________________
આપ્તવાણી-૮
નહીં ને !!
૨૭૧
‘શું છે’ જાણ્યું (!) પણ....
ગુરુઓ શું કહે, ‘તું આ છે’ ને પેલો ગા ગા કરે. પણ ‘તું શું નથી’ એ તેમણે નથી કહ્યું, બેઉ કહેવું પડે. ત્યારે ‘શું છે’ એ એટલું કહ્યું. ‘શું નથી’ એ નથી કહ્યું. એટલે પેલા ‘શું નથી’માં રહે છે અને શબ્દ ‘શું છે’ના નીકળે છે.
અહીં આગળ કેટલાંક લોકો મને મળેલાં. મને કહે છે કે, ‘મારા ગુરુએ આપ્યું છે.' મેં કહ્યું કે, ‘કરેક્ટ છે, ખોટું નથી. એ તમને તમારા ગુરુએ આપ્યું છે. પણ એમાં વધ્યું શું અત્યાર સુધીમાં, એ કહો મને. તમને છંછેડે તો છંછેડાતા નથી તમે ?” ત્યારે એ કહે કે, ‘એ તો જતું નથી. પણ એ તો ઘણાં કાળ થશે ત્યારે વળેને.’ મેં કહ્યું કે, “ના, સ્વરૂપ જો હાથમાં આવ્યું તો વાર જ નથી.’ ત્યારે એ કહે, ‘શાથી અટક્યું છે ?” ત્યારે મેં કહ્યું કે, ‘તમે શું નથી' એ તમને કહ્યું નથી તમને ‘શું છે’ એ કહ્યું છે. પણ ‘શું નથી’ જો કહ્યું હોત તો કામ ચાલે.’ એ કયા ગુરુ જાણે કે ‘શું નથી !' લ્યો, કહી આપો જોઈએ !
અત્યારે, ‘ખાવા-પીવામાં શું તું નથી ?” એણે તો ‘એડજસ્ટ’ કરી લીધું કે હું શુદ્ધ-બુદ્ધ એ જ છું. પણ હવે તું શું નથી. એ ખોળી કાઢને કે પછી એમ · એમ જ છે ? હું ય શુદ્ધ-બુદ્ધ ને ઈલાયચી એ હઉ શુદ્ધ-બુદ્ધ છે ? શું નથી હવે ? એટલે એનું વિશ્લેષણ થાય, ત્યાર સિવાય કશું વળે નહીં ને બધું ભટકે છે. અનંત અવતારથી આની આ ભટકામણ ચાલુ છે.
નરસિંહ મહેતાએ બહુ વિશ્લેષણ કર્યું, કારણ કે બહુ વિચારવંત માણસ ! કંઈ નાગર જેવો તેવો હતો ? નાગર બચ્ચો, કભી ન હોય કચ્ચો, એ કંઈ જેવો તેવો નહીં. એણે બહુ બહુ વિશ્લેષણ કર્યું. ને પછી એ બોલ્યા કે, ‘જ્યહાં લગી આત્મા તત્ત્વ ચિન્ધો નહીં, ત્યહાં લગી સાધના સર્વ જૂઠી.’ તે જો પોતાની સાધના જૂઠી દેખાડે છે ! ત્યારે કહે કે, ‘આત્મતત્ત્વ જાણવું એટલે શું ?’ ‘શું છે’ એ જાણવું અને ‘શું નથી’ એ જાણવું, એનું નામ આત્મતત્ત્વ ! અને ‘શું છે’ એ નહીં જાણો તો વાંધો નથી. પણ ‘શું નથી’ એટલું તમે જાણશો તો મારે બહુ થઈ ગયું, કારણ કે ‘શું નથી’
આપ્તવાણી-૮
એટલું જાણો એટલે પેલું ‘શું છે’ એ અધ્યાહાર રહ્યું. અને અધ્યાહાર તો સાચી જ વાત છે, એ નહીં જાણો તો ચાલશે. પણ આ । ‘શું નથી’ એ જાણવું જોઈએ. ત્યારે લોકોએ પેલું ‘શું છે’ એ જાણી લીધું અને પછી તે ગા ગા કર્યા કરે છે. લાડવા ખાતી વખતે, પાછું... એવું બને ખરું ? આ જ ચાલ્યું છે, તેથી અનંત અવતાર થયા જ કરે છે.
૨૭૨
‘શું નથી', જાણવું કઈ રીતે ?
પ્રશ્નકર્તા : હવે પેલી ‘નેગેટિવ સાઈડ’ જરા કહોને મને કે ‘નેગેટિવ સાઈડ’ કેવી રીતે જાણવી ?
દાદાશ્રી : એ તો હું તમને, તે દહાડે બધો ફોડ પાડી આપીશ. તે ઘડીએ નેગેટિવ બધો ફોડ પડી જશે. પછી આ વાતોની મઝા આવે ! તે પછી તમને પોતાને પહોંચે, હું શું કહેવા માગું છું તે !
એટલે આ લોકોને કહું છું કે ‘શું નથી’ એ જાણી લાવ. ત્યારે એ કહે કે, ‘મારે ‘શું નથી’ એ જાણવું છે.' તો હું કહી દઉં, ‘માય’ એટલું કાઢ. ‘મારા હાથ’ એ તું નથી. ‘મારું માથું’ તું નથી, ‘મારી આંખો’માં તું નથી, એ બધું બાદ કર્યા કર. પછી મનને બાદ કર. માય માઈન્ડ, માય ઈગોઈઝમ, માય સ્પીચ, બધું બાદ કર.’ ત્યારે કહે કે, “તો તો મારું કલ્યાણ જ થઈ જાય. આવી જ રહે તરત !' તો કર ને, પણ આ બાદ શી રીતે કરે બિચારો ?! પેલાં પાપ ભસ્મીભૂત થવાં જોઈએ ને !
આ બધું જગત કેવું છે ? આમ કરે ત્યારે આમ અટકે, આમ કરે ત્યારે આમ અટકે. એટલે બધું સાપેક્ષ, એક આવે તો બીજી પાછી એને અપેક્ષા રહેતી હોય. એટલે અમે પાપ ભસ્મીભૂત કરીએ ત્યાર પછી ‘આ છું’ ને ‘આ નથી’ એ બધું સમજાઈ જાય. બાકી ‘શું નથી’ એ અમે એક ફોરેનર્સને આપ્યું હતું.
અમે લોનાવાલા ગયેલાં ને, ત્યાં આગળ એ લોકો આવેલાં. તે કહે છે, ‘અમને કંઈક આપો.’ ત્યારે મેં કહ્યું કે, ‘સેપરેટ આઈ એન્ડ માય વીથ જ્ઞાનીસ્ સેપરેટર.’ તો મારું સેપરેટર હું તને આપીશ નહિ, પણ હું તને સેપરેશનનો અંદ૨ રસ્તો બતાડું છું. તે રીતે તું ‘મારું’ બાદ કર, આ બાદ