________________
આપ્તવાણી-૮
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૮
દાદાશ્રી : ના એવું નહીં. પણ આમાં ખોટું હોય તો ના ચાલે. સાચું હોય ને તે બધાંને કબૂલ કરવું જ પડે. સાચું હોય તે કોઈથી ય અટકાવાય નહીં. એનું ખોટું છે એટલે છોડી દેવું પડે ને !
છતાં જગત છે, એટલે એ લોકો જે કહેતા હોય, એ એનું ‘ડેવલપમેન્ટ' એવું છે. અને એટલે સુધી ડેવલપમેન્ટ' જો ના હોય ને તો આ ક્રિયાકાંડ ને એ બધું થાય નહીં ને બુદ્ધિ વધે નહીં. બુદ્ધિ વધ્યા પછી બળાપો વધતો જાય અને બળાપો વધ્યા પછી જ એને મોક્ષની જરૂર પડે છે.
માણસને જેટલી બુદ્ધિ વધે એટલો બળાપો એમને “કાઉન્ટર વેઈટમાં વધતો જ જાય. હા, તે વેદાંત ને એ બધું બુદ્ધિ વધારવાનું સાધન છે. તે બુદ્ધિને ‘ડેવલપ’ કર કર કર્યા કરે. અને બુદ્ધિ વધે એટલે પછી બળાપો ઉત્પન્ન થાય. ત્યારે કહે, ‘હવે હું ક્યાં જાઉં ?” ત્યારે કહે, ‘વીતરાગ પાસે જાવ ” પણ ભગવાને બેઉને એક્સેપ્ટ કર્યા છે. વેદાંતમાર્ગથી અને જૈનમાર્ગથી, બન્ને માર્ગથી સમકિત થાય છે. બેઉ માર્ગે પોતાના સ્વતંત્ર માર્ગમાં રહીને સમકિત થાય એવું છે.
આત્માને બંધત.... પ્રશ્નકર્તા : તો પછી આત્મા પોતે સ્વતંત્ર અને મુક્ત છે, સચ્ચિદાનંદ છે ?
દાદાશ્રી : સ્વતંત્ર નથી. એ પાછું તમને કોણે કહ્યું કે આત્મા સ્વતંત્ર છે ?
પ્રશ્નકર્તા: શાસ્ત્ર એમ કહે છે કે આત્મા સ્વતંત્ર છે.
દાદાશ્રી : ના, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ સ્વતંત્ર નથી, તેથી તો આ વેષ થયો છે. સ્વતંત્ર હોય તો તો હમણે મુક્તિ જ થઈ જાય ને ! વાર જ શું લાગે ? આ તો એવો બંધાયેલો છે, તે જો સાંકળ લોઢાની આવી જાડી હોતને, તેનાથી બંધાયો હોતને તો આપણે “ગેસ કટીંગ’ કરીને કાપી નાખત. પણ આ તો એવો બંધાયેલો છે કે જે તુટી જ ના શકે. એ સાંકળે ય કેવી જાતની ! કવિએ શું લખ્યું છે ? ‘અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન.’ અધાતુ
સાંકળીએ એટલે આ પ્રકૃતિની સાંકળીએ એમાં બંધાયો છે.
‘સ્વતંત્ર’ શેમાં વાંચી લાવ્યા છો? આવાં જે પુસ્તકો વાંચો છો એ ‘સર્ટિફાઈડ' કરેલાં પુસ્તકો વાંચો છો કે બીજા ‘અનસર્ટિફાઈડ’ પુસ્તક વાંચો છો ?
પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રો તો એમ જ કહે છે કે આત્મા સ્વતંત્ર ને મુક્ત છે.
દાદાશ્રી : કોઈ કહેતું નથી. સ્વતંત્ર હોય તો મોક્ષ કરવાનો, મુક્તિનો માર્ગ જ ક્યાં રહ્યો પછી ? એ શાસ્ત્રને કહીએ, ‘તમે શું કરવા પુસ્તક બન્યા ? તમારી શી જરૂર હતી અહીં આગળ ? આત્મા સ્વતંત્ર નથી, એટલે બંધનમાંથી છોડાવવા માટે તમે જમ્યા છો બધા !' જો સ્વતંત્ર હોય તો શાસ્ત્રની જરૂર હોય ખરી પછી ?!
જે એમ કહે કે “આત્માને બંધન નથી’, તેને “મોક્ષ પણ નથી' એમ બોલી શકાય અને જે ‘આત્માને બંધન છે” એમ કહે છે, તેને “મોક્ષ પણ છે' એવું કહેવું પડે. આ વિરોધાભાસ જેવી વસ્તુ નથી. આપને સમજાયું ને ? જે આવું માને છે કે આત્માને બંધન નથી, તો પછી એને મોક્ષની જરૂર જ નથી, કારણ કે આત્મા મોક્ષમાં જ છે. પણ મોક્ષ સ્વરૂપ શું છે, એ સમજવું જોઈએ.
કેટલાંક તો એમ કહે છે કે, “આત્માને બંધન જ નથી.’ એ વાત તો સાચી છે. પણ જો આત્માને બંધન નથી, તો પછી મંદિરમાં કેમ જાવ છો ? શાસ્ત્રો કેમ વાંચો છો ? ચિંતા કોને થાય છે ? એ બધું પાછું વિરોધાભાસ થયું ને? ‘આત્માને બંધન નથી” એ વાત તો સો ટકા સાચી છે. પણ કઈ અપેક્ષાએ બોલવાનું ? આ તો નિરપેક્ષ વાત છે. આત્માને જ્ઞાનભાવે બંધન નથી, અજ્ઞાનભાવે બંધન છે. તમને જ્ઞાનભાવ આવ્યો કે “હું શુદ્ધાત્મા છું' તો ‘તમને’ બંધન નથી. અને જ્યાં સુધી ‘હું જ ચંદુભાઈ છું' એવો ભાવ છે ત્યાં સુધી બંધન જ છે !!
જે જે આપણને દુઃખૂદાયી લાગતું હોય તો એ બંધન જ કહેવાય. નહીં તો જગતના લોકોને તો બંધનનું ય ભાન નથી થયેલું કે ‘હું બંધનમાં છું.”