________________
આપ્તવાણી-૮
આત્મા થઈ જવું છે. પણ એ ક્યાં બેઠા છે એ તેમને ખબર ના હોય ને ! એ ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? ક્યાં બેઠાં છે એ ખબર ના હોય ? એટલે મારે ચોખ્ખું કહેવું જોઈએ ને ! હું ચોખ્ખું ના કહું ત્યાં સુધી પેલો એનો માલસામાન ઢોળી ના દે.
૨૩૯
એટલે આનો ઉકેલ લાવવો જોઈએ. અને માણસ પોતે પોતાની મેળે જાણી ના શકે કે હું કયા સ્ટેશને છું. એ તો જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કહે કે, ‘ભઈ, હજુ તો ઘણાં સ્ટેશન બાકી છે. અમથો બેસી ના રહીશ. હેંડ, બેસી જા, કોઈક ગાડીમાં.’
પ્રશ્નકર્તા : પણ દાદા, અહીં તો એવું થાય છે કે ઘણાં ય કહે છે કે આ ગાડીમાં બેસી જા. એટલે તેમાં બેસી જાય ને વળી ઉતરી પડે. આ જ મુશ્કેલી થાય છે.
દાદાશ્રી : આ જ ધંધો બધો માંડ્યો છે, બેસી જાય ને ઉતરી જાય બેસી જાય ને ઉતરી જાય !
‘જ્ઞાતી' વિના કોટી ઉપાય પણ વ્યર્થ
!
સંસારરોગ મટવા માટે જગત આખું શું કરે છે કે ઝાડના પાંદડા કાઢી નાખે છે કે પાંદડા કાપે છે. અને મનમાં એમ માને છે કે હવે ઝાડ સૂકાઈ જશે. પણ એ પાછાં બે મહિનાં પછી ફૂટી નીકળે ત્યારે પાછો પસ્તાવો થયા કરે છે. કેટલાંક લોકો ઝાડનાં પાનાં કાપે છે. કેટલાંક લોકો આવડાં આવડાં ડાળખાં કાપે છે, તે ય ફસાય છે, કશું ચાલતું નથી. ફરી ફૂટી નીકળે છે. પછી કેટલાંક લોકો મોટાં મોટાં ડાળાં કાપે છે. એ ય ફસાય છે. અને કેટલાંક લોકો થડ કાપે છે. તો ય ઝાડ ફરી ફૂટી નીકળે છે. એટલે આ સંસારરોગનો તો બહુ લોકો ઉપાય કરી કરીને થાક્યા. તેથી ભગવાને કહ્યું ને, કે ‘આખી દુનિયામાં કોઈક ફેરો એકાદ એવા જ્ઞાની હોય. તે રોજ નહીં, સૈકે સૈકે નહિ, કોઈક ફેરો એકાદ હોય ત્યાં આપણું કામ થાય.' નહીં તો અહીં આગળ તો બધાં દુકાનદારો એમ જ કહે ને, કે અમારી દુકાન સારી છે. અમારી દુકાનમાં, સારામાં સારો, છેલ્લી જાતનો માલ અમારી દુકાનમાં જ છે. અને આપણા લોકો બિચારા ભોળા ખરાં ને, ભોળા અને લાલચુ, તે પછી ફસાય. નહીં તો મહીં લાલચ ના હોય તો
આપ્તવાણી-૮
સાચી વસ્તુ ખોળી કાઢે. જેને માનની, તાનની, કોઈપણ જાતની લાલચ નથી, એક આત્મા જાણવાની જ લાલચ છે, એ સિવાય બીજી કોઈ લાલચ નથી, એ ખોળી કાઢે !
૨૪૦
એક જ જો કદી મન-વચન-કાયાથી, આ જગતનાં લોકો શાંત રહે, પોતે અહંકાર કરીને ક્રોધ-માન-માયા-લોભ ન કરે તો ય એનું જ્ઞાન કેટલું બધું વધી જાય. કારણ કે એને કષાયરહિતપણાનો એક દહાડાનો અનુભવ થાય છે. આ બધાં મનુષ્યોને તો એ કલાકનો ય એવો અનુભવ નથી થયો. અનુભવ શાથી ના થાય ? કારણ કે એનું ચિત્ત તો ક્રોધ-માન-માયા-લોભમાં જ પડેલું હોય. પછી અનુભવ થાય ખરો ? અનુભવ થવા માટે તો ‘ચેતન' જાણવું પડે !
જગતમાં ‘ચેતત’ જણાય ક્યારે ?
પ્રશ્નકર્તા : ચેતનનો અર્થ આપ શું કરો છો ?
દાદાશ્રી : ભગવાન. અને ભગવાન એ જ ચેતન છે. એનો અર્થ એક જ હોય ને ! બે અર્થ ના હોય હંમેશાં ય. પછી અવળો બીજો અર્થ સમજે એ જુદું હોય. બાકી સાચામાં તો એક જ અર્થ છે ને ! પછી પિત્તળને સોનું માની બેસે એ ચાલે જ નહીં. બજારમાં વેચવા જાય તો ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : ચેતનને કેવી રીતે જોવું ? ચેતન જોવાનું શું સાધન છે ? દાદાશ્રી : એ દ્રષ્ટિ જોઈએ. એ જ્ઞાન જોઈએ.
પ્રશ્નકર્તા : એ ક્યાંથી મળે ?
દાદાશ્રી : એ તો મોક્ષનું દાન આપવા આવેલાં હોય એવાં ‘જ્ઞાની પુરુષ’ હોય ત્યારે ત્યાંથી એ દ્રષ્ટિ મળે, એ જ્ઞાન મળી જાય. અને તે કોઈક વખતે, હજારો વર્ષે કોઈક ફેરો આવે.
પ્રશ્નકર્તા : તો બીજા બધાંને જે અનુભૂતિ થાય છે એ સાચી કે ખોટી ?
દાદાશ્રી : અનુભૂતિ ? એ અનુભૂતિ પિત્તળને સોનું માને એવી છે.