________________
આપ્તવાણી-૮
૨૬૯
પ્રશ્નકર્તા : તો પછી એણે શાથી લાફો માર્યો સામે ?
દાદાશ્રી : એ લાફો માર્યોને, તે ઘડીએ ‘એ’ છૂટો હોય છે. અને ‘એના’ મનમાં પસ્તાવો થાય છે કે ‘આવું ના થવું જોઈએ, આવું કેમ થાય છે ?’ આ ‘જ્ઞાન’ એવું છે કે પોતાની એક ભૂલ થઈ હોય તો તરત જ ખબર પડી જાય અને ભૂલ થઈ એવી ખબર પડે ને, એટલે પસ્તાવો થાય જ.
અને આ બન્યું એમાં જ્ઞાનને અને એને લેવાદેવા નથી. આ બધા
એના ‘ડિસ્ચાર્જ’ ભાવો છે.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયેલો હોય, આ જ્ઞાન લીધેલું હોય ને ‘પરફેક્ટ’ હોય, તેની વર્તણૂંકમાં શું સમજ પડે અમને ?
દાદાશ્રી : એને ‘ઈગોઇઝમ' ના હોય, કર્તાપદ ઊડી ગયું હોય.
પ્રશ્નકર્તા : એમ માનોને, કે ‘હું નથી કરતો’ એવું એને વર્તે છે, તો આ ભાઈને હું લાફો મારું છું ને હું કહું કે ‘હું નથી મારતો, શરીરે માર્યું છે. આત્માએ નથી માર્યુ' તો ?
દાદાશ્રી : એવું કહેવાય નહીં ને ! ‘શરીરે માર્યું છે’ એવું બોલાય નહીં. એ તો જોખમ છે. ‘શરીરે માર્યું છે, આત્માએ નથી માર્યું' એવું કહે, એવો બચાવ કરે તો આપણે કહીએ, ઊભા રહો, શરીરમાં મને સોયો ઘોંચવા દો.’ એટલે ‘શરીરે માર્યું છે’ એવું ના બોલે.
એવું છે, મારવું એ તો એક જાતનો ‘ડિસ્ચાર્જ’ ભાવ છે. આ ‘જ્ઞાન’ પછી ‘પોતે’ ‘ચાર્જ’ કરતો બંધ થઈ જાય છે, પછી એ ‘ડિસ્ચાર્જ’ બાકી રહે છે. એનો જોખમદાર રહેતો નથી. ‘કર્તા મિટે તો છૂટે કર્મ.’ કર્તાપણું એને છૂટી ગયું છે.
પ્રશ્નકર્તા : ‘આપણે કરીએ છીએ’ એ ભાવ જતો રહેવો જોઈએ. દાદાશ્રી : બસ, એટલો ભાવ જતો રહ્યો એટલે કામ પૂરું થઈ ગયું. શુદ્ધ - અશુદ્ધ, કઈ અપેક્ષાએ ?! આત્મજ્ઞાન થયા સિવાય કોઈ માણસ કહેશે કે મારો છૂટકારો છે, તો
આપ્તવાણી-૮
એ વાત ખરી નથી, આ તો લોકો આત્મજ્ઞાન માની બેઠા છે. એમાં બે- ચાર વાક્ય બોલે કે ‘હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ એવા બેપાંચ ગુણોને લઈને બૂમાબૂમ કરે છે. એમાં એ આત્મજ્ઞાન નથી. પુસ્તકમાં જે છે કે ‘હું શુદ્ધાત્મા છું,’ એમાં એવું કહેવા માંગે છે કે, ‘તું આ બધું નથી ને તું આ છે’ એવી દ્રષ્ટિ બદલવા માગે છે, એવા ભાવમાં તું આવી જા, કહે છે. પણ તેથી કંઈ આત્મા પ્રાપ્ત થયો કહેવાય નહીં.
૨૭૦
આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય કે આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાન એ કારણ કેવળજ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાન થાય નહીં કોઈને ય ! અત્યારે આત્મજ્ઞાન કોઈને ય નથી. આત્મજ્ઞાન હોય તો આવી વાણી ય ના હોય, આવું વર્તને ય ના હોય, કોઈ આગ્રહ જ ના હોય ને !
આત્મજ્ઞાનીને આગ્રહ ના હોય, એ નિરાગ્રહી હોય. અને આત્મજ્ઞાન છે ત્યાં અહંકાર ના હોય, આગ્રહ ના હોય. બાકી અહંકાર છે, આગ્રહ છે, ત્યાં કશું જાણતા નથી. એ વાત ખરી છે કે એ શાસ્ત્રજ્ઞાન જાણે છે. પણ એમાં અહંકાર છે. જે શાસ્ત્રોથી અહંકાર ના ગયો, તો એ શાસ્ત્રોનું જ્ઞાન બધું આપણને કામ લાગ્યું નહિ.
પ્રશ્નકર્તા : કેટલાક દર્શનકારોએ કહ્યું કે આત્મા શુદ્ધ-બુદ્ધ જ છે.
દાદાશ્રી : હા, શુદ્ધ-બુદ્ધ કહે છે ! હવે આત્મા જો શુદ્ધ ને બુદ્ધ જ હોય, ત્યારે મંદિરમાં શું કરવા જાઓ છો ? અને આ શાસ્ત્રો કેમ વાંચો છો ? આ સમજવા જેવું છે ને ? એટલે ત્યાં આગળ સાપેક્ષ વાત છે. અમુક અપેક્ષાએ શુદ્ધ છે. હા, જ્યાં પોતે ચંદુભાઈ અને પાછા અજ્ઞાની, ત્યાં સુધી આત્મા શુદ્ધ કહેવાય નહિ ! હા. ‘તારું’ અજ્ઞાન જાય તો ‘આત્મા’ શુદ્ધ જ છે ! અંદર તો એ શુદ્ધ જ છે, કોઈ દહાડો ય અશુદ્ધ થયો જ નથી ! પણ જો તું એમને એમ ‘શુદ્ધ છે, બુદ્ધ છે’ ગાયા કરીશ તો કશું દહાડો વળશે નહીં. એ શુદ્ધનો તને અનુભવ થવો જોઈએ. એટલે કહેવું હોય તો શું કહેવાય કે ‘દેહની અપેક્ષાએ હું અશુદ્ધ છું અને પોતાની અપેક્ષાએ હું શુદ્ધ છું.' કારણ કે પોતે નિરપેક્ષ છે ! પણ વાત આવી સાપેક્ષ હોવી જોઈએ. એકલી નિરપેક્ષ વાત કે ‘આત્મા શુદ્ધ જ છે’ એવું ના બોલાય એવું ‘આત્મા શુદ્ધ જ છે’ કહે તો તો પછી આત્માને ખોળવાનું રહ્યું જ