________________
આપ્તવાણી-૮
૧૮૫
૧૮૬
આપ્તવાણી-૮
ય આત્મા તો સુખ કે દુઃખથી તો જુદો જ રહેવાનો ને ?
દાદાશ્રી : આત્મા તો જુદો જ રહે છે. પણ એમાં આપણને શું ફાયદો ? જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સુખ ને દુ:ખ ભોગવે છે, ને દુ:ખ એને ગમતું નથી !
પ્રશ્નકર્તા : આત્માને તો કંઈ ના થાયને ? એવું મારું પૂછવાનું હતું.
દાદાશ્રી : એવું છે ને, તમારી પાસે સોનાની ગીની હોય, તો એને તમે ગમે ત્યાં રાખી મૂકો તો ય એને કાટ ના ચઢે. પણ એ ગીની ખોવાઈ જાય તો ગીનીને દુ:ખ નથી, પણ તમને દુઃખ થાય કે ના થાય ? એવી રીતે આત્માને કશું દુ:ખ જ નથી. અહંકાર જે છેને એને દુઃખ થાય છે. આ અહંકાર જતો રહે એટલે આત્મા થઈ ગયો અને અહંકાર છે ત્યાં સુધી આત્મા નથી.
પ્રશ્નકર્તા : આ દાખલામાં ગીની અને હું, બે જુદાં છીએને, પણ આમાં તો એવું ખરેખર જુદું હશે ?
દાદાશ્રી : આ ય જુદું જ છે. પણ તે તમને દેખાય નહીં. એ ગીનીનું જેવું જુદું છે ને, એવું અમને પણ ‘આત્મા’ જુદો દેખાય.
પ્રશ્નકર્તા : એટલે આત્મા દેહમાં હોય તો પણ મોક્ષમાં છે એવું કહી શકાય ખરું ?
દાદાશ્રી : હા, એ મુક્ત જ હોય છે. પણ આ ‘જ્ઞાન’ આપીએ છીએ ને, તેથી ‘એને’ પોતાને મુક્તપણાનું ભાન થાય છે. બાકી આત્મા પોતે મહીં મુક્ત જ છે, એને કશું દુઃખ જ નથી. પણ આ તો દુઃખ કોને છે ? અહંકારને ! એ ગયો એટલે દુખ ગયું. અહંકારે જ આ બધું ઊભું કર્યું છે, ભગવાનથી જુદો થઈ ગયો છે, ભેદ પાડ્યો છે. એ અહંકાર ગયો એટલે પછી દુઃખ ના હોય.
પ્રશ્નકર્તા : તો પછી આત્માનું સ્થાન ક્યાં હોય ?
દાદાશ્રી : આત્મા પોતે જ મોક્ષસ્વરૂપ છે. એનું સ્થાન જ બીજે નથી. એનો પોતાનો સ્વભાવ જ મોક્ષ છે. આ તો વિભાવ દશાને લઈને
આ ઊભું થયું છે.
જેમ આ સોનાનો સ્વભાવ હોય છે તે લાખ વર્ષ રાખી મૂકીએ તો એના સ્વભાવમાં ફેર ના થાય. અને સોનું ને તાંબું બે ભેગું થયું હોય, મીલ્ચર થયું હોય ત્યારે ફેરફાર થઈ જાય.
પ્રશ્નકર્તા : મોક્ષ પામ્યા એટલે શું ? આત્માનું કાર્ય અહીં પૂરું થયું ?
દાદાશ્રી : આત્માનું કાર્ય તો પૂરું જ થયેલું છે. જે બંધાયો હતો ને, તે મુક્ત થયો. જેને દુઃખ પડતું હતું, તે બંધાયો હતો એનું દુ:ખ ગયું, એ પોતે મુક્ત થઈ ગયો.
જે જુદો પડ્યો હતોને આત્માથી, અહંકાર, તે અહંકાર પોતાના સ્વરૂપમાં વિલય થઈ ગયો. એટલે કામ થઈ ગયું. જુદો પડ્યો હતો તેથી દુઃખ ભોગવતો હતો. અણસમજણથી જુદાઈ કરી હતી, ભેદ થયો હતો. આ લોકોએ નામ આપ્યું કે ભઈ ચંદુ, તો એ નામમાં ‘પોતે' તન્મયાકાર થઈ ગયો. એટલે ‘એનું કામ ખલાસ થઈ ગયું. ‘આત્મા’ તો અવિનાશી છે. એનું કામ તો થયેલું જ છે. પણ એ અહીંથી છૂટો ક્યારે થાય ? કે આ ભેદબુદ્ધિ તૂટી જાય એટલે છૂટો થઈ જાય.
પ્રશ્નકર્તા : છૂટો થયા પછી એ શું કરે ?
દાદાશ્રી : પછી સિદ્ધગતિ થઈ ગઈ. ત્યાં નિરંતર પરમાનંદ રહેવાનો. આ દેહ હોય ત્યાં સુધી બોજો રહ્યા કરે. એ દેહનો ય બોજો છે. જે દેહથી સુખ ભોગવવાનું નથી, તે દેહ જ્ઞાનીઓને બોજરૂપ હોય છે. પણ છૂટકો જ નહીં ને ! એની ‘ડિસ્ચાર્જ લિમિટ’ હોય ત્યાં સુધી છૂટકારો જ ના થાય ને !
હૃદ્ધોએ દીધાં બંધત ! પ્રશ્નકર્તા : આત્મા મોક્ષે જાય પછી એ દેહધારણ કરતો નથી, પણ દરેક આત્મા મોક્ષમાં જ છે ને ?
દાદાશ્રી : ના, એવું નથી. અનંત આત્મા આ રીતે સંજોગોમાં સપડાયા છે. એ મોક્ષે જવા, પોતાના સ્વભાવમાં આવવા પ્રયત્ન કરે છે.