________________
આપ્તવાણી-૮
અને જમણ આવ્યું હોયને, ત્યાં આગળ તમે જુઓ તો એ દેહાધ્યાસ વાળા લોક, તે મહારાજ હોય કે ગમ્મે તે હોય, એ પોતાની થાળીનું જ રક્ષણ ! ‘બીજાને આપી દઈએ' એવું કશું ય નહીં એને દેહાધ્યાસ છૂટેલા એને કેમ કહેવાય ? હવે એ દેહાધ્યાસથી પાર કેવી રીતે નીકળે તે ?!
૨૪૩
ઓહોહો ! આત્મજ્ઞાતતી અદ્ભુતતા કેવી !!
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન થાય તો શરીરની અંદર શું પરિવર્તન થઈ જાય કે આપણને સમજણ પડે કે આ આત્મજ્ઞાન થયું છે ?
દાદાશ્રી : આત્મજ્ઞાન થયું પછી કોઈક આપણને ગાળો ભાંડે ને તો ય મહીં ના પહોંચે ને મનમાં એમ લાગે કે આ નિમિત્ત છે. બિચારો, એનો શો દોષ છે ! ગાળ ભાંડનારો ય નિમિત્ત લાગે. ગજવું કાપનારો ય નિમિત્ત લાગે.
ઊંધું બોલે, એનું નામ અજ્ઞાન અને છતું બોલે, એનું નામ જ્ઞાન. આત્મજ્ઞાની બધું છતું બોલે ! જ્યારે અજ્ઞાની તો ઊંધું જ બોલે, ગજવું
કાપનારને જ પકડે ને નિમિત્તને બચકાં ભરે !
પ્રશ્નકર્તા : એટલે નિર્અભિમાની બનવું અને કોઈનો દોષ ના દેવો, તો આત્મજ્ઞાન છે એમ સમજાય ખરું ?
દાદાશ્રી : હા, બસ નિર્અભિમાની થાય અને કોઈને ય દોષ ના દે, અને બધાનાં દુઃખ પોતે વહોરી લે ત્યારે એ છૂટકારો થયો. આત્મજ્ઞાનીને સંસારનાં દુઃખ અડે નહીં !!
આત્મ પ્રાપ્ત થયા પછી તાવ ચઢ્યો હોય પાંચ ડીગ્રી તો ય આત્મા જુદો રહે, તાવ ચઢે એટલે આત્મા જુદો રહે, એને તો દહાડાના દહાડા આત્માનો અનુભવ રહ્યા કરે.
એક માણસને પક્ષાઘાત થયો હતો ત્યારે કહે, ‘આ લોકો મને જોવા આવ્યા છે, પણ હું જ જેને પક્ષાઘાત થયો છે તેને જોઉં છું ને, કે આ પગે આવું થયું છે, આ હાથે આવું થયું છે, એ બધું હું ય એને જોયા કરું છું !' એટલે પોતે જોનારો અને લોકો આવ્યા તે ય જોનારાં ! એવો આ જ્ઞાનનો પ્રભાવ
આપ્તવાણી-૮
છે. પક્ષાઘાત થાય તો ય આ પ્રભાવ આવો છે અને જ્ઞાન ના હોય તો ‘મને પક્ષાઘાત થયો, મને તાવ ચઢવો', એ પછી મરી જવાની નિશાની !
૨૪૪
હવે ‘મને થયું’ કહે, તે ‘રીપેરિંગ’ કોણ કરે ? અને ‘હું’ આમાંથી મુક્ત થાય તો એની મેળે ‘રીપેર’ થાય એવું જ છે. કુદરતનો નિયમ છે
એવો કે તરત ‘રીપેર' થઈ જ જાય.
એટલે આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય ? એનું તમને લક્ષણ બતાવું કે આત્મા પ્રાપ્ત થયા પછી શરીર દુઃખતું હોય, માથું દુઃખતું હોય, તો ય પણ મહીં સમાધિ રહે. બહાર ગાળો ભાંડતા હોય તો ય સમાધિ રહે, દુ:ખમાં ય સમાધિ રહે એ આત્મજ્ઞાનની નિશાની. એ હોય નહીં આ કાળમાં, છતાં અહીં બની ગયું છે !
આત્મા પ્રાપ્ત થાય પછી અત્યારે જે અનુભવ છે એ બધા ઉડી જાય. ‘આ મારો છોકરો છે ને આ મારો મામો છે' એ બધા અનુભવો ઉડી જાય. ‘આ મેં કર્યું ને આ ફલાણું કર્યું' ને એ બધા અનુભવો ય ઉડી જાય. અત્યારે તમને જે જે બધા અનુભવો થઈ રહ્યા છે ને, એ બધા ઉડી જાય !
પોતાને પરમાત્માપણાનો અનુભવ થાય કે ‘હું પરમાત્મા છું.' ત્યાં પછી ચિંતા, દુઃખ હોય નહીં. આપને અત્યારે જે અનુભવ છે એમાંનો એકુંય અનુભવ ત્યાં ના હોય. ચિંતા ના હોય. ઉપાધિ ના હોય, વ્યાધિ ના હોય, આધિ ના હોય, કશું જ ના હોય. આપને આમાં સમજાયું ને ? શું શું ના હોય ? અત્યારે છે એ બધું જ હોવા છતાં ય પીડા-ઉપાધિ ત્યાં ના હોય. એ જાણતારો, કેવોક તે જબરો !! દાદાશ્રી : અત્યારે હજુ આપને દેહાધ્યાસ વર્તે છે ને ! પ્રશ્નકર્તા : અત્યારે તો દેહ સાથે એકાત્મતા થઈ ગયેલી છે.
દાદાશ્રી : હા, એ જ દેહાધ્યાસ કહેવાય અને દેહાધ્યાસ મટે એટલે છૂટકારો થઈ ગયો.
પ્રશ્નકર્તા : આપે પૂછ્યું કે દેહાધ્યાસ વર્તે છે ? ત્યારે એમણે એવું