________________
૧૮૨
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૧૮૧ કોઈ જીવને પોતાને બંધન ગમતું જ નથી. તમને બંધન ગમે છે ? પ્રશ્નકર્તા: નહીં. દાદાશ્રી : છતાં ય રહેવું શેમાં પડે છે ? પ્રશ્નકર્તા : બંધનમાં.
દાદાશ્રી : આખો દહાડો બંધનમાં જ રહેવાનું. જીવ માત્ર બધાં બંધનમાં જ પડ્યા છે. અમારા જેવાં ‘જ્ઞાની પુરુષ' મુક્ત હોય, પણ તે કોઈક કાળે વર્લ્ડમાં એકાદ હોય. નહીં તો ‘જ્ઞાની’ જગતમાં હોય જ નહીં ને ! ‘જ્ઞાની પુરુષ” એ મુક્ત હોય, એટલે એ પોતે કોઈ ચીજથી બંધાયેલા ના હોય. એટલે એમને બોજો ના લાગે, ભય ના લાગે, કશું કોઈ ચીજ એમને સ્પર્શે નહીં. અને એવું ‘પોતાને' થવાની જરૂર છે. પણ તે ‘જ્ઞાની પુરુષ' હોય તો જ એમની પાસે થઈ શકાય. ‘જ્ઞાની પુરુષ' તો હજારો વર્ષ સુધી નથી હોતા. કોઈક ફેરો ‘જ્ઞાની પુરુષ’ હોય ત્યારે મુક્ત થઈ જવાય.
મોક્ષદાતા મળે, મળે મોક્ષ ! પ્રશ્નકર્તા : મોક્ષ એ આશાની નિષ્પત્તિ છે, એવું કહી શકાય ? દાદાશ્રી : ના, મોક્ષ તો પોતાનો સ્વભાવ જ છે.
પ્રશ્નકર્તા : તો પછી ઘણાં ખરાં લોકોએ વારંવાર મોક્ષની પ્રાપ્તિ માટેના જ કેમ રસ્તા બતાવ્યા ?
દાદાશ્રી : ખરી રીતે તો એવું છે ને, એ એમની ભાષાનો મોક્ષ બોલે છે. બાકી મોક્ષની કોઈને પડી જ નથી. બધાને આ જ જોઈએ છે કે ‘હમકુ ક્યા, હમ કૌન !” એવું જ જોઈએ છે. અને જો કોઈ સાચો પુરુષ નીકળેને, તેને આ મોક્ષનો માર્ગ મળ્યા વગર રહે જ નહીં ! આ તો કંઈની કંઈ દાનત ચોર છે ને માન-તાનમાં ને “હમમાં પડ્યા છે, તેમાં કશું ય પામ્યા નથી.
પ્રશ્નકર્તા : મોક્ષ માંગવાથી એ મળી જાય ?
દાદાશ્રી : માંગવાથી બધું જ મળી જાય પણ મોક્ષદાતા હોય તો. મોક્ષદાતા હોવા જોઈએ, એ પોતે મોક્ષમાં રહેતા હોય તો, બાકી બહાર કોઈએ મોક્ષની વાત કરવી જ નહીં. ત્યાં ધર્મની વાત કરવી, એ તમને સારા ધર્મ ઉપર ચઢાવશે.
પ્રશ્નકર્તા : મોક્ષદાતા ક્યાંથી ખોળવા ?
દાદાશ્રી : ‘આ’ અહીં એકલા જ છે. જ્યારે આવવું હોય ત્યારે આવજો, નહીં તો તમારા ભાઈબંધને મોક્ષ મળે પછી આવજો. એને સ્વાદ આવે એટલે એને પૂછીને આવજો.
મોક્ષ પામવાનો ભાવ કોનો ? પ્રશ્નકર્તા : મોક્ષ તો જીવનો કરવાનો છે ને ? દાદાશ્રી : જે બંધાયેલો છે, તેનો મોક્ષ કરવાનો છે. પ્રશ્નકર્તા : બંધાયેલો છે એ કોણ છે ? દાદાશ્રી : ભોગવે છે તે ! બંધન અવસ્થા ભોગવે છે એ બંધાયેલો
પ્રશ્નકર્તા: ‘પર્ટિક્યુલરલી’ એનું નામ શું ? દાદાશ્રી : બંધન અવસ્થા કોણ ભોગવે છે ? પ્રશ્નકર્તા : જીવ જ ભોગવે છે ને ? દાદાશ્રી : તમે ભોગવતા નથી ? પ્રશ્નકર્તા : તમે એટલે કોણ ?
દાદાશ્રી : ત્યારે કોણ ભોગવે છે? જીવ ? ને તમે જોયા કરો છો ? મોઢે તો બોલો છોને કે ‘હું ભોગવું છું.'
પ્રશ્નકર્તા : હું એટલે કોણ ? એ સવાલ રહ્યો.
‘હમ” એટલે અહંકાર, તે આ અહંકાર ખલાસ થાય તો ભગવાન થાય.