________________
આપ્તવાણી-૮
૧૭૫
૧૭૬
આપ્તવાણી-૮
ઉપરી ! ઠેર ઠેર ઉપરી ! પછી માણસ બિચારો ગભરાઈ ગયેલો હોય ને ?! પછી માણસ ગભરાયેલો ના દેખાય ?
લોકોએ !!
અને આ લોકોએ તો ગીતાની ય મૂર્તિ બનાવી, ગાયત્રી માતાની મૂર્તિ બનાવી. કશું બાકી રાખ્યું નહીં ને ! અલ્યા, પણ ગાયત્રી માતાની મૂર્તિ ના બનાવશો. એ તો મંત્ર છે, સરસમાં સરસ મંત્ર છે. અને એ મંત્ર મંત્ર તરીકે બોલવાનો છે, મૂર્તિ તરીકે ભજવાનો નથી. ગીતા છે, તે વાંચવાની છે, ભણવાની છે, સમજવાની છે. તેને બદલે ગીતાની મૂર્તિ બનાવી દીધી. અને એને પગે લાગ્યા !! અને ગીતાની મૂર્તિને પગે લાગવા ગયા એટલે કૃષ્ણ ભગવાન ભૂલાઈ ગયા. કૃષ્ણ ભગવાન રહી ગયા ને આ મૂર્તિ આવી ગઈ ! એમ લોકોએ બાફી નાખ્યું !
એટલે આ એની પાછળ રહસ્ય હતું બધું, તે રહસ્ય માર્યું ગયું છે ! લોકોને સારે રસ્તે ચઢાવવા માટે કહેલું છે, પણ જ્યારે એનાથી ઊંધું થાય તો એ ખોદીને કાઢી ના નાખવું જોઈએ ? નવા ફાઉન્ડેશન ના નાખવા જોઈએ ?
તે આવાં રૂપક કરવા ગયાં તે આપણી પ્રજા ફસાઈ ગઈ. એના કરતાં સાયન્ટિફિક રીતે “જેમ છે તેમ' એ રહેવા દેત, તો શું ખોટું હતું ? ખોટું છે એમાં ? તે વચ્ચે આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર લાવ્યા !!
પ્રશ્નકર્તા: પણ દાદા, એ કલ્પના ય એવી કરીને મૂકી દીધેલી છે, તે કેટલાંય વર્ષોથી એ કલ્પના ચાલી આવે છે !
દાદાશ્રી : અને મૂળ વસ્તુ જડતી નથી. તે પછી મેં ખોળી કાઢીને હવે લોકો આગળ મૂકવા માંડ્યું !
એટલે આ તત્ત્વોની જે અવસ્થાઓ છે ને, તેના આ રૂપક મૂકેલાં છે. તે લોકો ભૂલી ના જાય એટલાં માટે જ. ત્યારે આપણાં લોકોએ જાણ્યું કે આ લોકો બધા ચલાવનારા છે. વિષ્ણુ ચલાવે છે, ફલાણા ચલાવે છે ! તો કેટલા ઉપરી ઠર્યા આપણા ?
પ્રશ્નકર્તા : ત્રણ. દાદાશ્રી : ના, ના, ત્રણ નહીં, બધાં કેટલાંય. પાછું યમરાજે યા
તેથી મેં કહ્યું, કોઈ બાપો ય ઉપરી નથી. ઉપાધિ છોડો છાનામાના. તમારી ભૂલો અને તમારાં ‘બ્લેડર્સ’ એ જ તમારાં ઉપરી છે ! આ તમે ના સમજ્યા, તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર શું કરે ?
એટલે વસ્તુનો સ્વભાવ છે – ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ ! સિદ્ધક્ષેત્રમાં ત્યાં આગળ સિદ્ધ ભગવાનોને આ જગત આખું ઉત્પાદ, વ્યય, ધ્રૌવથી દેખાયા કરે. મૂળ ગુણોથી ના દેખાય. ઉત્પાદ, વ્યય, ધ્રૌવથી દેખાય.
હવે આ અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. એટલે ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ લખ્યું. એને પાછાં બીજા શબ્દોમાં લખ્યું, ઉત્પન્નવા, વિષ્ણેવા અને ધ્રુવેવા.
બાકી આ દુનિયામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધું રૂપકો છે. તે અમુક વખત સુધી એ રૂપકે બહુ ફાયદા આપ્યા. અને એ જ રૂપક અત્યારે નુકસાનકારક થઈ પડ્યાં છે. એટલે આપણે રૂપક કાઢી નાખવા માગીએ છીએ કે ભઈ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, જેવું કોઈ છે નહીં, તું છે અને ભગવાન, બે જ છે. બીજું કોઈ છે નહીં. અને પેલા યમરાજ કોઈ છે નહીં. નકામી વાત બધી તારા મનમાંથી કાઢી નાખ. આ હું ‘જેમ છે એમ કહેવા માગું છું કારણ કે રૂપકોની અત્યારે શી જરૂર છે ? રૂપકોની તો ક્યારે જરૂર હતી ? કે જ્યારે ગાય રાખી અને દૂધ ખાઈને પાછાં ધ્યાનમાં બેસે ! પણ તેમની બુદ્ધિ ‘કલ્ચર્ડ’ નહોતી. તે કાળ સારો એટલે જોઈતી વસ્તુ એની મેળે ઘેર આવ્યા કરે. એટલે, ભાઈને ‘કલ્ચર્ડ બુદ્ધિ થાય ખરી ? અને અત્યારે તો ખાંડ નથી મળતી, ઘી સારું નથી મળતું, ફલાણું નથી મળતું, જો ‘કલ્ચર્ડ' બુદ્ધિ થઈ છે અત્યારે ! આવી ‘કલ્ચ” બુદ્ધિ કોઈ કાળે થઈ નહોતી. પણ આ બુદ્ધિ વિપરીત છે. આને સમ્યક્ કરનાર જોઈએ. એ જ વિપરીતને જ્ઞાની સમ્યક્ કરી આપે. અજવાળું છે, પણ એને અવળે રસ્તે વાપરે છે. તેને સદ્દસ્ત વાપરે, એવું કરી આપનાર જોઈએ. બાકી અત્યારે તો વિચારશીલ થયાં. પહેલાં તો વિચારશીલ હતું જ નહીં આવું બધું. અને સત્યુગમાં વિચાર કરવાનો વખત જ નહોતો. સત્યુગમાં તો દરેક વસ્તુ ઘેર બેઠાં આવે, ત્યાં શેનો વિચાર કરવાનો હોય ! એટલે કળિયુગમાં જ ખરો વિચાર તો કરવાનો !