________________
આપ્તવાણી-૮
૨૪૧
૨૪૨
આપ્તવાણી-૮
અને તેમાં દહાડા વળે નહીં. એ પછી લાખ અવતાર થાય તો ય દહાડો વળે નહીં ?
પ્રશ્નકર્તા : એવી અનુભૂતિવાળી કોઈ વ્યક્તિ જ અત્યારે દુનિયામાં નહીં હોય ?
દાદાશ્રી : એવી વ્યક્તિ હોતી જ નથી. જેને અનુભૂતિ થઈને, એ પરમાત્મા થઈ ગયા. તેવા પરમાત્મા છે અહીં ?
પ્રશ્નકર્તા : કદાચ હોય તો ય આપણે ઓળખી ના શકીએને ?
દાદાશ્રી : ના, તરત જ ખબર પડી જાય. કોઈક દહાડો બે અક્ષરે ય બોલેને તો માલમ પડી જાય અને પાંચ શિષ્યોને ય ઠંડા પાડ્યા હોય, એમને મતભેદ જતો રહ્યો હોય.
એવું છે, આત્મા જલ્દી જણાય એવો નથી. ચેતન જાણવાને માટે મનુષ્ય પાસે એવું કોઈપણ સાધન નથી કે ચેતન જાણી શકે એ !
પ્રશ્નકર્તા : તો પછી એ જાણવા માટે પ્રયત્ન ના કરવો ?
દાદાશ્રી : પ્રયત્ન જે કરે છે, એમને કોઈ સત્તા પોતાના હાથમાં નથી ! આ તો તમને એમ લાગે છે કે, આ બધું હું ચલાવું છું ને હું જ ઊંઘી જઉ છું, હું ઉઠું છું, મેં પ્રયત્નો કર્યા એવું જ લાગે છે ને, એ બધી પરસત્તા છે. એને તમે પોતાની સત્તા માનો છો.
ચેતન’ તો ફક્ત દિવ્યચક્ષુ સિવાય જણાય નહીં અને દિવ્યચક્ષુ ‘જ્ઞાની પુરુષ'ની કૃપાથી પ્રાપ્ત થાય !
એવું છે, અત્યારે આપને મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદર્શન એટલે નાશવંત ચીજોને જ દેખાડે, અવિનાશીને ના દેખાડે. એટલે તમે ચેતન જોઈ શકો જ નહીં ને ! એવું સમજાયું તમને ?!
પ્રશ્નકર્તા : આત્માનુભવ એટલે જ સમ્યગ્દર્શન ને ?
દાદાશ્રી : કષાયો ઉપશમ થઈ જાય. બિલકુલ કષાય ના રહે ને અડતાળીસ મિનિટ આનંદ દેખાય, એને સમ્યક્દર્શન કહે છે. કષાયો
ઉપશમ થઈ જાય એ પણ અડતાળીસ જ મિનિટ, ઓગણપચાસ મિનિટ નહીં.
પ્રશ્નકર્તા : કપાયો ઉપશમ થવું, એ શાની ઉપર આધાર રાખે છે ?
દાદાશ્રી : આજુબાજુના સંજોગો ઉપર આધાર રાખે છે. અને એનું એક જ કારણ છે, એવું નથી. ગમે તે કારણથી, કંઈ જોવાથી પણ એને કષાયો ઉપશમ થઈ ગયા હોય.
દેહાધ્યાસ છૂટ્ય આત્માનુભવ ! પ્રશ્નકર્તા : આત્મદર્શન થયું તે કેવી રીતે માલમ પડે ?
દાદાશ્રી : આ દેહાધ્યાસ છે તે માલમ પડે છે કે નથી પડતો તમને ? ‘હું ચંદુભાઈ છું” એ ના માલમ પડ્યું ? ‘આ બાઈનો ધણી થઉં એવું નથી માલમ પડતું ? છોકરો તમારો જુઓ, એટલે તમને તરત જ જ્ઞાન હાજર થઈ જાય કે ‘હું આનો બાપ થઉં' કે ભૂલી જવાય છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : દેહાધ્યાસ છે ત્યારે આ બધું હાજર થાય. તો આત્મદર્શન થાય ત્યારે પેલું બધું હાજર થાય. અજ્ઞાનમાં આ બધું હાજર થાય છે ને જ્ઞાનમાં પેલું બધું હાજર થાય છે !
જેનો દેહાધ્યાસ છૂટ્યો હોય ત્યાં આત્માની અનુભૂતિ હોય. હિન્દુસ્તાનમાં દીવો લઈને ખોળશો તો ય દેહાધ્યાસ છૂટેલો હોય એવો માણસ નહીં જડે. દીવો લઈને ખોળ ખોળ કરશો, ગુફાઓમાં ખોળશો તો ય જડશે નહીં, ગુફાઓમાં એવાં તો હોય જ નહીં. ગુફાઓમાં તો તપ કર્યા કરે ! ગુફાઓમાં હંમેશા ય જ્ઞાન ના હોય !
એટલે દેહાધ્યાસ એનો ગયો હોય ત્યારે આપણે જાણવું કે એ અનુભૂતિ છે, નહીં તો અનુભૂતિ ના હોય. હવે દેહાધ્યાસ ગયેલો હોય તેને શું શું ગયેલું હોય ? અહંકાર અને મમતા બેઉ ગયેલાં હોય. તે ય અમુક અંશે ગયેલાં હોય, સવશે ગયેલાં હોય નહીં. વખતે અહંકાર ઓછો કરેલો માણસ દેખાશે, પણ મમતા કોઈની ય ઘટી નથી.