________________
૨૬૮
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૨૬૭ તમારું કહેવું ખરું છે કે આ ભેદ કેમ પડી ગયો? વાત તો ખરી જ છેને ? ભેદ તો એવું છે ને, ભગવાન તો પોતે મહીં જ છે, પણ કેમ એકતા નથી લાગતી ? ભગવાનની કદી પરવા જ નથી કરીને ! એણે તો ‘આ મારી વાઈફ ને આ મારા લડકા, ને આ મારો ભાઈ, આ મારો મામો’ એ બધાંની જ એને પડેલી છે. “ભગવાન”ની ‘એને’ પડેલી નથી. અરે, ભગવાનની કોઈને ય પડેલી નથી. ભગતને ય ભગવાનની નથી પડેલી. ભગતને તો છબલીકા ને એ ય બધું તાનમાં ને તાનમાં, મસ્તીમાં રહ્યા છે. ભગવાનની કોઈને ય પડેલી નથી. એ ભગવાન તો મને રોજ કહે છે કે કોઈને મારી પડેલી નથી. કોઈ ચાના તાનમાં, કોઈ ગાંજાના તાનમાં, કોઈ કશાના તાનમાં, કોઈ વહીસ્કીના તાનમાં, કોઈ વાઈફના તાનમાં, તો કોઈ લક્ષ્મીના તાનમાં, બસ, તાનમાં ને તાનમાં પડેલું છે આ જગત !!
શુદ્ધતા વર્તવા કાજે, “શુદ્ધાત્મા’ કહો
પ્રશ્નકર્તા : આપે શુદ્ધાત્મા સાથી કહ્યો ! આત્મા જ કેમ ના કહ્યો ? આત્મા ય ચેતન તો છે જ ને ?
‘આત્મા’વાળાને તો શુદ્ધ ઉપયોગ હોય નહીં. આત્મા તો, બધા આત્મા જ છે ને ! પણ જે શુદ્ધ ઉપયોગી હોય, તેને શુદ્ધાત્મા કહેવાય. આત્મા તો ચાર પ્રકારના છે; અશુદ્ધ ઉપયોગી, અશુભ ઉપયોગી, શુભ ઉપયોગી અને શુદ્ધ ઉપયોગી એવા બધા આત્મા છે. એટલે એકલો ‘આત્મા’ બોલીએ, તો એમાં કયો આત્મા ? ત્યારે કહે, ‘શુદ્ધાત્મા.” એટલે શુદ્ધ ઉપયોગી એ શુદ્ધાત્મા હોય. હવે ઉપયોગ પાછો શુદ્ધ રાખવાનો છે. ઉપયોગ શુદ્ધ રાખવા માટે શુદ્ધાત્મા છે, નહીં તો ઉપયોગ શુદ્ધ રહે નહીં ને !!!
એક જણે પૂછયું કે, ‘દાદા, બધે આત્મા કહેવડાવે છે અને તમે એકલાં શુદ્ધ આત્મા કહેવડાવો છો, એવું કેમ ?” કહ્યું કે, ‘એ જે આત્મા કહે છે ને તે આત્મા જ ન હોય અને અમે શુદ્ધાત્મા કહીએ છીએ, એનું કારણ જુદું છે. અમે શું કહીએ છીએ ? કે તને “રીયલાઈઝ' એક ફેરો કરી આપ્યું કે તું શુદ્ધાત્મા છું અને આ ચંદુભાઈ જુદા છે, એવું તને બુદ્ધિથી ય સમજણ પડી ગઈ. હવે ચંદુભાઈથી ખરાબમાં ખરાબ કામ થઈ ગયું, લોકો નિંદા કરે એવું કામ થઈ ગયું, તે વખતે તારે ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ ના ચૂકવું જોઈએ, એ ‘હું અશુદ્ધ છું એવું ક્યારે ય પણ માનીશ નહીં. એવું કહેવા માટે ‘શુદ્ધાત્મા’ કહેવો પડે છે. ‘અશુદ્ધ થયો નથી” એટલે માટે કહેવું પડે છે. અમે જે શુદ્ધાત્મપદ આપ્યું છે, તે શુદ્ધાત્મપદશુદ્ધપદ પછી બદલાતું જ નથી. માટે શુદ્ધ મૂક્યું છે. અશુદ્ધ તો, આ દેહ છે એટલે અશુદ્ધિ તો થયા જ કરવાની. કોઈકને વધારે અશુદ્ધિ થાય, તો કોઈકને ઓછી અશુદ્ધિ થાય, એ તો થયા જ કરવાની. અને તેનું પાછું પોતાના મનમાં પેસી જાય કે ‘મને તો દાદાએ શુદ્ધ બનાવ્યો તો પણ આ તો અશુદ્ધિ હજી રહી છે.” અને એવું પેસી ગયું તો પાછું બગડી જાય.
કર્તાભાવ વર્ચે કર્મ બંધત ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું જ્ઞાન કોઈએ લીધું હોય અને કોઈ એને લાફો મારે અને એ સામો લાફો મારે, તો પછી એનામાં જ્ઞાનની અસર નથી થઈ એમ સમજવું ? કે એનું શુદ્ધાત્મપણું કાચું છે એમ સમજવું ?
દાદાશ્રી : શુદ્ધાત્માનું જ્ઞાન કાચું પડ્યું ના કહેવાય.
દાદાશ્રી : શુદ્ધાત્મા એટલે શુદ્ધ ચેતન જ. શુદ્ધ એટલા માટે કહેવાનું કે પહેલાં મનમાં એમ લાગતું હતું કે હું પાપી છું, હું આવો નાલાયક છું, હું આમ છું, હું તેમ છું.’ એવા બધા પોતાની જાત ઉપરના જે આરોપ હતા, તે આરોપ બધા નીકળી ગયા. શુદ્ધાત્માને બદલે ‘આત્મા” એકલો કહેને તો પોતાની શુદ્ધતાનું ભાન ભૂલી જાય, નિર્લેપતાનું ભાન જતું રહે. એટલે ‘શુદ્ધાત્મા’ કહ્યું.
પ્રશ્નકર્તા : તો શુદ્ધાત્માનો મર્મ શું છે ?
દાદાશ્રી : “શુદ્ધાત્મા'નો મર્મ એ અસંગ છે, નિર્લેપ છે; જ્યારે આત્મા’ એવો નથી. ‘આત્મા’ લેપાયેલો છે ને “શુદ્ધાત્મા’ એ તો પરમાત્મા છે. બધા ધર્મવાળા બોલે છે ને, “મારો આત્મા પાપી છે' તો ય શુદ્ધાત્માને કશો વાંધો નથી.
શુદ્ધાત્મા એ જ સુચવે છે કે આપણે હવે નિર્લેપ થઈ ગયા. પાપ ગયાં બધાં. એટલે શુદ્ધ ઉપયોગ માટે શુદ્ધાત્મા કહ્યો છે. બાકી