________________
આપ્તવાણી-૮
૨૨૩
૨૨૪
આપ્તવાણી-૮
આત્મા કોને કહેવો ? આત્મા બાળ્યો બાળી શકાય એવો નથી, પછી એ પાણીથી ભીંજાય નહીં એવો છે, એવું બધું લખ્યું છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો એવાં તો ઘડિયાળે ય આયાં છે, “વોટરપ્રુફ” ને ‘ફાયરપ્રુફ'! એટલે મારું કહેવાનું કે આવાં તો ઘડિયાળ આવે છે ને ? આત્મા એવો નથી. આત્મા તો અનંત ગુણનું ધામ છે અને એ તો પરમાત્મા જ છે. જ્યારે કેવળીદશામાં આવે છે ત્યારે એ પરમાત્મા કહેવાય અને કેવળીદશામાં ના હોય અને શબ્દસ્વરૂપમાં હોય ત્યાં સુધી અંતરાત્મા કહેવાય, શબ્દનું અવલંબન હોય ત્યાં સુધી અંતરાત્મા કહેવાય. છતાં અંતરાત્મા ને પરમાત્મામાં બહુ ફેર નથી. અંતરાત્મા એ પરમાત્મા થઈ રહ્યા છે ને પેલા પરમાત્મા થઈ ગયા છે, એટલો જ ફેર છે.
પ્રશ્નકર્તા ઃ ઘણા સ્ત્રોતો, સ્તુતિઓમાં એમ કહ્યું છે કે એ સ્તુતિનો પાઠ નિત્ય કરવાથી સંસારનાં બધાં સુખો ભોગવી અને પરમાત્માને પામી શકાય છે. આવું હોય તો આત્મજ્ઞાનને માટે મહેનત શા માટે કરવી ? - દાદાશ્રી : એવું છે ને, એ તો રસ્તો બતાવે છે કે પુણ્ય બંધાયેલી હશે તો ઊંચે ચઢશો, તો કોઈક દહાડો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો જડશે. પણ પાપ જ બંધાયેલું હોય, તેને આ રસ્તો જ ના જડે ને ? એટલે આવું લોકોને ઉત્તેજના માટે કહેલું. બાકી આ ખરેખર, ‘એક્ઝક્ટ’ કારણ નથી.
ધર્મ હંમેશા ય સિદ્ધાંતિક હોવો જોઈએ. સિદ્ધાંતિક એટલે અસિદ્ધાંતપણાને ક્યારે ય પામે નહીં અને ફળદાયી હોય. તરત ફળ આપે તો એ સિદ્ધાંત છે, નહીં તો તરત ફળ ના આપે તો એ સિદ્ધાંત કેમ કહેવાય ? કોઈ પણ વસ્તુ સિદ્ધ થઈ પછી એનો અંત આવી ગયો, ફરી એને સિદ્ધ કરવી પડે નહીં. કાયમને માટે એ ત્રિકાળ સિદ્ધ હોય, એનું નામ સિદ્ધાંત કહેવાય.
આત્મા તો ‘સેલ્ફ વસ્તુ છે. “સેલ્ફ’નું ‘રીયલાઈઝ થઈ ગયું એટલે આખું જગત “રીયલાઈઝ” થઈ ગયું. આત્મા જાણે એટલે અહંકાર ને મમતા બેઉ સાથે જતાં રહે. ‘એટ એ ટાઈમ’ જતાં રહે.
જેમ આપણું પોતાનું એક મકાન હોય, તે આપણને ગમતું હોય. પણ દેવું થઈ ગયું હોય ને આપણને તે વેચવું પડે, વેચી દીધા પછી રૂપિયા લઈ લીધા પછી બીજે દહાડે આપણી મમતા છૂટી જાય ને ?
પ્રશ્નકર્તા : છૂટી જાય.
દાદાશ્રી : કેમ ? ચાલીસ વર્ષથી મકાન આપણું હતું ને ! વેચ્યા પછી બીજે દહાડે બળી જાય તો દુઃખ થાય ખરું ?
પ્રશ્નકર્તા: ના થાય.
દાદાશ્રી : કારણ કે મમતા બધી છૂટી ગઈ. એવું આત્મા જાણ્યો કે એની સાથે અહંકાર-મમતા બધું છૂટી જાય.
સ્વ-સ્વભાવમાં, વર્તે સમાધિ ! પોતે પરમાત્મા છે, પણ ભાન નથી ત્યાં સુધી શું થાય ? ત્યાં સુધી એને જે ભાન મળ્યું છે એ ભાનમાં વર્તે છે, એને “હું ચંદુલાલ છું એ બીલિફ જ હોય, ‘હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું’, એવી બધી ‘રોંગ બીલિફો'માં જ વર્યા કરે.
પ્રશ્નકર્તા : આ સંસારની અંદર જીવો એકબીજાને એવી રીતે જ ઓળખે ને ? એવું મને બધાં ‘ચંદુલાલ' કહે છે.
દાદાશ્રી : ‘ચંદુલાલ’ એ તો વ્યવહારમાં ઓળખવાનું સાધન છે, એનો વાંધો નથી. એ તો હું ય કહું છું. મને કોઈ પૂછે કે, ‘તમારું નામ શું ?” તો કહું, ‘અંબાલાલ.” પણ ‘હું મારી જાતને ‘અંબાલાલ છું’ એવું ક્યારે ય, સ્વપ્નામાં પણ ના માનું. અને તમે તો સ્વપ્નામાં તો શું, પણ જાગૃત અવસ્થામાં પણ માન્યા કરો છો કે, ‘હું ચંદુલાલ છું !” હવે “હું ચંદુલાલ છું’ એ ‘રોંગ બીલિફ’ તમને હેરાન કરે. અને હું મારા સ્વભાનમાં હોઉં, સ્વ-સ્વરૂપમાં હોઉં, એટલે નિરંતર મને સમાધિ રહ્યા કરે. સ્વસ્વરૂપમાં આવવું, એનાથી પરમાત્મપણું પ્રગટ થયા કરે છે, પરમાત્માની શક્તિ વ્યક્ત થાય. અત્યારે તો ચંદુલાલની શક્તિઓ વ્યક્ત થઈ છે. મનુષ્યમાં આવ્યા છો એટલે ચંદુલાલની શક્તિઓ વ્યક્ત થઈ છે પણ