________________
આપ્તવાણી-૮
૨૭૯
૨૮૦
આપ્તવાણી-૮
જ્ઞાનદ્રષ્ટિ છે, એનાથી જોતાં આવડ્યું તો કામ નીકળી જાયને ! આ ચામડાની આંખ નથી ? એનાથી તો એવું દેખાય કે “આ મારા સસરા થાય, આ મારા મામા થાય, આ ફૂઆ થાય.’ એ બધી વાત ખરી હશે ? આ ‘કરેક્ટ' છે વાત બધી ? કાયમનો સસરો હોય છે કોઈ ? જ્યાં સુધી ‘ડાઈવોર્સ’ ના લીધો હોય ત્યાં સુધી સસરો, ‘ડાઈવોર્સ’ લે તેને બીજે દહાડે એ સંબંધ ખલાસ થઈ જાયને ! એટલે આ બધાં ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે ! બાકી દ્રષ્ટિ એ તો ‘જ્ઞાની પુરુષ' બદલી આપે.
પ્રશ્નકર્તા : બહિર્મુખ દ્રષ્ટિથી અંતર્મુખ દ્રષ્ટિ કરી આપે.
દાદાશ્રી : ના. એવી અંતર્મુખ દ્રષ્ટિ નહીં. અત્યારે તમારી દ્રષ્ટિ તો બધી અંદરની ય છે જ. પણ તમને દ્રષ્ટિ બદલી આપીએ; તે બહાર પણ પછી આત્મા દેખાય. અંદર છે એવું બહારે ય આત્મા નથી ? પણ એ દ્રષ્ટિ તમને બદલી આપીએ ! એટલે બાકી અમને તો એક મિનિટે ય આ સંસાર યાદ નથી આવતો.
પ્રશ્નકર્તા ઃ અમને એક મિનિટે ય સંસાર ભૂલાતો નથી.
દાદાશ્રી : એટલે આખી ‘ડિઝાઈન’ ફેર છે. આખી દ્રષ્ટિ જ ફેર છે, બીજું કશું જ નથી. તમે આ જોઈ રહ્યા છો, હું બીજી બાજુ આમ જોઈ રહ્યો છું. આખી દ્રષ્ટિ જ ફેર છે. આમાં બીજો કશો પ્રયત્ન કરવાનો નથી. જો કોઈ દ્રષ્ટિ બદલી આપેને તો તમને પણ બધું એવું જ દેખાય પછી !
એ દ્રષ્ટિ એક ફેરો બદલાય પછી એ દ્રષ્ટિ ખીલે, ને તેમ તેમ ‘પોતે’ ભગવાન” થતો જાય. પણ દ્રષ્ટિ ખીલી નથી ત્યાં સુધી તો ગજવું કપાય એટલે પેલાને ગુનેગાર ગણે. દ્રષ્ટિદોષથી પુદ્ગલ અન્ય સ્વરૂપે દેખાય છે.
પ્રશ્નકર્તા : આ ચર્મચક્ષુવાળી દ્રષ્ટિનો દોષ કહેવાયને ? અજ્ઞાનતામાં હોય તો ખબર જ કેવી રીતે પડે કે અમે અજ્ઞાનતામાં છીએ ?
દાદાશ્રી : એ ખબર જ ના પડેને ! પછી જેવી એની દ્રષ્ટિ હોયને તેવો એ થઈ જાય, આ ચામડાની આંખની દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી. એને જ્ઞાન પ્રમાણે દ્રષ્ટિ હોય, જ્ઞાનના પ્રમાણસર દ્રષ્ટિ હોય છે. જે જ્ઞાન ‘એને' પ્રાપ્ત
થયું છે, એના આધારે ‘એની’ દ્રષ્ટિ હોય છે ને જેવી દ્રષ્ટિ હોય તેવું બહાર બધે દેખાય. “આ અમારો દુશ્મન અને આ અમારો મિત્ર’ કહેશે. હવે કોઈ મિત્ર કે દુશ્મન છે નહીં જગતમાં, પણ એની એવી દ્રષ્ટિ બંધાઈ ગઈ છે તેથી એવું દેખાય છે.
પ્રશ્નકર્તા: જે ખોટી વસ્તુ છે, એ ત્યજવી જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે.
દાદાશ્રી : જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીના દ્વન્દ્ર કાઢી નાખવા પડશે. અને જો શભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો દ્વેષ કરો, તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો. અને શુદ્ધમાં સારી-ખોટી બન્ને ઉપર રાગદ્વેષ નથી રાખવાનો. કારણ કે વસ્તુ સારી-ખોટી છે જ નહીં, આ તો દ્રષ્ટિની મલિનતા છે. આ સારી દેખાય છે ને આ ખરાબ દેખાય છે, એ જ દ્રષ્ટિની મલિનતા છે અને એ જ મિથ્યાત્વ છે. એટલે દ્રષ્ટિવિષ ખલાસ થવું પડે. એ દ્રષ્ટિવિષ અમે કાઢી આપીએ છીએ. એ દ્રષ્ટિવિષ જાય પછી આત્માનું લક્ષ પમાય. નહીં તો આત્માનું લક્ષ પામવું એ કંઈ જેવી તેવી વાત છે ! અને વીતરાગતા આવવી જોઈએ, રાગ-દ્વેષ જ ના થવા જોઈએ. રાગ-દ્વેષ બંધ કરવાની પ્રેક્ટિસ કરવાથી બંધ થતા નથી. એને બંધ કરવાની ‘પ્રેક્ટિસ' કર્યા કરીએ અને રાગ-દ્વેષ બંધ થાય એવું કદી બને નહીં. વીતરાગ એ તો દ્રષ્ટિ છે ! અત્યારે આ તમારી રાગ-દ્વેષવાળી દ્રષ્ટિ છે; અને અમારી વીતરાગ દ્રષ્ટિ છે. એટલે ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. આખો દ્રષ્ટિફેર જ છે. અને ‘જ્ઞાની પુરુષ' સહેજમાં એ દ્રષ્ટિ બદલી આપે ! ત્યારે પછી મુક્તિ અનુભવમાં આવે !
દ્રષ્ટિ બદલાયા વિના બધું વ્યર્થ ! પ્રશ્નકર્તા : એટલે હું એ પૂછતો હતો કે દ્રષ્ટિ માટે પણ વૃત્તિ રહે, એનું શું ?
- દાદાશ્રી : દ્રષ્ટિ શી રીતે મટે ? ના, કોઈ એવો રસ્તો નથી કે દ્રષ્ટિ મટે. વૃત્તિ મટે, પણ દ્રષ્ટિ ના મટે. દ્રષ્ટિને લઈને તો આ બધું જગત રોળાયું છે ! કઈ દ્રષ્ટિ ? ત્યારે કહે, ‘ઊંધી દ્રષ્ટિ.’ ‘જેમ છે એમ’ દેખાતું નથી.