________________
આપ્તવાણી-૮
૧૭૩
૧૭૪
આપ્તવાણી-૮
કહેવાય, પાર્વતીજી એ ધારણા, શંકર મહાદેવ એ સમાધિ...
દાદાશ્રી : આ બધાં રૂપકો છે. આમાં જેટલું પેઠાં હોયને, તે પેઠાં પછી જેમ તેમ જલદી, આપણાં ઘર ભણી નીકળી જવાનું છે. આ બધાં રૂપકો તો સામાના ફાયદા માટે આપેલાં. પણ ફાયદો થાય તો થાય, નહીં તો એમ ને એમ રૂપકો તો રૂપકો રહે. પણ આ તો રૂપકોને લોકો સત્ય માનતા થયા છે. આ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એવી કશી કોઈ વસ્તુ જ નથી. આ તો સત્વ, રજ ને તમ, આ ત્રણ ગુણનાં રૂપક આપેલાં છે.
પ્રશ્નકર્તા : ક્રીએટર, પ્રીઝર્વર અને ડીસ્ટ્રોયર. દાદાશ્રી : હા, અમે એમાં તીર્થકરોની ભાષામાં શું છે, તે તમે જાણો
ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ, એ તીર્થંકરોની ભાષા ! આ ત્રણે ય શબ્દો, પેલાં બધાં આમ રૂપકોથી બધું ગૂંચાઈ ગયું અને રૂપકો તો તે વખતના લોકો સમજ્યા. પણ કાળ બદલાયો ત્યારે આખું બધું ગૂંચાયું. જે યુગ હોય ને તે યુગમાં સમજી જાય, પણ યુગ બદલાય ત્યારે બધું ગૂંચાય.
તે આ લોકોએ તો બધું ગૂંચવી નાખેલું ! હવે બ્રહ્મા ખોળવા જઈએ તો ક્યાં મળે ? દુનિયામાં કોઈ જગ્યાએ મળે ? અને વિષ્ણુ ખોળી આવે, તો વિષ્ણુ જડે ? અને મહેશ્વર ?
આપણે પૂછીએ, ‘શું ધંધો એમનો ? વેપાર શો ?” ત્યારે કહે, ‘બ્રહ્મા સર્જન કરે. વિષ્ણુ આ બધું ચલાવે, પોષણ કરે. અને પેલા મહેશ્વર, એ મારકણા, સંહાર કરે.” અલ્યા, સંહાર કરનારાને અહીં પગે લાગવાનું હોય ?!
એવું છે, આ જગતની હકીકત જાણવી હોય, તો આ જગતમાં છ તત્ત્વો નિરંતર સમસરણ કર્યા જ કરે છે. અને છ તત્ત્વો ‘ઈટર્નલ” છે. ‘ઈટર્નલ’ એટલે બનાવનાર કોઈ હોય ? બનાવનારની જરૂર પડે ખરી ? ‘ઈટર્નલ” વસ્તુને કોઈકે બનાવ્યા વગર તો બને જ નહીં એવું કહે તો ખોટી વાત છે ને ? એટલે એને બનાવનાર કોઈ હોય નહીં.
છતાં લોક પૂછે, “કોઈક તો બનાવનાર તો જોઈએ ને ?” અરે, તું ‘ઈટર્નલ’ શબ્દ સમજી જાને !! આ છ ઈટર્નલ વસ્તુ છે, તેનો સ્વભાવ શો છે ? એ એનાં ગુણધર્મવાળાં છે. કારણ કે ‘ઈટર્નલ’ વસ્તુ કોને કહેવાય કે જે ગુણધર્મસહિત હોય. પોતાનાં ગુણો ય હોય અને ધર્મે ય હોય. ધર્મ એટલે અવસ્થાઓ, પર્યાય ! તો આ છ એ વસ્તુઓ પોતાનાં ગુણ, પર્યાય સાથે છે. અને રીતસર પરિવર્તન કરે, એકબીજાનાં સામસામી બધાં, આમ. જેમ આ ચંદ્ર, પૃથ્વી અને સૂર્યના પરિવર્તન થવાથી પેલાં ગ્રહણ થાય છે, એવું આ તત્ત્વોનું એકમેકની સાથે પરિવર્તન થવાથી બધી અવસ્થાઓ ઊભી થાય છે.
હવે ગુણ છે તે નિરંતર સાથે રહેનારાં છે. એટલે એમાં વધઘટ ના થાય. અને પર્યાય, અવસ્થાઓ ફર્યા કરે. તેનું શું કહ્યું ? કે પર્યાય ઉત્પન્ન થાય, પછી વિનાશ થાય, ઉત્પન્ન-વિનાશ થયા કરે છે, અને ધ્રૌવતા છોડતું નથી. ઉત્પન્ન-વિનાશ છે તે અવસ્થાથી અને પ્રૌવતા સ્વભાવથી જ છે.
એટલે આ ‘ઇટર્નલ' વસ્તુ પોતાનાં ગુણ અને પોતાના પર્યાયસહિત છે, હવે એ પર્યાય કેવા છે ? ત્યારે કહે, ‘ઉત્પન્ન થવું, વિનાશ થવું. ઉત્પન્ન થવું, વિનાશ થવું.’ અને વસ્તુ ‘પરમેનન્ટ’ રહે છે. ‘પોતે' જીવતો રહે, કાયમ રહે. અને અવસ્થાઓ ઊભી થાય અને નાશ થાય. એટલે ઉત્પાદ, ધ્રૌવ ને વ્યય કહ્યું. એ ત્રણને આ લોકોએ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર કહ્યા. તે લોકોના ફાયદા માટે, ત્યારે લોકો સમજ્યા જુદું ને ચોપડવાની હતી તે પી ગયા. ચોપડવાની પી જાય તો શું ફાયદો થાય ?
એટલે આપને સમજાયું બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ શું છે ? પ્રશ્નકર્તા : ત્રણ તત્ત્વો છે. દાદાશ્રી : ના, એ ત્રણ તત્ત્વો ય નથી, વસ્તુસ્થિતિમાં !
એટલે ‘ઉત્પાદ’ને આ લોકોએ બ્રહ્મા કહ્યું. ‘થય’ને સંહારક કહ્યું, મહેશ કહ્યું અને ‘ધ્રૌવતા’ને વિષ્ણુ કહ્યું. તેનું આ લોકોએ રૂપક મૂકેલું. એ શોધખોળ માનોને ! સારું કરવા ગયા, પણ પછી બહુ દહાડે તો અવળું જ થઈ જાય ને કે ના થઈ જાય ? એટલે પછી બ્રહ્માની મૂર્તિઓ મૂકી