________________
આપ્તવાણી-૮
૨૧૭
૨૧૮
આપ્તવાણી-૮
છે. નહીં તો આત્મા પ્રાપ્ત કરવાના શાસ્ત્રમાં તો જ્ઞાન નીકળે છે, પણ તે જ્ઞાનથી કંઈ આત્મા પ્રાપ્ત થાય એવો નથી. કારણ કે આત્મા શબ્દરૂપ છે નહીં, કે શાસ્ત્રમાં ઉતરી શકે. એ તો નિઃશબ્દ છે, અવક્તવ્ય છે, અવર્ણનીય છે. બાકી લોકોએ જે કયો છે, તેવો આત્મા છે નહીં. આ તો મનમાં માનીને બેસી રહે ને આખી રાત ને દહાડા કાઢે છે ને અડસટ્ટે ચાલ્યા કરે છે, ને અનંત અવતારથી ભટક ભટક કરે છે, અવતાર તો એકુંય હજુ ખૂટ્યા નથી !
ત મિટે “પોતાથી' “પોતાપણું ! દાદાશ્રી : શું નામ આપનું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો, એ ખાતરી છે ? પ્રશ્નકર્તા : લોકોએ મારું નામ પાડ્યું છે.
દાદાશ્રી : તો તમે ખરેખર શું છો? માય નેમ ઇઝ ચંદુભાઈ બોલો છો ને ? તો “માય’ કહેનારો એ કોણ ?
પ્રશ્નકર્તા : એ જ મારી શોધખોળ છે. એ “કોણ છું’ એ તો શોધવાનું છે.
દાદાશ્રી : કેટલા વખતથી શોધખોળ કરો છો એ ? પ્રશ્નકર્તા : બે વરસથી. દાદાશ્રી : પહેલાં નહોતી કરી ? કેમ ? પ્રશ્નકર્તા : જરૂર નહોતી કે એ જાતની સમજણ નહોતી.
દાદાશ્રી : ઓહો ! એ સમજણ જ નહોતી કે આપણે આ જ્ઞાન જાણવાનું છે ! બરોબર છે ! એટલે આ જ્ઞાન, ‘હું કોણ છું” એ જાણવાની જરૂર છે. એ જાણેને તો બધો નિવેડો આવી જાય. હવે આમાં ‘ચંદુભાઈ ‘તમારું નામ છે. પણ ‘તમે કોણ છો ?
પ્રશ્નકર્તા ઃ આમ તો એક “માણસ” છું.
દાદાશ્રી : માણસ તો, આ દેહનો માણસ જેવો ફોટો દેખાય, એને માણસ જ કહેવાય. દેહનો આકાર જ માણસનો છે. ‘તમે’ આ “માણસ” પણ ના કહેવાઓ ! આ દેહ તમારો છે ?
પ્રશ્નકર્તા : દેહ મારો નથી.
દાદાશ્રી : આ દેહની કંઈ અસર થતી નથી ? ઠંડી લાગે કે ગરમી લાગે છે ?
પ્રશ્નકર્તા : દેહને લાગે છે.
દાદાશ્રી : દેહને લાગે, પણ તમને નથી લાગતું ને ? આ દેહની અસર થાય છે ખરી ને ? અસર શેની થાય ? જે પોતાનું હોય તેની અસર થાય. જે પરભારી વસ્તુ છે તેની અસર ના થાય. આપને સમજમાં આવે છે ને ? એટલે અસર શેની આપણને થાય ? કે જેમાં પોતાનું મનાયું હોય તે ચીજની જ અસર થાય. ‘આ બોડી મારી છે' કહે તેથી એની અસર થાય છે. ઊંઘમાં ય એવું ભાન હોય, ઊંઘમાં ય કહેશે કે, “આ દેહ મારો છે. આ નામે ય મારું છે.’ હવે તમારું છે, એ તો કંઈ છોડી દેવાય ?
એટલે આ ‘હું કંઈ છૂટે એવું નથી. હું તો મોટામાં મોટું ભૂત છે. કેટલાંક કહે છે, “આ દેહ મારો નહીં, આ છોકરો મારો નહીં, વહુ મારી નહીં, કોઈ મારું નહીં.' આમ બધી માથાકૂટ કર્યા કરે ! પણ ત્યારે, છેવટે તું તો ખરો ને ? હવે ક્યાં જઈશ તે ? અને આ મન, વચન, કાયાને
ક્યાં નાખી દે ? આ પુદ્ગલ ક્યાં નાખી દે ? બીજાં બધાં પુદ્ગલ નાખી દે, પણ આને ક્યાં ફેંકી દે ? એ તો “જ્ઞાની પુરુષ' પાસે જાય તો એ મુક્ત કરી આપે. આપને સમજાયું ને ?!
એ સમજવાની કોશિશ, ફળશે ખરી ? પ્રશ્નકર્તા : આમ તો હું ય આત્મા સમજવાની જ કોશિશ કરું છું. દાદાશ્રી : એ સમજવાની કોશિશ ક્યારે થશે ? ‘તમે’ ‘ચંદુભાઈ