________________
આપ્તવાણી-૮
૨૭૭
૨૭૮
આપ્તવાણી-૮
અક્રમ માર્ગની અદ્વિતીય સિદ્ધિઓ !!! જ્યારે આ જગતમાં કોઈ પણ ઇન્દ્ર અસર ના કરે, કોઈ પણ વસ્તુ અસર ના કરે, ‘હું પરમાત્મા છું' એવું ભાન થઈ જાય કે થઈ ગયું કલ્યાણ ! અગર તો ‘હું શુદ્ધાત્મા છું' એ શ્રદ્ધામાં બેસે. એને પ્રતીતિમાં બેસે, તો ય પછી આગળ વધી જાય. એટલે પહેલું સમજમાં આવવું જોઈએ. અને સમજમાં આવે ત્યાં સુધી વર્તન બદલાય કે ના પણ બદલાય. પણ જ્ઞાનમાં આવ્યો ક્યારે કહેવાય ? કે વર્તન બદલાઈ જાય તો જ જ્ઞાનમાં આવ્યો કહેવાય. જ્ઞાન તેનું નામ કે વર્તનમાં હોવું ઘટે !
અમે આ જ્ઞાન આપીએ છીએ ને, તે કેવળદર્શનનું જ્ઞાન આપીએ છીએ, ક્ષાયક સમકિતનું જ્ઞાન આપીએ છીએ. પછી જો અમારી આજ્ઞામાં રહે તો તો બેઉ ફળ મળે. અને એનું ક્ષાયક જ્ઞાન ક્યારેક થાય ? જ્યારે એ સમજ પછી વર્તનમાં આવે ત્યારે ક્ષાયક જ્ઞાન થાય.
હું તમને આપું છું કેવળજ્ઞાન, પણ આ કાળને લીધે પચતું નથી. છતાં અમારે પૂરેપૂરું કેવળજ્ઞાન આપવાનું. કારણ કે પૂરેપૂરું ના આપું તો તો તમને પ્રગટ થાય એવું નથી પણ આ કાળને લઈને એનું પાચન થતું નથી. તે હજમ થતું નથી તો ય આપણને તેનો વાંધો નથી. કારણ કે મોક્ષ આપણી પાસે આવ્યો પછી બાકી શું રહ્યું ?
એવો મોક્ષ આપ્યા પછી છોકરાં, છોડીઓ પૈણાવાય, તેનો ય શો વાંધો ? નહીં તો કોઈ જીવને સહેજ દુ:ખ દઈને મોક્ષે જઈએ તો મોક્ષમાં પેસવા દેશે ? કારણ કે બૈરી કહેશે, ‘હમણે તમે જશો નહીં. આ નાની છોડી પૈણાવ્યા પછી જજો.” અને આપણે નાસી ગયા તેથી કંઈ મોક્ષ થાય આપણો ? ભગવાને શું કહ્યું કે સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે. અજ્ઞાન ગયું તો પછી શો વાંધો છે ?
અહો ! આત્મા જાણવો એટલે તો... બાકી આ બધા આત્મા જે જાણે છે એ મિકેનિકલ આત્માને આત્મા જાણે છે. એ જ ભ્રાંતિ છે ને ! અને પછી આપણે પૂછીએ, ‘તમને સમકિત થયું ?” ત્યારે કહેશે, “ના. સમકિત તો નથી થયું.’ આત્મા જાણ્યા પછી
બાકી શું રહ્યું ? એ ક્ષાયક સમકિતની ઉપર, કેવળજ્ઞાનની નજીક ગયો કહેવાય. એટલે આત્મા જણાય એવો નથી. તેથી કૃપાળુદેવે લખ્યું ને મોટા પુસ્તકની ઉપર કે, “જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’ આ જે કહેવાનું છે તે ઉપર લખ્યું છે. અને ના જાણ્યો હોય તો મહીં માથાફોડ કર. અનંત અવતારથી માથાફોડ કરી છે અને ફરી એ જ કર, કહે છે. છતાં આમ કર્યા કર, તો કોઈક દહાડો કંઈક સાચી વસ્તુ મળી જશે.
....'જ્ઞાની'નાં ભેદજ્ઞાતથી જણાય ! પ્રશ્નકર્તા : અનાત્માને જાણ્યા વગર આત્મા જાણી શકાય ?
દાદાશ્રી : આત્મા જાણે તો અનાત્મા જાણે, પણ તે શબ્દથી જાણે. તેમાં અનાત્માને જાણી શકાતો નથી. તેથી આપણે એવું કહ્યું કે, “મનવચન-કાયાની તમામ સંગી ક્રિયાથી ‘હું તદન અસંગ છું.” એ સંગી ક્રિયાઓ બધું અનાત્મા છે. ‘મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.” આ લેપાયમાન ભાવો જે મનમાં બધા આવે છે, તે બધો અનાત્મ વિભાગ છે.
પ્રશ્નકર્તા: એટલે અનાત્મા ને આત્મા, એ બે સાથે જાણી શકાય છે?
દાદાશ્રી : બે સાથે તો ના જાણી શકાય. એ તો આપણે અહીં જ્ઞાન આપીએ તો બધું જુદું પડી જાય. પણ જેમ છે તેમ તો બધું જાણવું પડશેને ?
હજુ તો તત્ત્વ શું છે? એ જ જાણતા નથી ને ‘આત્મા છું, શુદ્ધાત્મા છું' બોલે છે. ‘જ્ઞાન-દર્શન-ચારિત્ર’ એ બધું બોલે છે. પણ એમાં આત્મા શું છે ? એ ખબર પડે નહીં ને !
પ્રશ્નકર્તા ઃ તો હું કાંઈ જ જાણતો નથી એવું રાખવાનું ?
દાદાશ્રી : બસ એ જ ડહાપણનું વાક્ય કહેવાય કે હું કંઈ જ જાણતો નથી !
વીતરણ દ્રષ્ટિએ, વિલય થાય સંસાર ! જ્ઞાન એ તો દ્રષ્ટિ છે. આ ચામડાની આંખની દ્રષ્ટિ છે. અને બીજી