________________
આપ્તવાણી-૮
કહ્યું કે દેહ સાથે એકાત્મતા થઈ ગઈ છે. તો એ એકાત્મતા છે જ એવું જાણ્યું શી રીતે ?
૨૪૫
દાદાશ્રી : ‘મૂળ આત્મા’ જુદો છેને, એટલે જ એ જાણે છે. મૂળ આત્મા આનાથી જુદો છે. ‘તમારો’ માનેલો આત્મા એ ‘મિકેનિકલ આત્મા’ છે. એને કેટલાંક લોકોએ ‘વ્યવહાર આત્મા' કહ્યો. એને આપણે વળી ‘પ્રતિષ્ઠિત આત્મા' કહ્યો. પણ એ આત્માને ‘તમે’ માનો છો કે ‘આ હું છું.' આ ખાય છે, પીવે છે, ઊંઘે છે, તેને ‘તમે’ એમ માનો છો કે ‘હું ઊંઘી ગયો.’ અને તેને જ આત્મા કહેવામાં આવે છે, પણ એ ‘વ્યવહાર આત્મા’ છે. ‘ખરો આત્મા’ આ સંસારની બાબતમાં પડતો જ નથી. ‘ખરો આત્મા’ આ બધું ‘જાણ્યા’ જ કરે છે ને ‘એ’ ‘જાણે’ છે ને, તેથી ‘તમને’ મહીં ‘ખબર’ પડે છે કે આ મને દેહાધ્યાસ જ વર્તે છે, તન્મયાકાર પરિણામ જ વર્તે છે.' એટલે આ જાણ્યું કોણે ? જાણનારે જાણ્યું ! તન્મયાકાર પરિણામ ભોગવનારે ભોગવ્યું ! ત્યારે એ જાણનાર કેવો જબરો હશે ! એ જાણનારને એક ફેરો ઓળખે તો થઈ રહ્યું ! એક જ ફેરો ઓળખાણ થયું કે કામ થઈ ગયું.
અરૂપીતે અરૂપીતો સાક્ષાત્કાર !
પ્રશ્નકર્તા : આત્મા અરૂપી છે, તો એનો સાક્ષાત્કાર કેવી રીતે થાય ? દાદાશ્રી : એવું છે ને, સાક્ષાત્કાર કરનારો ય ‘પોતે’ અરૂપી છે. એ સાક્ષાત્કાર કરનાર રૂપી નથી. એટલે સ્વભાવે સ્વભાવ મળી જાય.
પ્રશ્નકર્તા : સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય ?
દાદાશ્રી : એકદમ જાગૃતિ વધી જાય. કૃપાળુદેવે શું કહ્યું છે,
વર્તે નિજ સ્વભાવનું, અનુભવ-લક્ષ-પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.’
એટલે જ્યારે સાક્ષાત્કાર થાય ને ત્યારે વૃત્તિઓ પછી પાછી આવતી રહે અને નિજ સ્વભાવમાં વર્તે ! વૃત્તિઓ બહાર ગઈ હોય તો ય તરત પાછી આવી જાય અને આ તો વૃત્તિઓને પાછી બોલાવવી હોય તો ય
આવે નહીં અને કેટલીક તો ઘરની બહાર જ પડી રહી હોય !
૨૪૬
આપ્તવાણી-૮
અનુભવ જુદો ! સાક્ષાત્કાર જુદું !
પ્રશ્નકર્તા : આત્માનુભવ અને આત્મસાક્ષાત્કાર, એ બે શબ્દો જે જુદા પડ્યા, એની વચ્ચે ‘ડિફરન્સ’ શું ?
દાદાશ્રી : સાક્ષાત્કાર એ જુદી વસ્તુ છે અને અનુભવ તો, આગળ વધે ત્યારે અનુભવ કહેવાય.
પ્રશ્નકર્તા : તો સાક્ષાત્કાર કોને કહે છે આ લોકો ?
દાદાશ્રી : ‘આ’ જ્ઞાન આપીએ છીએ ને એ સાક્ષાત્કાર કહેવાય.
પ્રશ્નકર્તા : તો સાક્ષાત્કાર એ પ્રતીતિથી ય નીચું થયું ?
દાદાશ્રી : સાક્ષાત્કાર થાય એટલે ‘એને’ પ્રતીતિ બેસે. નહીં તો ‘એની’ ‘હું ચંદુભાઈ છું’ એ પ્રતીતિ જાય નહીં ને !
‘અનુભવી’ જ કરાવે, આત્માનુભવ ! પ્રશ્નકર્તા : આત્માનો અનુભવ કર્યો ગુંઠાણે થાય ?
દાદાશ્રી : આત્માનો અનુભવ ચોથે ગુંઠાણે પણ થાય, પાંચમે થાય કે છઢે થાય.
પ્રશ્નકર્તા : આ કાળમાં આત્માનો અનુભવ થાય કે નહીં ?
દાદાશ્રી : આ કાળમાં આત્માનો અનુભવ થાય છે અને લગભગ દશ-બાર હજાર માણસોને થયેલું છે આ ! ‘આ’ બધાં ‘અહીં’ બેઠાં છે ને એમને બધાંને આત્માનો અનુભવ છે. ‘અનુભવી પુરુષ’ મળવા જોઈએ. તો આત્માનો અનુભવ થાય, નહીં તો થાય નહીં. કોઈ લાખ અવતારે ય થાય નહીં. એ સહેલી વસ્તુ નથી. એટલે અનુભવી પુરુષ મળે નહીં, ત્યાં સુધી કામ થાય નહીં.
તા ટકે તે આત્માનુભવ નહીં !
પ્રશ્નકર્તા : એ આત્માનો અનુભવ કેટલો સમય ટકે ?