનાર હોવો જોઈએ. દ્રષ્ટિ બદલાય ત્યારથી તમારી સૃષ્ટિ બદલાયેલી લાગે, એનું નામ દ્રષ્ટિ બદલાઈ કહેવાય. સૃષ્ટિ ના બદલાય તો દ્રષ્ટિ બદલાયેલી જ કેમ કહેવાય ? નહીં તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આવીને ઊભી રહે.
‘જ્ઞાતી' કૃપા થકી દ્રષ્ટિ બદલાય ! પ્રશ્નકર્તા : એટલે મુખ્ય તો અંતર્મુખ દ્રષ્ટિ હોવી જોઈએ !
દાદાશ્રી : એવું છે ને આ કેટલાંક લોકો તો મહીં જો જો કરે છે. અલ્યા, મહીં કશું ય નથી ! મહીં તો ‘જ્ઞાની પુરુષ'ના દેખાડ્યા પછી દેખાય ! નહીં તો મહીં તો આમ આંખ મીંચીને બધું સ્ત્રીઓ દેખાય !
પ્રશ્નકર્તા : એટલે અંતર્મુખ થવા કોઈના ટેકાની જરૂર પડે !
દાદાશ્રી : એ તો કૃપા હોય ત્યારે અંતર્મુખ થવાય. કૃપા સિવાય અંતર્મુખ કેમ કરીને થાય ? નહીં તો લોકોને મહીં કારખાનાં દેખાય, ને મોટું મોટું ચિતરામણ દેખાય !
પ્રશ્નકર્તા : એ કૃપા ક્યારે થાય ?
દાદાશ્રી : કૃપા તો ‘જ્ઞાની પુરુષ'નાં દર્શન કરે, એમનો વિનય કરે, એમની આજ્ઞામાં રહે ત્યારે કૃપા થાય. બાકી એમ ને એમ તે કૃપા થતી હશે ? અથવા કંઈ સામાવાળીયા થવાથી કૃપા થાય ? એવું સામાવાળીયા થાય તો ય ‘જ્ઞાની પુરુષ'ને વાંધો નથી, પણ સામાને કેટલું બધું નુકસાન થાય ! અમને તો ગાળ દે તો ય વાંધો નથી. પણ આમાં તમારી શી દશા થાય ? એટલે અમે તમને સમજણ પાડીએ કે પાંસરા રહો. સાપ દરમાં પેસતી વખતે પાંસરો ચાલે ? વાંકો ના ચાલે ? તે ઘડીએ સીધો થઈ જાય ?
પ્રશ્નકર્તા : હા.