________________
આપ્તવાણી-૮
મનુષ્યપણાની વધારે શક્તિઓ વ્યક્ત થઈ નથી. એટલે સામાન્ય મનુષ્યમાં જ ખપ્યા કરે.
૨૨૫
આવા કાળમાં પ્રયત્નોથી પ્રાપ્તિ શક્ય ?
પ્રશ્નકર્તા : એના માટે કંઈ પ્રયત્ન કરવાનો ખરો ?
દાદાશ્રી : પ્રયત્ન કરવાનો તમારાથી થશે નહીં. કારણ કે તમે પોતે વ્યગ્ર થઈ ગયા છો એટલે પ્રયત્ન થઈ શકે નહીં. એ તો સંપૂર્ણ એકાગ્ર હોય તો હું બતાવી દઉં. પણ એવું એકાગ્ર આ કાળમાં માણસ રહી શકે નહીં ને આ કાળમાં આટલી ભીડમાં, આવા તોફાની કાળમાં માણસ એકાગ્ર કેમ કરીને રહી શકે ? એટલે હું પહેલાં તમારા પાપ ધોઈ આપું છું, પછી તમને ‘રાઈટ બીલિફ’ બેસાડી આપું છું.
પ્રશ્નકર્તા : પ્રગતિ કરવા માટે એકાગ્રતાની જરૂર ખરી ?
દાદાશ્રી : એવું છે ને, એકાગ્રતાવાળી દવાઓ છે, એ ‘હેલ્સિંગ’ છે. આ જગતમાં કોઈ વસ્તુ ખોટી છે જ નહીં. આ વસ્તુઓ બધી ‘હેલ્સિંગ’ છે. પણ જો પોતાને સંપૂર્ણ સ્વતંત્ર થવું હોય, એટલી જ તમન્ના હોય. ‘સાકર મીઠી છે’ એમાં મીઠી એટલે શું, એનું જ ભાન કરવું હોય; તો પછી એણે છેલ્લી વાત કરવા અહીં આવવું. નહીં તો આ બીજાં બધા ઉપાય છે અને એ ‘સ્ટેમ્પિંગ' છે !!
ક્રિયા તહીં, ભાત ફેરવવાનું છે !
પ્રશ્નકર્તા : સંસારની જવાબદારીઓમાં બંધાયેલ માનવી આત્મા કેવી રીતે પામી શકે ?
દાદાશ્રી : ‘ચંદુલાલ’ અને ‘આત્મા’, બે સાવ તદન જુદાં જ છે અને પોતપોતાનાં જુદા ગુણધર્મ બતાવે છે. એ જો ‘જ્ઞાની’ પાસેથી સમજી લેવામાં આવે તો સંસારની જવાબદારીઓ સારી રીતે ચાલી શકે અને ‘આ’ પણ ચાલી શકે. જ્ઞાનીઓ પણ ખાય, પીવે, નહાય, ધૂએ બધું જ કરે. તમારા જેવી જ ક્રિયાઓ કરે, પણ ‘હું કરતો નથી’ એ ભાન હોય. અને અજ્ઞાન દશામાં ‘હું કરું છું' એ ભાન હોય. એટલે ખાલી ભાનમાં જ ફેર છે.
૨૨૬
આપ્તવાણી-૮
આત્મવિકાસમાં તા હોય પ્રતિકૂળતા કદી !
પ્રશ્નકર્તા : પણ અંતરની ઇચ્છા હોય છતાં આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે ?
દાદાશ્રી : આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કોઈ દહાડો હોતી જ નથી. ફક્ત એની અંતરની ઇચ્છા જ હોતી નથી. જો અંતરની ઇચ્છા હોયને
તો આત્મવિકાસનાં કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી. આ તો ‘એને’ આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને આસક્તિ છે. એટલે આમાં પ્રતિકૂળતા લાગે છે. બાકી આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે, સરળ છે, સુગમ છે.
આત્માને પોતાને ગામ જવાને માટે વાર જ શી લાગે ?
મેં ખેડૂતને પૂછેલું કે, ‘આ બળદને અહીંથી ખેતરમાં લઈ જતી વખતે બળદનો શું સ્વભાવ હોય છે ?” ત્યારે કહે, અમે ખેતરમાં લઈ જઈએ, તે ઘડીએ એ ધીમે ધીમે ચાલે.’ ‘અને પાછું ઘેર આવતી વખતે ?’ ત્યારે કહે, ઘેર ? એ તો સમજી જાય કે ઘરે જ જઈએ છીએ કે ઝપાટાબંધ ચાલે !' એવી રીતે આત્મા, મોક્ષે જવાનું છે, એવું જાણ્યું ત્યારથી ઝપાટાબંધ ચાલે. પોતાને ઘેર જવાનો છે ને ! અને બીજે બધે તો ધીમે ધીમે પરાણે ચાલે !!
‘પ્રત્યક્ષ’ પાસે, લાભ ઉઠાવી લો !
પ્રશ્નકર્તા : દેહાતીત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કેટલો ? અને ઇશ્વરકૃપા કેટલી ?
દાદાશ્રી : ઇશ્વરની કૃપા તો બધા સંજોગ ભેગા કરી આપે. ઇશ્વરકૃપા થાય ત્યારે દેહાતીત દશા પ્રાપ્ત કરવા માટે દેહાતીત એવાં પુરુષ મળી આવે, તો એ દેહાતીત પ્રાપ્તિ કરાવડાવે !! છતાં ય દેહાતીત હોય તો ય એ દેહાતીત પ્રાપ્તિ ન કરાવી શકે. એ તો કોઈક જ ફેરો એવાં ‘જ્ઞાની પુરુષ’ હોય તો જ આપણને દેહાતીત બનાવી શકે. બાકી દેહાતીત થવું સહેલું નથી !
પ્રશ્નકર્તા : દેહાતીત પ્રાપ્તિ માટે ઇશ્વરકૃપા પ્રાપ્ત થાય, એનાં માટે