________________
આપ્તવાણી-૮
૧૭૭
૧૭૮
આપ્તવાણી-૮
આ બધી બનાવટ છે. આ જગતમાં કોઈ એવો માણસ નહીં પાક્યો હોય કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. આ તો બધાં રૂપકો મૂકેલાં છે. એટલે આ તો બધી જેટલી લખી છે, એ બધી ખોટી વાત છે. બુદ્ધિમાં ના સમજાય એ જાણવું કે ખોટી છે. આપણા લોકોને બુદ્ધિમાં કેમ સમજાય છે ? ત્યારે કહે, ‘આપણા લોકો લીહટ થઈ ગયા છે.” ફોરેનના સાયન્ટિસ્ટોને પૂછો ને, એમની બુદ્ધિ ચોખ્ખી હોય. અને આપણા લોકોની બુદ્ધિ કેવી હોય ? લીહટ ! આ ફોરેનવાળા કહે કે આ પ્રમાણે આવું હોઈ શકે જ નહીં. તે મારી બુદ્ધિ પણ લીહટ નહીં પહેલેથી, એટલે હું સમજી જઉં કે આ ખોટાં તોફાન માંડી બેઠો છે. બાકી હું તો સાચું હોય તેને તરત સાચું કહીં દઉં. અને હું જે પદમાં બેઠો છું અત્યારે, ત્યાં મારે શું બોલવું જોઈએ ? કે જે “છે” એને ‘હા’ કહેવી જોઈએ ને ‘નથી’ અને ‘ના’ કહેવી જોઈએ. “ના” ના કહે તો લોકો ઊંધે રસ્તે ચાલે. ના પૂછે તો મારે કશો વાંધો નથી. પણ પૂછે તો મારે બોલવું જોઈએ કે આ ‘કરેક્ટ' છે કે નહીં !
જુઓને, જમરાજા ઠોકી બેસાડેલું છે ને ? કશું બાપો ય કોઈ નથી, જમરા નામનું જીવડું જ હતું નહીં. એ નિયમરાજ હતા. હવે આવું ઠોકી બેસાડેલું !!
જે જે આપણે રાજમહેલો કર્યા હતા ને, એ બધાં અત્યારે જૂના થઈ ગયા, એટલે ઊંધું ફળ આપે છે. માટે ‘ડીમોલ્યુશન’ કરો. કારણ કે ફળ સારું ક્યાં સુધી આપે ? નવાં નવાં હોય ત્યાં સુધી. પછી મધ્યમ પ્રકારનું, પછી તેથી અર્ધ મધ્યમનું અને પછી બૂરું ફળ આપે. તે આ અત્યારે બૂરું ફળ આપે છે. એટલે આને ‘ડીમોલ્યુશન’ કરી નાખો.
જ્યાં સુધી જેમ નવું મકાન હોય ત્યાં સુધી, થોડો વખત સુધી, ‘હેલ્પફુલ થાય, પણ જ્યારે જૂનું થઈ જાય ત્યારે ? માથે પડે કે ના પડે ? આમ થાંભલા પડતા હોય, આમ નળિયા પડતાં હોય, આમ લાદી ઉખડી ગયેલી હોય. એ સ્થિતિ અત્યારે આ થઈ છે ! એટલે ‘હેલ્પફુલ' થવાનું તો ક્યાં ગયું, કેટલાંય વર્ષથી આ “હેલ્પફુલ નથી કરતું. પણ લોકોને ગૂંચાળામાં નાખ્યા છે ! અને તેમાં કશું છે નહીં.
હવે આ આપણે પૂછીએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર શું છે ? એ
કહેશે, ‘ભાઈ, એ દેવો જ છે ને.” આ ના સમજે. આ તો ‘જ્ઞાની પુરુષ' સિવાય આનો કોઈ ફોડ પાડે નહીં. બુદ્ધિજન્ય જ્ઞાનથી પર હોય તો જ આ વાતનો ફોડ પડે. નહીં તો બુદ્ધિજન્ય જ્ઞાનથી આ ફોડ પડે નહીં અને જગત બુદ્ધિજન્ય જ્ઞાનમાં ફસાયેલું છે !
એટલે આ બધી વાત નહીં સમજણ પડવાથી ભ્રમ પેસી ગયો છે. પ્રશ્નકર્તા : મારો ભ્રમ નીકળી ગયો.
દાદાશ્રી : હા, બરોબર છે? બીજું કંઈ પૂછવું હોય તો પૂછજો. અહીં બધું પૂછાય.
મોક્ષ એટલે સ્વ-ગુણધર્મમાં પ્રવર્તતા ! પ્રશ્નકર્તા : મોક્ષ કહે છે, એ મોક્ષ વસ્તુ શું છે ? આપ સમજાવો.
દાદાશ્રી : મોક્ષ એટલે પોતે પોતાના ગુણધર્મમાં આવી જવું, પોતાના સ્વભાવમાં આવી જવું. અને સ્વ-સ્વરૂપમાં રહીને નિરંતર સનાતન સુખમાં રહેવું, એનું નામ જ મોક્ષ !
કરેક્ટનેસ' સમજવી, “જ્ઞાતી' પાસે ! પ્રશ્નકર્તા કેટલાક મતાવલંબીઓ એવું પણ કહે છે કે ત્યાં મોક્ષમાં શું કામ તમારે જવું છે? ત્યાં તમને સ્વતંત્ર સુખ નથી. એવો ટોણો મારે છે. - દાદાશ્રી : એ તો આ છેલ્લી ભૂમિકા ઉપર ધૂળ ઉડાડી રહ્યા છે. એ લોકો એમની દુકાન ચલાવવા માટે આ બધી ધૂળ ઉડાડી રહ્યા છે. મેં શોધખોળ કરેલી છે કે ‘કરેક્ટનેસ’ શું છે ! હું બધી શોધખોળ કરતાં કરતાં આવેલો છું ને બધી શોધખોળ કરીને લાવ્યો છું.
એટલે એવું બોલનારા જો કદિ અહીં આગળ આવે ને ત્યારે એ જ કહેશે, “સાહેબ, મને મોક્ષ આપો !' કારણ કે આમનો મત ફેરવતા વાર જ નહીં ને ! મત તો સિદ્ધાંતિક હોવો જોઈએ !!!
પ્રશ્નકર્તા : એ તો આપનો પ્રતાપ હોય ને !