________________
આપ્તવાણી-૮
૨૭૩
કર, આ બાદ કર. પણ હવે એ શી રીતે પામે ? એનાં જે પાપો નષ્ટ થયા સિવાય, એ પામે શી રીતે ? કારણ કે એ પાપ છે ને, તે આ જ્ઞાન ઉપર આવરણ લાવી નાખે. એટલે પહેલાં પાપ નષ્ટ થવાં જોઈએ. એ પાપ છે તેથી યાદ રહેતું નથી ને ! અને આમને શુદ્ધાત્મા લક્ષમાં કેમ રહે છે ? કારણ કે પાપ નષ્ટ થયાં એટલે નિરંતર લક્ષમાં રહ્યા કરે !
પ્રશ્નકર્તા : એ જે સૂક્ષ્મ પડદો છે, એ ‘રીમૂવ’ થઈ જવો જોઈએ
ને ?
દાદાશ્રી : તે ‘રીમૂવ' અમે કરી દઈએ !
‘અક્રમ માર્ગે' ‘લિફ્ટ'માં લહેરથી મોક્ષ !
પ્રશ્નકર્તા : એને માટે, આપે આત્મજ્ઞાન માટે અક્રમ માર્ગ કહ્યો છે, ક્રમિક માર્ગથી એ જુદો છે અને સહેલો છે એમ આપે કહ્યું છે.
દાદાશ્રી : હા, અક્રમ માર્ગ એટલે તો લિફ્ટ માર્ગ છે ! અને ક્રમિક એટલે પગથિયાં, સ્ટેપ બાય સ્ટેપ ચઢવાનું. અને અક્રમ એટલે લિફટમાં બેસી જવાનું. એમાં તમારે કંઈ કરવાનું નહીં, સીધો મોક્ષ ! તમારે જો કરવાનું હોય તો અમે મળ્યા નથી, એવું થયું કહેવાય. એટલે તમારે કશું કરવાનું નહિ. એક ફક્ત પાંચ આજ્ઞા આપીએ કે લિફટમાંથી હાથ-પગ બહાર કાઢે નહીં.
પ્રશ્નકર્તા : પણ એ માર્ગ સહેલાઈથી મળતો નથી ને ક્યાંય !
દાદાશ્રી : ના, છે ને ! આ બધો ખુલ્લો છેને અને હજારો માણસોએ લીધેલો છે. ઓછામાં ઓછા, પચ્ચીસ હજાર માણસોએ લીધેલો છે ને તમે કહો છો મળતો નથી, એમ કેમ કહેવાય ? માર્ગ તો છે, પણ તમને તે માર્ગ ભેગો થાય ત્યારે. પણ એ ટાઇમિંગ મળવો જોઈએ ને ! ટાઇમિંગ મળે ત્યારે માર્ગ મળી જાય.
બાકી બધી જાતના મનના ખુલાસા થાય, તો ટાઇમિંગ મળે. મનનાં સમાધાન થઈ જાય કે માર્ગ બરોબર છે. ત્યાર પછી ગાડી પાટા ઉપર ચઢે, નહીં તો ચઢે જ નહીં ને ! ને ગાડી ભ્રાંતિ લાઈનમાં ફર્યા જ કરે બધે,
આપ્તવાણી-૮
મેઈન લાઈન પર આવે જ નહીં. કોઈ જગ્યાએ મેઈન લાઈન ઉપર કોઈ હોય પણ નહીં. ભ્રાંત લાઈનોમાં જ હોય અને અક્રમ માર્ગ એટલે મેઈન લાઈન. એટલે ફૂલસ્ટોપ માર્ગ છે આ, કોમા માર્ગ નથી આ.
૨૭૪
ક્રમિક માર્ગ એટલે શું ? કે સ્ટેપ બાય સ્ટેપ. એટલે કોઈ સંતપુરુષ મળ્યા કે પાંચ હજાર પગથિયાં ચઢી ગયા. પછી કોઈ ઓળખાણવાળો મળે તો પાછો કેન્ટિનમાં તેડી જાય, તો પાછા ત્રણ હજાર પગથિયાં નીચે ઉતરી જાય. એમ કરતાં ચઢ-ઉત્તર, ચઢ-ઉત્તર કર્યા કરે. એટલે એ સેફસાઈડ માર્ગ નહીં ને !!
પ્રશ્નકર્તા : અક્રમ માર્ગે વળવા માટે શું કરવું ?
દાદાશ્રી : આ અહીં આવ્યા છો અને તમે કહી દો કે, સાહેબ મારો નીવેડો લાવી આપો.’ તો નીવેડો આવી જાય. આ તો અંતરાય તૂટ્યા હોય તો આવું બોલાય. નહીં તો પછી ‘થશે’ આગળ ઉપર જોઈ લઈશું, એમ કરીને બે વર્ષ કાઢે. પછી પાછાં આવે. પણ આવ્યા છે એટલે પામે ખરાં. હજારમાં એકાદ-બે જણના કેસ ફેઈલ થાય છે, બાકી નહીં. બીજાં બધાં કેસ પામી જાય છે. કારણ કે આવું રોકડું કોણ છોડે તે ? અને પાછું કશું ય કરવાનું નહીં એને ! ખાલી લિફટમાં બેસવાનું જ છે !!
જ્ઞાતી પાસે પહોંચ્યો તે જ પાત્રતા !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન કોઈને પણ પ્રાપ્ત થઈ શકે, તે એનાં માટે કોઈ ભૂમિકા હોવી જોઈએ ?
દાદાશ્રી : ના. એ અહીં આગળ આવ્યો એ જ એની ભૂમિકા, બીજી કોઈ ભૂમિકાની જરૂર નહીં. અહીં આવ્યો ને એ જ ભૂમિકા ! બાકી એવી ભૂમિકા તો ક્યારે પાસ થાય આ લોકો ? અને આપણે અહીંયા નાપાસ થયેલાં ય ચાલે. નાપાસ થયેલાંને મોક્ષે ચઢાવી દઈશું !
જિજ્ઞાસુ વૃત્તિ તો વરાવે ‘વસ્તુ’તે !
પ્રશ્નકર્તા ઃ અમે જ્ઞાન લઈએ તો અમારી પણ એ સ્ટેજ ઊંચી થાય ? દાદાશ્રી : પછી મારામાં ને તમારામાં ફેર જ ના રહે. ફેર એટલો