________________
આપ્તવાણી-૮
૨૧૯
૨૨૦
આપ્તવાણી-૮
છો, તો સમજવાની કોશિશ શી રીતે કરશો? અને ખરેખર ‘તમે' ચંદુભાઈ છો જ નહીં. ચંદુભાઈ તો તમારું નામ છે. ‘તમે આ બાબાના ‘ફાધર’ છો, એ પણ વ્યવહાર છે. અને એ બધું તો અમે કબૂલ કરીએ જ છીએને ! એમાં નવી વાત શું છે ? એ તો ઓળખવા માટેનું સાધન છે ! એટલે ‘તમે કોણ છો', એની તપાસ તો ‘જ્ઞાની પુરુષ' પાસેથી કરવી જોઈએ, એનું ‘રીયલાઈઝ' કરવું જોઈએ !
આ તો પાસ્કી ટપાલ “પોતે' લીધી ? દાદાશ્રી : તમને તો “હું ચંદુભાઈ છું', એ ખાતરી જ છે ને !
પ્રશ્નકર્તા : ના, એ તો લોક વાયકાનું નામ છે. બાકી ‘હું એક આત્મા છું' બસ, બીજું કંઈ નહીં !
દાદાશ્રી : હા, આત્મા છો. પણ ચંદુભાઈને ગાળ દે તો એમની ટપાલ તમે લેતાં નથી ને ? લઈ લો છો, તો તો તમે ચંદુભાઈ છો. પછી લોકવાયકા ના કહેવાય. ચંદુભાઈને ગાળ દે ને તમે શાની ટપાલ લો છો ? માટે તમે ચંદુભાઈ થયાં છો.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવા તો બધું કરવું પડે ને !
દાદાશ્રી : ના. વ્યવહારમાં રહેવાનું. પણ ચંદુભાઈની ટપાલ તમારાથી લેવાય નહીં. એમ કહેવાય કે, ‘ભાઈ, આ ચંદુભાઈની ટપાલ છે. મને વાંધો નથી. તમારે જેટલી ગાળો દેવી હોય એટલી દો.” પણ આ તો તમે ચંદુભાઈ થઈને રહો છો. ચંદુભાઈનાં ઇનામ તમારે ખાવાં છે અને પછી કહો છો ‘હું આત્મા છું'. એટલે કંઈ આત્મા થઈ જાય એવું બને ?
સંસારમાં “અસંગતા', કૃપાથી પ્રાપ્ત ! દાદાશ્રી : આ ‘તમે આત્મા છો’ એવી ખાતરી શી રીતે તમને થઈ ?
પ્રશ્નકર્તા : એને માટે આપના જેવા ગુરૂ આગળ જઈએ, ત્યાં દેહ અને આત્મા અલગ કેવી રીતે છે, એવો ઉપદેશ બધો સાંભળેલો છે. બાકી
અમે અને તમે, આમાં ઘણો ફરકને ? અમે એટલે સંસારી, મોહ-માયામાં રહેલા માણસો....
દાદાશ્રી : અને અમે હોય સંસારી ? અમે ય સંસારી જ છીએ. આ દુનિયામાં જે સંડાસ જાયને એ બધા ય સંસારી. જેને સંડાસ જવાની જરૂર પડે, ને જે સંડાસ ખોળે એ બધા જ સંસારી કહેવાય.
પ્રશ્નકર્તા : પણ અમારા જેવાને સંસારમાં રહીને આત્મજ્ઞાન મળે, મોક્ષ થાય, એ કેવું ?
દાદાશ્રી : એવું છે ને, સંસાર બે પ્રકારનો છે. ત્યાગી એ ય સંસાર છે અને ગૃહસ્થી એ ય સંસાર છે. બન્ને પ્રકારના સંસાર છે. ત્યાગવાળાને મારે આનો ત્યાગ છે, આનો ત્યાગ છે” એવું જ્ઞાન વર્તે. અને ગૃહસ્થીઓને ‘આ હું લઉં છું, આ હું દઉં છું, આ ગ્રહણ કરવાનું છે એવું જ્ઞાન અને વર્તે છે. પણ જો આત્મા જાણ્યો તો મોક્ષ થઈ જશે.
પ્રશ્નકર્તા: પણ સંસારમાં રહીને, સંસારની ફરજો બજાવતાં બજાવતાં પણ એનાથી અલિપ્ત રહી શકાય ?
દાદાશ્રી : એ જ “જ્ઞાની પુરુષ'ની પાસે હોય ને ! ‘જ્ઞાની પુરુષ'ની પાસે ‘વિજ્ઞાન’ હોય તે આપ, પછી એનાથી સંસારનું ય થઈ શકે અને આત્માનું ય થઈ શકે. “જ્ઞાની પુરુષ' પાસે એવું વિજ્ઞાન હોય.
હું તમારી સાથે વાતચીત કરી શકું છું. એટલે સંસારમાં ય રહી શકું છું અને હું મારા પોતાનામાં ય રહી શકું છું. બેઉ કરી શકું છું. આ સંસારની ક્રિયાઓ બધી કરવાની હોય છે, તે ય કરું છું. સંસારમાં ય રહેવાય ને આત્મામાં ય રહેવાય !! “જ્ઞાની પુરુષ' પાસે બધું ‘વિજ્ઞાન’ હોય, એ શાસ્ત્રમાં ના હોય. શાસ્ત્રમાં તો આ બધું છોડે જ છૂટકો થાય !!
આવાં લોક ભેગાં રહેવું ને દહાડા કાઢવા અને કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, તે શી રીતે રહેવું ? તે બધી વિદ્યા હું તમને શીખવાડી દઈશ. લેપાયમાન થાય નહીં, એવી વિદ્યા હું બતાવી દઈશ. નહીં તો આ જગત તો લેપાયમાન જ છે. જેમ કમળ પાણીમાં હોય અને નિર્લેપ રહે છે ને, તેવી રીતે નિર્લેપતા તમને બતાવી દઈશ.