________________
આપ્તવાણી-૮
૧૮૭
પણ આ જે અનાત્મા છે, એ એને સ્વભાવમાં આવવા દેતું નથી. અને અનાત્મા ય પહેલેથી આનું આ જ છે ! એટલે આ બધા આત્મા એ કંઈ મોક્ષમાં આવ્યા નથી.
પ્રશ્નકર્તા : એટલે આત્માએ હજુ મોક્ષ જોયો જ નથી ?
દાદાશ્રી : જોયો જ નથી. બાકી પોતાનો સ્વભાવ જ મોક્ષ છે. પણ આ સંયોગો કેવા છે? દ્વન્દ્ર સ્વરૂપે છે ! આ જે જડ વિભાગ છે, અનાત્મ વિભાગ છે, એ દ્વન્દ્ર સ્વરૂપે છે. દ્વન્દ્ર એટલે નફો-ખોટ, સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, તે એ બધાં દ્વન્દ્રોનો સ્વભાવ પોતે પોતાનામાં આરોપી દે છે, એટલે એને બંધન રહ્યા કરે છે. આ સંજોગોનું દબાણ ઘટે તો પછી ‘જ્ઞાની પુરુષ' મળી આવે, નિમિત્તો મળી આવે, ત્યારે મોક્ષ થાય. નહીં તો મોક્ષ એમ ને એમ થાય નહીં. છતાં બધા આત્મા મોક્ષ ભણી જ વહી રહ્યા છે. પણ પછી જેવું જેવું નિમિત્ત મળે, એવું એ ચક્કર મારે છે પાછો. અહીં મનુષ્યોમાં જ ચક્કર મારવાનાં પાછાં. અગર તો જ્યાં ચક્કર મારે ત્યાં ખરો. એને એવું અવળું નિમિત્ત મળ્યું હોય તો નર્કગતિમાં ય લઈ જાય કે પશુયોનિમાં ય લઈ જાય !
૧૮૮
આપ્તવાણી-૮ પ્રશ્નકર્તા : આત્મામાં તો જ્ઞાન છે, તો ધીમે ધીમે એ કક્ષા તો આવેને કે એ મોક્ષે જઈ શકે ?
દાદાશ્રી : હા, કક્ષા આવે છે. એ કક્ષામાં આવે જ છે, ને મોક્ષ જઈ જ રહ્યા છે, પણ તમે એમ કહો કે આખા જગતનાં બધાં આત્માઓ જો મોક્ષે જાય, તો આ સંસારનાં નાશની તમે ભાવના કરી કે આ સંસાર ના હો ! અને આ સંસાર એ વસ્તુ તો આત્માનું ‘ડેવલપમેન્ટ’ છે ! મૂળ આત્મા તો ‘ડેવલપ’ થયેલો જ છે, ‘આત્મા’ પોતે પૂર્ણ જ છે, પણ આ આપણી’ અત્યારે એવી શ્રેણી ઉત્પન્ન થયેલી છે, તે પૌદ્ગલિક માન્યતામાં રૂઢ થઈ ગયેલાં છે. તે માન્યતાઓ ખસતી, ખસતી, ખસતી, ખસતી મૂળ ચૈતન્ય સ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે પૂર્ણાહૂતિ થાય છે.
પ્રશ્નકર્તા એટલે કોઈ આત્મા મોક્ષે પહોંચી શકતો જ નથી ?
દાદાશ્રી : અરે, મોક્ષે તો બધા ઘણાં ય પહોંચી શકે છે ને ! હું અત્યારે ય મોક્ષમાં છું ને !
પ્રશ્નકર્તા : એવું બની ના શકે કે બધા જ આત્મા મોક્ષે જતા રહે ? પોસિબલ’ ખરું ?
દાદાશ્રી : મા ને છોકરો બે સરખી ઉંમરનાં થશે કોઈ વખત ? છોકરો ને મા જો બે સરખી ઉંમરના થાય તે દહાડે આ જગત આખું મોક્ષે જાય (!)
એવું છે ‘આખું જગત મોક્ષે જાય’ એવી ભાવના ભાવવાના અધિકારી છે. પણ એ રૂપકમાં ક્યારે ય આવે નહીં. એ રૂપકમાં ક્યારે આવશે કે મા ને દિકરો બે સરખી ઉંમરના થશે ત્યારે (!) !
એક માણસ મને કહે છે, “આખા જગતને મોક્ષે લઈ જાવને !' કહ્યું, ‘તમને સમજ પાડું. આ આખા જગતના જીવો ‘વોરીયર્સ’ બને તો કોની પર “એટેક’ કરે ? આખા જગતના બધા જીવો ડૉકટરો જ થાય તો કોની દવા કરે ? આખા જગતના બધા જીવો ગાંયજા થાય તો કોના વાળ કાપે ? અને બધા જ સુથાર થાય તો કોનું કામ કરે ?” તો કહે, ‘સમજી
પણ, મોક્ષ સધાય તો કામનું ! પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવા માટે આ દેહની સાધન રૂપે જરૂર ખરીને ?
દાદાશ્રી : મનુષ્ય દેહ જ મોક્ષ મેળવવાનું મોટામાં મોટું સાધન છે. મોક્ષ તો દેવગતિમાં ય ના થાય, જાનવર ગતિમાં ય ના થાય, બીજા કોઈ અવતારમાં ના થાય. એકલો મનુષ્યનો અવતાર જ એવો છે કે તેમાં પાંચ એ ય ગતિ ખુલ્લી છે.
સર્વાત્માતો મોક્ષ !! શું શક્ય ?! પ્રશ્નકર્તા : બધા આત્મા પૂર્ણ કક્ષાએ ક્યારે પહોંચશે ?
દાદાશ્રી : બધાં આત્મા મોક્ષે જાય તો પછી અહીં સંસાર રહેશે નહીં. તો સંસાર નાશ કરવાની ઇચ્છા છે તમારે ? તમારી ઇચ્છા શું છે ?