________________
આપ્તવાણી-૮
૨૦૯
દાદાશ્રી : મૃત્યુ પછી એનો એક અવતાર બાકી રહે છે. કારણ કે અમે આ પાંચ આજ્ઞા આપીએ છીએ, તે પાળે એટલે એક અવતાર એનો બાકી રહે.
આવું સ્વરૂપ જગતતું રહ્યું !
પ્રશ્નકર્તા : આ સૃષ્ટિના ક્રમની કેટલીક વાત સમજમાં નથી આવતી કે જે તમારી પાસે આવ્યા ને એમને આપની પાસે આત્મજ્ઞાન થયું, પણ બીજા લોકોને કેમ નહીં થતું હોય ?
દાદાશ્રી : આ બધા લોકોને માટે નથી.
એવું છે, આખી જે સૃષ્ટિ છે ને, તે પ્રવાહ રૂપે છે. એટલે જે દરિયાને જોઈન્ટ થાય છે, ત્યાં એટલા પાણીની મુક્તિ થઈ ગઈ અને બીજું બધું જેમ આવશે તેમ એની મુક્તિ થતી જશે. એટલે આ જગત આખું ય પ્રવાહ રૂપે છે અને એટલે બધાને એકદમ આ ના થાય.
પ્રશ્નકર્તા : કેટલાક કણો દરિયામાં પહોંચે, કેટલાક વચ્ચે જ રહે, આનું શું કારણ ?
દાદાશ્રી : એ બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ના આધારે છે. એટલે ભ્રાંતિ છે ત્યાં સુધી એની મુક્તિ થતી નથી ! ‘ર્તાપદ' એ જ ભ્રાંતિ !
પ્રશ્નકર્તા : આ બધાને ભ્રાંતિ થઈ છે, તે ભ્રાંતિ ટાળવાનો ઉપાય શું ? બતાવો.
દાદાશ્રી : ભ્રાંતિ શેની થઈ છે ? એ આપને સમજાયું ને ? પ્રશ્નકર્તા : પોતે પોતાને જાણ્યો નથી.
દાદાશ્રી : બસ, એટલી જ ભ્રાંતિ થઈ છે. પોતે પોતાથી જ બેભાન થઈ ગયો એટલી જ ભ્રાંતિ થઈ છે ‘એને’, બીજી કશી ભ્રાંતિ નથી ! પ્રશ્નકર્તા : ભ્રાંતિ જે પડી છે, એ ભ્રાંતિ કયા સાધને જાય ? તે કૃપા
૨૧૦
આપ્તવાણી-૮
કરીને આપ સમજાવશો.
દાદાશ્રી : કર્મનો કર્તા છે, માટે ભોક્તા છે. એ શું છે ? કે કર્મને પોતે આધાર આપે છે કે ‘આ મેં કર્યું’ આ વર્લ્ડમાં કોઈ જીવ કશું કરી શકે એમ છે જ નહીં, જે ‘કરે છે’ એવું કહે છે એ જ ભ્રાંતિ છે, ને એ જ અહંકાર છે. આ તો અહંકાર પોતાનો દેખાવ કરે છે. બાકી, આ બધું તો ‘ઈટ હેપન્સ’ છે. બધું થઈ જ રહ્યું છે. થઈ રહ્યાને પાછો કહે છે, “મેં કર્યું !, હું કરું છું.’ આ તો થઈ રહ્યું છે. એ ના કશું કરે ને તો ય સવારમાં ઉઠ્યો કે ચા-પાણી બધું તરત મળી જ જાય એને !
હવે ભ્રાંતિ કયા સાધને જાય ? ‘એ પોતે કોણ છે’ એવું જો ‘જ્ઞાની પુરુષ’ એને જણાવડાવે તો એ ભ્રાંતિ જતી રહે, બસ ! એટલે ‘જ્ઞાની પુરુષ' મળી આવે તો એ ભ્રાંતિ જાય !
આ જગતમાં ‘હું કરું છું’ ને ‘હું જાણું છું’ બે ભાવ ભેગા કરે, એનું નામ ભ્રાંતિ. ‘અમને’ ‘હું કરું છું’ એ ભાન જ ના હોય. જ્યારથી ‘અમને’ ‘આત્મા’નું ભાન પ્રગટ થયું છે ત્યારથી ‘હું કરું છું’ એ ભાન જ ઉત્પન્ન થયું નથી. અરે, આ દેહનો ‘હું’ માલિક જ નથી રહ્યો ને ! ‘અમને’ આ મન, વચન, કાયાનું માલિકીપણું જ આજ પચ્ચીસ વર્ષથી નથી.
આત્મા સુણ્યો, શ્રછ્યો, જાણ્યો નથી, તો...
એટલે આત્મા એ જુદી વસ્તુ છે. આત્મા જાણ્યો એ તો પરમાત્મા જાણ્યો કહેવાય ને જેણે પરમાત્મા જાણ્યો એનો તો મોક્ષ જ થઈ ગયો !
આત્મા જાણવા માટે આ બધું છે. અને જો આત્મા જાણવા ના મળ્યો તો આત્મા શ્રદ્ધવા માટે છે. ‘આત્માની’ ‘તમને’ શ્રદ્ધા બેસવી જોઈએ કે ‘હું આત્મા છું’ એવી પ્રતીતિ બેસે. એવું ય ના મળે તો પછી આત્મા સુણવા માટે છે કે રોજ આત્માની વાત સાંભળ સાંભળ કરીએ !
એટલે શાસ્ત્રકારોએ શું લખ્યું કે જેણે આત્મા સુણ્યો નથી, શ્રદ્ધયો નથી કે જાણ્યો નથી, એ મુક્તિમાર્ગનો અધિકારી જ નથી ! એટલે આ વાત જો સમજે તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ ના આવે !!